________________
શ્રીનમિઉણ સ્તોત્ર
૨૯૩
યંત્ર, ૧૨ તથા ૧૩–
આ બંને યંત્રો કંકુ વગેરે સુગંધી દ્રવ્યથી લખી ભુજાએ બાંધીચે તે લ્હાય, દાવાનલ વગેરે અગ્નિના ઉપદ્રવથી રક્ષણ થાય. સાધન વિધિ –
૩૪ વ રજૂ : : વાહા આ મંત્રથી ૧૦૮ વાર પુષ્પથી યંત્રની પૂજા કરવી.
આજ યંત્રને આકર્ષણ કાર્યમાં ઉપયોગ કરવો હોય ત્યારે આ યંત્રને આગ્નેયમંડલપૂર્વક (
ત્રિણ) તાંબાના પતરાં ઉપર બનશીલથી લખીએ અને તે પતરાંને અગ્નિથી તપાવીએ. આગ્નેય ધ્યાન ધરવાથી ૭ સાત રાત્રિમાં આકર્ષણ કરે. - આ યંત્ર હરતાલથી ભોજપત્ર પર લખી ઘરમાં પેસવાના ઉંબરે દાટીયે તો શત્રુનાં કાર્ય સિદ્ધ થાય નહિ.
આજ યંત્ર કંકુ, ગોરૂચંદન તથા કનિષ્ઠિકા (સૌથી નાની) આંગળીના લોહીથી લખી પિતાની ભુજાએ ધારણ કરવાથી વિશેષે કરીને શત્રુની આશાઓ સિદ્ધ થાય નહિ, પરંતુ આ કાર્યમાં પાર્થિવમંડલથી ધ્યાન કરવું. યંત્ર, ૧૪--
આ યંત્ર પાંદડા પર લખી સુગંધી દ્રવ્યથી પૂજન કરીને ડાબા હાથમાં રાખેલા જળથી છાંટીને પછી યંત્રને ભુજાએ બાંધવાથી દરેક પ્રકારના ઝેર દૂર થાય છે.
જ્યાં જ્યાં ભોજપત્ર પર યંત્ર લખવાનું વિધાન કર્યું હોય ત્યાં ત્યાં ભેજપત્રની જગ્યાએ કાશ્મીરી કાગળ અગર મજબુત અને પવિત્ર કાગળ લેવાથી કોઈ પણ જાતને બાધ નથી આવતો એવું મારું માનવું છે.
-સારાભાઈ નવાબ,