________________
પ્રભસૂરિ ]
પ્રસ્તાવના
૫
ગુણથી આકર્ષાયેલા શાહે સં. ૧૩૮૫ના પિષ સુદિ બીજે સંધ્યા સમયે ગુરૂને પ્રથમ સમાગમ કર્યો. અર્ધરાત્રી સુધી ધર્મગોષ્ઠી ચાલી. સંતુષ્ટ થએલા શાહે પ્રભાતે બેલાવીને હજાર ગાયે, ૧૦૦ વસ્ત્ર, ૧૦૦ કંબલ, પ્રધાન બાગ, પુષ્કળ દ્રવ્ય અને અગર, ચંદન કરાદિ સુગંધી દ્રવ્ય આપવા માંડયા, પરંતુ સાધુઓને એ ન કલ્પે એમ કહી આચાર્યે નિષેધ્યા અને રાજાને અપ્રીતિ ન થાય એવા હેતુથી ઉપયોગ પુરતાં કંબલાદિ ગ્રહણ કર્યા. પછી નાના દેશના વિદ્વાન વાદિઓ સાથે વાદ કરાવીને બે હાથી મંગાવી એક ઉપર ગુરૂ અને બીજા ઉપર શ્રીજિનદેવાચાર્યને બેસારી મહોત્સવ પૂર્વક પૌષધ શાળામાં પ્રવેશ કરાવ્યો. પાતશાહે સર્વ વેતાંબરીય દર્શનના ઉપદ્રવના નિવારણાર્થે ફરમાન પત્ર આપ્યો. અન્યદા ગુરૂએ શત્રુંજય, ગિરનાર, ફલોધી વગેરે તીર્થોના રક્ષણ માટે ફરમાન માંગ્યા. શાહે સાદર આય એટલે તે તે તીથમાં મોકલાવી આપ્યાં અનેક બંદી મુકાવ્યા.
પાતશાહના ફરમાન બતાવી શાહ પેથડ, શાહ સહજા, ઠે. અચળે કરાવેલા ચિત્યને તુરકાથી થતા ભંગ અટકાવીને જિનશાસનની પ્રભાવિના કરતા, મુનિઓને સિદ્ધાંતની વાચના આપતા, તપસ્વીઓને અંગ ઉપાંગના યોગોઠહન કરાવતા, શિષ્યોને તેમજ અન્ય ગચ્છના મુનિએને પણ પ્રેમાણ, વ્યાકરણ, કાવ્ય, નાટક, અલંકારના શાસ્ત્રો શીખવતા અને ઉદ્દભટ વાદિઓના ગર્વને ગાળતા આ આચાર્યું કંઈક અધિક ત્રણ વર્ષ સુધી દોલતાબાદ તરફ વિચરતા રહ્યા. તે પ્રસંગે સં. ૧૩૮પમાં અલ્લવિયવંશમાં જન્મેલા ઘરપરિ નામના આસીનગરના શિકદારે કંટાવાસ સ્થળ ભાંગી સાધુઓને અને શ્રાવકેને બંદીવાન બનાવ્યા, પાર્શ્વનાથની પાષાણમય પ્રતિમાને ભંગ કર્યો. અને ૮મહાવીર પ્રભુની પ્રતિમાને કંઈ પણ નુકશાન કર્યા સિવાય ગાડામાં ઘાવી દિલ્હી લાવીને તુગુલકાબાદમાં સ્થાપેલા સુરત્રાણના ભંડારમાં
૭૮. આ પ્રતિમા ચેલદેશના કન્નાનય નગરમાં વિક્રમપુર (વીકાનેર)ના રહેવાસી જિનપતિસરિના કાકા શ્રેષ્ઠી માનદેવે કરાવેલી અને