________________
નૈનસ્તોત્રો
[ ૧૪ શ્રી જન
રાખી. સુરત્રાણ આવીને જેમ ફરમાવશે તેમ એની વ્યવસ્થા કરીશું એમ વિચારી ૧૫ મહિના સુધી તાબામાં રાખી.
મહમ્મદશાહ સુલતાન દેવગિરિથી (દલતાબાદથી) એગિનીપુર દિલ્હી આવ્યા. ત્યાં પંડિતની ગાછીમાં શંકા પડતાં શાહે ગુરૂને સંભાર્યા, દલતાબાદથી આવેલા તાલિમલિકકે અવસર જોઈ કહ્યું કે આચાર્ય દેલતાબાદ વિરાજે છે, પરંતુ ત્યાંનું પાણું નહી સદવાથી કૃશ થઈ ગયા છે. એ જ જિનપ્રભસૂરિના પૂર્વાચાર્ય જિનપતિસૂરિએ સં. ૧૨૩૩માં પ્રતિષ્ઠિત કરેલી. સં. ૧૨૪૮માં સુરત્રાણ ૫ સાહવદીને (સં. ૧૨૪૦૧૨૬૬ વર્ષ ૨૬ રાજ્ય) ચૌહાણ કુલ પ્રદીપ પૃથ્વીરાજ નામના રાજાનો વિનાશ કર્યો તે સમયે રાજપ્રધાન પરમશ્રાવક શ્રેષ્ઠી રામદેવે સંધને પત્ર લખ્યો કે અહિં મ્લેચ્છ રાજય થયું છે માટે પ્રતિમાને સુરક્ષિત સ્થળે ગુપ્ત કરે. શ્રાવકોએ કર્યાવાસ ગામ નજીક વાલુકામાં ગોપવી. સં. ૧૩૧૧માં અતિ દારૂણ દુભિક્ષ થતાં જેજક નામનો સુથાર કુટુંબ સહિત આજીવિકાળે સુભીક્ષ દેશ તરફ જતો હતો. તેણે કર્યાવાસ સ્થળમાં પ્રવાસની પ્રથમ રાત્રી ગાળી. અર્ધરાત્રિએ સ્વપ્નમાં દેવતાએ કહ્યું કે તું સૂતે છે ત્યાં આટલા હાથ નીચે મહાવીર સ્વામીની પ્રતિમા છે. દેશાંતરે ન જા. અહિં જ તારા નિર્વાહ થશે. સુથારે જાગીને પુત્રાદિ પાસે જમીન ખોદાવી; પ્રતિમા મળી. નગરમાં જઈ સંઘને વાત કરી. શ્રાવકેએ આડંબરપૂર્વક લાવી દેરાસરમાં પધરાવી. ત્રિકાળ પૂજાવા લાગી. અનેકવાર મુસલમાનોના ઉપદ્રવોથી બચી. શ્રાવકોએ સુથારને રોજી બાંધી આપી. પ્રતિમાના પરઘરની તપાસ કરી પણ પ્રાપ્ત થયો નહીં. કોઈ જગ્યાએ પડયો હશે. તેના ઉપર પ્રશસ્તિ તેમ સંવત વગેરે હોવા સંભવ છે. એક વખતે હવ કરાવતાં પ્રભુના અંગે પરસે જોવામાં આવ્યું. લુંછતાં પણ બંધ થયો નહીં. ત્યારે શ્રાવકેએ કઈ ઉપદ્રવ થવાની કલ્પના કરી. એટલામાં મુસલમાનોની ધાડ આવી.