________________
કળશગણિ].
પ્રસ્તાવના.
૧૧ પૂર્ણકળશગણિ આ મહર્ષિ અત્યંત વિદ્વાન હતા. અત્યારે ઉપલબ્ધ થતી એમની એક બેજ કૃતિ વિદ્વાનને મુગ્ધ બનાવે છે. પરંતુ અફસની વાત છે કે એમના જીવન પ્રસંગ સંબંધી કંઈ પણ વિશેષ બીના પ્રાપ્ત થતી નથી તેથી વતન, માતા, પિતા, જ્ઞાતિ, દીક્ષા, અને અવસાન વગેરેની જિજ્ઞાસા મનમાં જ સમાવી દેવી પડે છે. માત્ર એઓ ઉપરોક્ત જિનેશ્વરસૂરિના શિષ્ય હતા, શ્રીજિનરત્નાચાર્ય પાસે ભણ્યા - હતા. અને ચૌદમી શતાબદીને વિભૂષિત કરતા હતા એટલી જ હકીકત મળે છે.
પ્રસ્તુત વિભાગમાં આપેલ મંત્રમંત્રાદિગર્ભિત સ્તંભન પાર્શ્વનાથ સ્તોત્ર ઉપરાંત એમણે સં. ૧૩૦૭માં શ્રી હેમચંદ્રાચાર્યકૃત પ્રાકૃત ક્રયાશ્રયકાવ્યની વૃત્તિ રચી છે. જે એમના જ ગુરૂબંધુ લક્ષ્મીતિલકે સંશોધન કરેલી છે, (સં. શંકર પાંડુરંગ પંડિત. પ્ર. મુંબઈ સંસ્કૃત સિરીઝ સને ૧૯૦૦).
એમના ગુરૂબંધુએ ઘણું હતા અને સમર્થ વિદ્વાન હતા તે વિકી કેટલાક ને પરિચય નીચે મુજબ
૧ વીરકળશ-એમણે સં. ૧૨૯૫માં આવશ્યકવૃત્તિ ( કાં, છાણી ), અને સં. ૧૨૯૬ માં ઉપદેશકંદલીવૃત્તિ પુસ્તકની તાડપત્ર ઉપર પ્રતિ લખાવી. (પી. ૫, ૪૨ ).
૨ કનકચંદ્ર-સુમતિગણિએ રચેલી ગણધરસાદ્ધશતક બૃહદ્દવૃત્તિ ને પ્રથમદર્શ એમણે લખ્યો હતે. ( જેસ. ૩૯. જે. પ્ર. ૫૦; ભાં. રી. ૧૮૮૨-૮૩ પૃ. ૪૮ ).
૩ કુમારકવિ–સં. ૧૩૧૨માં ચંદ્રતિલક ઉપાધ્યાયે રચેલા અભય કુમારચરિત્રની પ્રશસ્તિ એમણે રચી છે ( પ્ર. વીજાપુર વૃત્તાંત.).
સં. ૧૦૯૫ માં ધનેશ્વરસૂરિએ રચેલા સુરસુંદરી કહા નામના ગ્રંથ (પ્ર. જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાળા)ની પ્રશસ્તિમાં આની અત્યંત પ્રશંસા કરી છે.