________________
सुदंसणा चरियं (सवलिया विहारो) -देवेन्द्रसूरि.
આના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ છે. પ્રશસ્તિમાં પોતાનો પરિચય આપતાં તેઓ જણાવે છે -
“ચત્રવાલ ગચ્છમાં ભુવનચંદ્રગુરુના શિષ્ય દેવભદ્રમુનિ છે. તેમના ચરણના ભક્ત જગશ્ચંદ્રસૂરિ છે. તેમના બે શ્રેષ્ઠ શિષ્ય દેવેન્દ્રમુનિ અને વિજયચંદ્રસૂરિ છે. જ્ઞાન-તપ-ચરણના કારણરૂપ આ પરમ કથા મૂળ કથામાંથી સ્ફટાર્થે દેવેન્દ્રસૂરિએ લખી છે.”
- સુદર્શન ચરિત્ર સાથે અન્ય ગ્રંથોની પણ તેમણે રચના કરી હતી જેમાં સવૃત્તિક કર્મગ્રંથપંચક, શ્રાદ્ધદિનકૃત્ય પ્રકરણ, ધર્મરત્ન પ્રકરણ વૃત્તિ બૃહતી, ચૈત્યવંદન ભાષ્યત્રયી, સિદ્ધદંડિકાસ્તવ, વંદારુ વૃત્તિ, સ્તવનો આદિનો સમાવેશ થાય છે.
તેમના સમય વિશે સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. મુનિસુંદરકૃત ગુર્નાવલી અનુસાર તેમનો સમય વિક્રમનો ૧૩મો શતક છે. તેમને ગુર્જર રાજાની અનુમતિપૂર્વક વસ્તુપાલ મંત્રી સમક્ષ આબુમાં સૂરિપદ પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમણે સં. ૧૩૨૩માં વિદ્યાનંદને સૂરિપદ પ્રદાન કર્યું હતું. તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૩૨૭માં થયો હોવાનો ઉલ્લેખ મળે છે.
સુદર્શનાચરિત્ર દેવેન્દ્રસૂરિ કૃત = સુ. ચ. દે. ૧૬ ઉદ્દેશકોમાં વિભાજિત છે. ૪૦૫૨ ગાથા પ્રમાણ ધરાવતાં આ ગ્રંથના આઠ અધિકાર આ પ્રમાણે છે ધનપાલ, સુદંસણા, વિજયકુમાર, સીલવઈ, અસ્સાવબોહ ભાયા, ધાસુઓ, ધાવી.
કથાવસ્તુ નિરૂપણમાં સુ. ચ. દે. સંપૂર્ણ રીતે સુ. ચ. અ. (સુદંસણાચરિયે-અજ્ઞાતકૃત)ને અનુસરે છે. ઉદ્દેશક એકથી આઠના મધ્યભાગ સુધી બંને કૃતિઓમાં મુખ્ય અને ગૌણ કથાનક તેમજ અન્ય વિષયોનું નિરૂપણ સમાન રીતે થયેલું જોવા મળે છે. સુ. ચ. દે. માં આઠમા ઉદ્દેશકમાં ૬ અવાંતર કથાઓ આપવામાં આવી છે. સુ. ૨. અ. ના નવમા ઉદ્દેશકનું વિષયવસ્તુ સુ. ચ. દે. ના ઉદ્દેશક નવ, દશ અને અગિયારમાં (અનુક્રમે મHછે ગુરુવંસળખવો, રસિંહવપુરૂવો, રસ્સીવવોદ તિસ્થરૂવો) અને બારમા ઉદ્દેશકનું વિભાજન ઉદ્દેશક ચૌદ, પંદર અને સોળમાં (અનુક્રમે મુરિસTU હોયર વંડવે વિવો; ધાસુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org