________________
પર
નિરોળ્યો [૧૫ શ્રી મહેક
કુલક, તમિતકુદન, સૂરિમંત્રપ્રદેશવિવરણ, જ્ઞાનપ્રકાશ, ચૈત્ય પરિપાટી, પદ્માવતીચતુષ્પાદિકા, પરમસુખત્રિશિકા, નર્મદા સુંદરી સંધી, નેમિનાથ-મુનિસુવ્રત જન્માભિષેક, ષપંચાશદિકુમારિકાભિષેક, તેમનાથરાસ, પ્રાયશ્ચિત્તવિધાન, યુગાદિનચરિત કુલક સ્થૂલિભદ્રફાગ, વગેરે.
એમના શિષ્ય જિનદેવ-જિનમેરૂ–જિનહિતસૂરિ–કલ્યાણરાજ શિષ્ય ચારિત્રવર્ધને સં. ૧૫૦૫ માં ભીષણ ઠકકુરની વિનંતીથી સિંદૂરપ્રકરણ પર ટીકા રચી (ડોસા. ભાવ. તેજ સં. ૧૫૦૫ની, લખ્યાની પ્રત પ્ર. કાં. વડ નં. ૧૮૭ર છે.), અને શ્રીમાળ સાલિંગના પુત્ર અરડકમલના કહેવાથી કાલિદાસ કવિ કૃત રઘુવંશકાવ્યપર શિશુહિતૈષિણી નામની ટીકા રચી છે (પી. ૩, ૨૧૦).
- શત્રુંજય ઉપર રહીને મદનરેહાસંધિ (સં. ૧૨૯૭) વગેરે અનેક અપભ્રંશ કૃતિના કર્તા જિનપ્રભસૂરિ આગમગીય દેવભદ્રસૂરિના શિષ્ય હોવાને લીધે એમનાથી ભિન્ન હોવા સંભવે. વિસ્તારથી જુઓ જ. ગૂ. ક. ભા. ૧, પ્રસ્તાવના પૃ. ૭૯-૮૩.
૧૫ મહેંદ્રસૂરિ. ભિન્ન ભિન્ન ગઠોના ઇતિહાસ તરફ દષ્ટિપાત કરતાં આ નામના અનેક આચાર્યો થઈ ગયેલા નજરે પડે છે. જેમ કે
૧ મહાકવિ ધનપાળના પ્રતિબોધક અને મળ્યા . થી શરૂ થતી ચમકમય ચતુર્વિશતિજિન સ્તુતિના રચયિતા શોભનમુનિના ગુરૂ, સત્તા સમય ૧૧ મી શતાબ્દી જુઓ પ્રભાવક ચરિત્રાંતર્ગત મહેન્દ્રસૂરિ પ્રબંધ.
૨ સ્વશિષ્ય મુનિચંદ્ર માટે સં. ૧૧૬ માં પૃથ્વીચંદ્રચરિત્ર (ક. છાણી; જે. , ૪૬) ચન્દ્રકુળના બૃહદ્દગ૭ના નેમિચંદ્રના શિષ્ય શાંતિસૂરિએ સિદ્ધ નામના શ્રાવકે બંધાવેલ નેમિચૈત્યમાં પોતાની પાટે સ્થાપેલા ૮ આચાર્યોમાંના એક.
૯૧ જુઓ ટુંક સમયમાં અમારા તરફથી પ્રસિદ્ધ થનાર ભૈરવપદ્માવતી૫. પરિ. ૧૦.
-
-
-