________________
બિહણ ]
પ્રસ્તાવના.
૧૭
ને. પૃ. ૧૪૫). તે કાશ્મીરના નમુખ ગામને રહીશ, કૌશિક ગેત્રી બ્રાહ્મણ હતે. એના વિદ્વાન પૂર્વજોને કાશ્મીરનો ગેપાદિત્ય રાજા મધ્યદેશમાંથી ૮ કાશ્મીરમાં લાવ્યા હતા. જેમાં મુખ્ય મુક્તિકળશ હતા, તે અગ્નિહોત્રી હતા. તેને પુત્ર રાજકળશ તે પણ અગ્નિહોત્રી હતા. ઉપરાંત દાની, પરાક્રમી અને વેદવિદ્યાપારંગત હતો. એણે જનસુખાર્થ વ્યાખ્યાન સ્થાને, યુવા અને પા કરાવી હતી. તેને પુત્ર જ્યેષ્ઠ કળશ હતો તેણે મહાભાષ્ય૨૯ ઉપર ટીકા કરી છે (પણ ડો. બુલ્હર કહે છે કે તે કયાંય ઉપલબ્ધ થતી નથી). તેને નાગદેવી નામની સ્ત્રીથી ઈષ્ટરામ, વિહણ અને આનંદ એમ ત્રણ પુત્રો થયા. તે ત્રણે વિદ્વાન અને કવિ હતા. વિહણે કાશ્મીરમાં રહીને વેદ, વેદાંગ, વ્યાકરણ, સાહિત્ય આદિ શાને અભ્યાસ કર્યો અને એની કવિતાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ.
રાજા કળશના સમયમાં સ્ત્રી સાથે કાંઈક કચવાટ થવાથી તે ત્યાંથી નીકળે અને કર્ણાટકમાં જઇને રહ્યા. તથા સ્વદેશમાં મુસાફરી કરી. તે મથુરા, વૃંદાવન, કનેજિ, પ્રયાગ અને કાશીમાં
૨૬ હાલનું ખુનમેહ જે કાશ્મીરની રાજધાની શ્રીનગરથી ૩ માઈલ દૂર જયવત નામના સ્થાન પાસે છે.
૨૭ ગનંદવંશી અક્ષનો પુત્ર હતો.
૨૮ હિમાચલ અને વિંધ્યાચલની વચ્ચેનો પ્રદેશ. જેને આજકાલ સંયુક્ત પ્રાંત કહેવામાં આવે છે. વિશેષ માટે જુઓ નાગરીપ્રચારિણી પત્રિકા પુ. ૩, અંક ૧માં છપાએલ શ્રીયુત ધીરેન્દ્રવર્મા M. A.ને “મદેશનો વિકાસ” એ નામને લેખ, - ર૯ પાણીનીએ રચેલી અષ્ટાધ્યાયી ઉપર પાતંજલ ઋષિએ કરેલા ભાષ્યની જ મહાભાષ્ય સંજ્ઞા છે.
૩૦ કાશમીરનો રાજા ઈ. સ. ૧૦૬૩–૧૦૮૯