________________
આપી છે. વચ્ચે વચ્ચે પ્રયોજાયેલા ગદ્યખંડોને ક્રમાંક આપ્યા છે. સુદર્શનાચરિત્ર પરિચય :
- પ્રાકૃત સાહિત્યમાં ચરિત્રકાવ્યની એક સુદીર્ઘ પરંપરા જોવા મળે છે. આ કાવ્યોનો હેતુ જનસમુદાયને કથાના માધ્યમથી ધર્મના સિદ્ધાંતોને સરળતાથી સમજાવવાનો તેમજ આચાર અને નીતિવિષયક ઉપદેશ આપવાનો હોય છે. ક્યારેક તીર્થના મહત્ત્વને સ્થાપિત કરવા માટે તેની ઉત્પત્તિ કે સ્થાપના વિષયક કથાગ્રંથોની રચના કરવામાં આવતી.
અજ્ઞાત કવિ કૃત “સુદંસણાચરિય” (સુદર્શન ચરિત્ર) પ્રાકૃત ભાષાબદ્ધ આવી જ એક તીર્થની મહત્તા સ્થાપિત કરતી રચના છે. ભરૂચમાં આવેલ અને એક સમયે અત્યંત પ્રસિદ્ધ એવા “અશ્વાવબોધ” નામક જૈન તીર્થ અને “શકુનિકા વિહાર” (પ્રા. સવલિયા વિહાર) નામક જિનપ્રાસાદની મહત્તા દર્શાવવા આ કૃતિની રચના કરવામાં આવી હતી. સુદર્શના કથાનક અને શકુનિકા વિહારની ઉત્પત્તિનું વર્ણન કરતી પ્રાયઃ આ સૌથી જૂની કૃતિ છે.
વિવિધ ભાષા, શૈલી અને સમયમાં સુદર્શનાના કથાનકને વણી લેતી કથાઓ નીચે પ્રમાણે મળે છે.
જિનરત્નકોષમાં સુદર્શનાચરિત્ર વિશે નીચે પ્રમાણે નોંધ મળે છે.
(૧) સુદર્શન ચરિત્ર (પ્રા.) અજ્ઞાત કવિકૃત આ કૃતિની એકમાત્ર તાડપત્રીય પ્રત ખંભાતમાં મળે છે જેના પરથી પ્રસ્તુત સંપાદન તૈયાર કરવામાં આવ્યું છે.
(૨) દેવેન્દ્રસૂરિકૃત સુદર્શનાચરિત્ર (પ્રા.) આ કૃતિનું સંપાદન ઉમંગવિજયગણિએ કર્યું છે.
(૩) મલધારીગચ્છીય દેવપ્રભસૂરિકૃત સુદર્શનાચરિત્ર (પ્રા.) (ગ્રંથાત્ર ૧૮૮૭). આ કૃતિ અદ્યાપિ અપ્રાપ્ય છે.
(૪) અજ્ઞાતકૃત સુદર્શનાચરિત્ર (પ્રા.) આ કૃતિની કાગળની પ્રત હોવાની નોંધ છે પણ હાલ તે પ્રાયઃ નષ્ટ થઈ ગઈ છે.
(૫) માણિક્યસૂરિકૃત સુદર્શનાકથાનક (સં.) નામક કૃતિની નોંધ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org