________________
૮ આહામંત્રી ]
પ્રસ્તાવના.
૨૭:
સંન્નતિ અને ગણવૃદ્ધિ કરનાર જિનવર્ધનને આચાર્ય પદવી આપી. હતી, પરંતુ પાછળથી ચતુર્થ વ્રતમાં શંકા લાગવાથી સર્વ મુનિ મંડળની સમ્મતિ મેળવી તેમને પદય્યત કરી સં. ૧૪૭૫ માં મહા સુદિ ૧૫ દિને જિનભદ્રસૂરિને પદારૂઢ કર્યા હતા.૪૬ - આ ત્રણમાંથી અહિં પૃ. ૨૨૭ ઉપર મુકિત મંત્રાધિરાજકલ્પના કર્તાને નિશ્ચય કરવો દુર્ઘટ છે. તથાપિ તદંતર્ગત અભયદેવ, પદ્ધદેવ, લલિતપ્રભ, શ્રીપ્રભ, નેમિપ્રભ, પુણ્યસાગર, અને યશશ્ચંદ્ર નામની વ્યક્તિઓને અંગે વિશેષ તપાસ કરતાં કંઈ પણ વિશેષ માહિતી મળી રહેવા સંભવ છે.
૮ આહાદન. આ મહાન દંડનાયક હતા. એમનું કુલ ગલ્લક નામથી પ્રસિદ્ધ હતું અને તે સમસ્તકુલ નાગેન્દ્રગચ્છના સાધુઓને ગુરૂ તરીકે સ્વીકારતું હતું. મંડળપતિ ચચ્ચિગના પ્રતિબંધક નાગેન્દ્રગચ્છીય વીરસૂરિ પરમારવંશીય વર્ધમાનસૂરિ-રામસુરિ-ચંદ્રસૂરિ–દેવસૂરિ–અભયદેવસૂરિ ધનેશ્વરસૂરિ-વિજયસિંહરિના શિષ્ય વર્ધમાનસૂરિના ઉપદેશથી એમણે અણહિલપુરનગરમાં શ્રીવાસુપૂજ્ય પ્રભુના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તે પ્રસંગે એમની અભ્યર્થનાથી વર્ધમાનસૂરિએ સં ૧૨૯૯માં દરેક સને અને આલ્હાદન શબ્દથી મંડિત ચાર સર્ગમાં ૫૪૯૪
४६ संवत् १४६१ वर्षे आषाढ वदि १० श्रीदेवकुलपाटके सा. नान्हा कारितनन्द्यां सागरचन्द्राचार्यैः स्थापितानां प्राच्यादिषु देशेषु कृतविहाराणां संघोन्नति-गणवृद्धिकारिणां चतुर्थव्रतविराधना शङ्कया तैरेव पृथककृतानां श्रीजिनवर्धनसूरीणां शास्त्रा पिप्पलगणो जातः ।
ખ. પટ્ટાવલી. ૪૭ શ્રી હેમસૂરિએ રાજા સમક્ષ એમની તારીફ કરી હતી.