________________
“શ્રી ચિંતામણિ પાર્થના સ્તોત્ર'
૩૩૧
પદસ્થનું સ્વરૂપ –
ત્યાર બાદ તેમાં નિશ્ચલ અભ્યાસ થવાથી મન, વચન અને કાયાના યોગ વડે તન્મય (તદાકાર) બની જે વીરપુરુષ મંત્રરાજનું સ્મરણ કરે તે પદસ્થ ધ્યાન કહેવાય છે. ૨૩.
મન, વચન અને કાયાની શુદ્ધિથી આ મંત્રરાજને ૧૦૮ વાર જપે તે ભજન કરવા છતાં પણ તે ] ઉપવાસના તપનું ફળ મેળવે. ૨૪.
આ જ મંત્રને ધ્યાનપૂર્વક એક લાખ વાર જાપ કરે તો આઠે કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી મેળવે. ૨૫. રૂપસ્થનું સ્વરૂપ –
ધીમે ધીમે આ મંત્રના ગુણથી સિદ્ધ રૂપ બનેલા, સર્વ વ્યાપી, શાંત, નિરુપદ્રવ, સર્વ જાતિમય, સર્વ અવયવોથી યુક્ત, સર્વ લક્ષણથી એાળખાતા, પુરુષાકાર નિષ્પન્ન આત્માનું ચિંત્વન કરવું તેને વિદ્વાનોએ રૂપ ધ્યાન જણાવેલું–કહેલું છે. ૨૬-૨૭.
સર્વ આલંબનવાળું ધ્યાન તજીને કેવળ પિતાના આત્મામાં આત્માનું ધ્યાન ધરવામાં આવે તે મુકિત પ્રાપ્ત થાય, નહિ તો નહિ.૨૮ રૂપાતીતનું સ્વરૂપ –
આ રીતે તેજોમય, મહાબીજ રૂપ, અમૂર્ત (અદશ્ય), પરમ ઐશ્વર્યવાન, સર્વ આત્મામાં રહેલા, અંત વગરના અને વિશ્વવ્યાપી પરમાત્માનું ધ્યાન ધરવું તે મેક્ષસુખ આપનાર રૂપાતીત ધ્યાન માનવામાં આવે છે. ૨૯-૩૦.
આવી રીતે મોક્ષકલ્પ [ચિંતામણિ યંત્ર, મંત્રનું વિધાન] થી મારા વડે સ્તુતિ કરાએલા શ્રી પાર્શ્વનાથપ્રભુ મને આ સંસારમાં પડતો બચાવે. ૩૧
આ પ્રકારે મેક્ષપદના કારણ રૂપ અને જ્ઞાનગ સ્વરૂપ શ્રી પાર્શ્વપ્રભુનું ધ્યાન દિવ્ય સ્તોત્રમાં લક્ષ્યાંતર (અહિક કામના પ્રાપ્તિ) થી ખરેખર શ્રી પાર્શ્વનાથની કૃપાથી જ કહેલું છે તે, સઘળું એ ધીર પુરૂષોએ વિચારવું જોઈએ. ૩૨.