________________
શીર્થના સ્તોત્રો [૧૧ શ્રી પૂર્ણ– સંદેહદલાવલીની બહવૃત્તિ સંશોધનમાં મદદ આપી હતી. પ્રસ્તુત પૂર્ણકળશગણિ અને લક્ષ્મીતિલક ઉપાધ્યાયના તેઓ વિદ્યાગુરૂ હતા.
૧૦ ચંદ્રતિલકપાધ્યાય—એમણે સ. ૧૩૧રમાં ૯૦૩૬ શ્લેક પ્રમાણ અભયકુમારચરિત્ર વાગભટ્ટમેરૂ (બાડમેરમાં શરૂ કરીને દીવાલીને દિને વીસળદેવના રાજ્યમાં ખંભાતમાં પૂર્ણ કર્યું. તેનું સંશોધન લક્ષ્મીતિલક અને અભયતિલકે કર્યું હતું. આ ગ્રંથની પ્રશસ્તિ કુમાર કવિએ રચી છે. (પ્ર. વીજાપુરવૃત્તાંત). એમાં કર્તા પિતાના વિદ્યાગુરૂઓનાં નામ જણાવે છે કે
તપસ્વી નેમિચંદ્રમણિએ સામાયિકમૃતાદિ ભણાવી પાળે, સિદ્ધસેનમુનિએ પ્રભાણિ શીખવ્યાં, જિનચંદ્રસૂરિના મેટા શિષ્ય વાચનાચાર્ય ગુણભદ્રસૂરિએ પંચિકા ભણવી, સૂરપ્રભ વિદ્યાનંદ વ્યાકરણ શીખવ્યું. વિજયદેવસૂરિએ પ્રમાણુ સાહિત્ય શીખવ્યું, જિનપાલ ઉપાધ્યાયે નંદ્યાદિ મૂળ આગમની વાચના આપી હતી.
૧૧ લક્ષ્મીતિલકપાધ્યાય—એમણે જિનરત્નસૂરિ પાસે અધ્યયન કર્યું હતું અને અભયતિલક વગેરેને ભણાવ્યા હતા. પ્રસ્તુત પૂર્ણકળશગણિએ રચેલી પ્રાકૃતિદ્દયાશ્રયકાવ્યની વૃત્તિ (પ્ર. મુંબઈ સંસ્કૃત સીરીઝ) એમણે સશોધી હતી અને સં. ૧૩૧૧માં સત્તર સર્ગવાલુ જિનલક્ષ્યયુક્ત સંસ્કૃતમાં પ્રત્યેકબુદ્ધચરિત્ર મહાકાવ્ય ( જે. પ્ર. ૫૧ ) રચ્યું.
૧૨ અભયતિલકપાધ્યાય—એમના દીક્ષાગુરૂ જિનેશ્વરસૂરિ અને વિદ્યાગુરૂ લક્ષ્મીતિલકપાધ્યાય હતા. એમણે સં. ૧૩૧રમાં હેમચંદ્રાચાર્ય વિરચિત ર૦ સર્ગાત્મક સંસ્કૃત ધયાશ્રયકાવ્ય ઉપર વૃત્તિ રચીને પાલણપુરમાં પૂર્ણ કરી. તે દશ સર્ગ સુધીની પ્રસિદ્ધ થઈ છે, અને તેનું ગુજરાતી ભાષાંતર સ્વ. મણભાઈ નભુભાઈકૃત ગાયકવાડ કેળવણી ખાતા તરફથી પ્રસિદ્ધ થયું છે (જે. પ્ર. ૬૦) પરંતુ જોઈએ તેવું શુદ્ધ નથી. આ ગ્રંથની રચના સમયે જ ચંદ્રતિલક