________________
સુગરિ ૩]
પ્રસ્તાવના.
જે કાંઈ કરિએ તે કેવળ ધર્મને માટે જ. આવાં નિરીહ વચન સાંભળીને રાજાએ સાંકળથી બાંધી અંધારી કોટડીમાં પૂરી દેવા સેવાને આજ્ઞા આપી અને તરત તેને અમલ થયો (અન્ય ગ્રંથકારોના મતે સ્વેચ્છાથી પૂરાયા હતા), પણ આચાર્યો ત્યાં જ પોતાના ઈષ્ટદેવ શ્રી આદિનાથની મારામાં આ વાક્યથી શરૂ થતા સ્તોત્રથી સ્તવના કરી પિતે બંધન અને કેદમાંથી છૂટી રાજાને જઈને મળ્યા. આચાર્યની અદ્દભુત શક્તિ જોઈ રાજા પ્રસન્ન થયા અને તે જ સમયથી જૈનધર્મ તથા જૈન સાધુઓને ભકત બન્યો.
એમની કૃતિ-૧ ભક્તામર સ્તોત્ર ૨૧ ૨ ભયહર-નમિઉણસ્તવ ૩ ભક્તિબ્બર-પંચપરમેષ્ઠિસ્તવ સુપ્રસિદ્ધ છે. મણિકલ્પના૨ રચપિતા એ જ છે કે અન્ય તે શંકાસ્પદ છે. સત્તરમા સૈકાની દિગંબરીય પટ્ટાવલીમાં ૧ ચિંતામણિકલ્પ, ૨ મણિકલ્પ, ૩ ચારિત્રસાર, ૪ ઉવસગ્ગહરં સ્તોત્ર ૫ ભકતામર સ્તોત્ર એમ પાંચ ગ્રંથના રચયિતા. જણાવેલ છે.
શ્રીહર્ષને રાજત્વકાળ વિ. સં. ૬૬૩ થી ૭૦૪ અને કર્નલટેના લખવા પ્રમાણે વૃદ્ધ ભજનો સમય પણ વિક્રમને સાતમે સંકે (સં. ૬૩૧) છે એટલે આ આચાર્યને પણ તે જ સમયે સંભવે છે. તથા એમની દિગંબરાવસ્થાના “ ગુરૂના ચારકીર્તિ અને એમના પિતાના મહાકીર્તિ” આ નામ ઉપરથી પણ એઓ છઠ્ઠી સાતમી
૨૧. જુઓ મુનિસુંદરસૂરિકૃત ગુવલી. લૅ. ૩૫-૩૬-૩૭, તયા દેવવિમળગણિ વિરચિત હીરસૌભાગ્યે (સ. ૪, પૃ. ૧૬૪). ૫ થી ૭૮.
૨૨ આનું બીજુ નામ રત્નપરીક્ષા છે. લગભગ ૨૨૫ શ્લોક પ્રમાણે છે. અંય પદ નીચે મુજબ છે – गुणेषु रागः सुकृतेषु लाभः, रोषश्च दोषश्च भषश्च कामः । श्रीमानतुङ्गस्य तथापि धर्मः, श्रीवीतरागस्य स एव वे ति॥