________________
૪૮
જૈન સ્તોત્રો [ ૧૪ શ્રી જનપાછળ દિલ્હી નજીક વિજયકટકમાં જિનદેવસૂરિને શાહ સાથે મેળાપ થશે. શાહે બહુમાનપૂર્વક એક સરાય અર્પણ કરી. જેનું નામ સુરત્રાણસરાય રાખ્યું. ત્યાં ૪૦૦ શ્રાવકના કુળને રહેવાને આદેશ કર્યો. પૌષધશાળા અને ચૈત્ય બંધાવ્યાં. ચૈત્યમાં મહાવીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
અન્યદા પૂર્વદેશની વિજયયાત્રાએ જતાં શાહિએ ગુરૂને સાથે લીધા. ઠેકઠેકાણે બંદિ મેચનાદિ વડે જૈનધર્મની પ્રભાવના કરી. મયુરાતીર્થને ઉદ્ધાર કર્યો, સૈન્ય સાથે હમેશાં પ્રયાણ કરવાથી ગુરૂને કષ્ટ થાય છે એમ જાણું છે જે જહાં મલિકની સાથે ગુરૂને આગરાથી પાછા વળાવ્યા. હસ્તિનાપુર સંબંધી ફરમાન મેળવી ગુરૂ પિતાને
સ્થળે આવ્યા. ચાહડિસાહના પુત્ર સાધુ બહિત્યને સંઘપતિ તિલક કરી ચતુર્વિધ સંઘ સાથે હસ્તિનાપુરની યાત્રા કરી અને ત્યાં શાંતિ, કુંથુ, અરનાથના નવીન કરાવેલા બિબેની પ્રતિષ્ઠા કરી. યાત્રા કરી પાછા આવી શાહીરાજે કરાવેલા દેરાસરમાં વૈશાખ સુદિ ૧૦ ને દિવસે ખુબ ધામધૂમ પૂર્વક મહાવીર પ્રભુના બિંબની સ્થાપના કરી.૯
આચાર્યો શાહિને વિયંત્ર ભેટ ધર્યો. અને તેને પ્રભાવ પ્રત્યક્ષ બતાવ્યો. શાહે ગૂર્જરદેશમાં જવાના ઈરાદાથી વડ નીચે પડાવ કર્યો. શાહની ઈચ્છાથી ગુરૂએ વડને સાથે ચલાવ્યા, કેટલા માર્ગે જઈ પાછો વળાવ્યો.
૭૯. આચાર્યો પિતે રચેલા તીર્થકલ્પાંતર્ગત કન્યાનનીય મહાવીર પ્રતિમાકલ્પ, તથા સઘતિલકસૂરિના આદેશથી વિદ્યાતિલકમુનિએ રચેલા કન્યાનય મહાવીર કલ્પ પરિશેષમાં આ હકીકત હેવાથી ખાસ વિશ્વસનીય ગણાય. (જુઓ જનવિ, મુદ્રિત તીર્થકલ્પ. પૃ. ૪૫-૯૫) અહિંથી નીચેની બાબત સં. ૧૫૦૩ માં ચારિત્રરત્નસૂરિના શિષ્ય સેમધમે રચેલી ઉપદેશ સમિતિના પંચમ ઉપદેશ ઉપરથી લીધી છે.
(પ્ર. ઓ. જૈ. સભા. ભાવનગર)