________________
શ્રી ધરણારગેન્દ્ર સ્તોત્ર
ર૯
આ યંત્ર કંકુ, ગરચનથી લખીને આપવાથી ઝેરી ફડા, લૂક જ્વાલાગર્દભ, શાકિની અને વિસ્ફોટક વગેરેને નાશ કરે છે. યંત્ર, ૩૨–
આ યંત્રનું પાણી છાંટવાથી અથવા વિષથી બાધિત થએલાના હૃદયે આ યંત્રને વિન્યાસ કરવાથી કાગ, વૃષભ, ઊંટ, ઉદર, અગ્નિ, વાનર વગેરેના ઝેર આદિની ઉપશાંતિ થાય છે અર્થાત નિર્વિધ કરે અને લોકોને વિસ્મય પમાડે. યંત્ર, ૩૩
- આ યંત્ર કંકુ, ગોરોચન વગેરે સુગંધી દ્રવ્યથી પાટીયા ઉપર લખવાથી સર્વ પ્રકારની ઈતિ, વષદની ખેંચ (અનાવૃષ્ટિ ) અથવા
અતિવૃષ્ટિ, ટાઢ અને અગ્નિદાહ વગેરેના ઉપદ્રવનો નાશ કરે છે. યંત્ર, ૩૪
જિનેશ્વરની પૂજા કરી, તેમના સન્મુખ દધિ, ફળ, ધાન્ય, પકવાન્ન વગેરે નૈવેદ્ય મુકી, શુદ્ધ વસ્ત્ર પહેરી શ્રેષ્ઠ પુષ્પ અને ચંદનાદિથી પૂજન કરી પાંચ રંગના થાપા (હાથના) દઈ શ્રેષ્ઠ ૧૦૮ પુષ્પવડે જાપ કરવાથી સિદ્ધ થાય અને તેથી મનુષ્ય ગરૂડની માફક નાગોની સાથે ક્રીડા કરે.
આ યંત્ર વંધ્યાને પુત્ર, મૃતવત્સાને જીવિત પુત્ર ( આપનાર), રેગિઓન રોગ અને શાકિની, ભૂત વગેરેના ઉપદ્રવને મટાડનાર છે. યંત્ર ૩૫–
કંકુ, ગેરચંદનાદિ સુગંધી દ્રવ્યથી ભાજપત્ર ઉપર જાઈની કલમ વડે આ યંત્ર લખી ભુજાએ ધારણ કરવાથી મનુષ્ય કોઈ પણ સ્થળે પરાજય પામે નહિ.
દરેક પ્રકારના વિષને નાશ કરે, યશ, લક્ષ્મી અને સૌખ્ય આપે. ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે પુરૂષાર્થ સાધવા માટે આ યંત્ર ઉપયોગી છે.