________________
ચીનત્તરવહ
[૨ શ્રી માન
સ્થવિરાવલી દેવદ્ધિગણિક્ષમાશ્રમણકૃત માની લઈએ તે પછી તેના છેવટમાં આપેલી–
सुत्सत्थरयणरिए खमममहवगुणेहि संपुण्णे । देवडिखमासमणे कासवगुत्ते पणिवयामि ॥
આ ગાથાની શી દશા થાય? કોઈ પણ વિદ્વાન સ્વયે પિતાને માટે આવા શબ્દો ઉચ્ચારે ખરા ? માટે તે જરૂર અન્યકૃત માનવી પડશે. આખો ગ્રંથ કઈ રચે, વચ્ચે પ્રકરણ અન્ય ઉમેરે અને તેમનાં માટે ઉલ્લેખ ત્રીજી વ્યક્તિ કરે એમ બની શકે ખરું ? માટે મારા ધારવા પ્રમાણે તે મૂળ ગ્રંથ, અને અંત્યગાથા સુધીની સ્થવિરાવલી એ સર્વ એકજ વ્યક્તિ (બીજા ભદ્રબાહુ)ની રચના છે. - ગ્રંથકાર ઉપરોક્ત ગાથા લખી પટ્ટાવલી અટકાવે છે તેથી તેઓ દેવર્ધિગણિક્ષમાશ્રમણના સંતાનીય છે કે અન્ય વંશના છે તેના માટે ઉહાપોહ કરવાને અવકાશ રહે છે.
૨ માનતુંગસૂરિ. આ આચાર્ય બનારસનિવાસી ધનદેવશેઠના પુત્ર હતા. એમણે પ્રથમ ચારૂકીર્તિ નામના દિગંબર પાસે દીક્ષા લીધી હતી. ત્યાં એમનું નામ મહાકીતિ રાખ્યું હતું. પાછળથી એમણે પોતાની બહેનના કહેવાથી શ્રીજિનસિંહસૂરિ પાસે વેતાંબર મતની દીક્ષા સ્વીકારી હતી.
આ વખતે બનારસમાં (પ્રભાવક ચરિત્રના મતે) બાણ અને મયૂર નામના બ્રાહ્મણ પંડિતની વિદ્યાથી આકર્ષાયલા હર્ષદેવ નામના બ્રહ્મક્ષત્રિય (થાણેશ્વરને વૈશ્ય વંશીય રાજા શ્રીહર્ષ) રાજા સાથે એમને મેલાપ થયો.૨૦ રાજાએ ચમત્કાર જોવા ઈચ્છા જણાવી ત્યારે આચાર્યે કહ્યું કે –“રાજન” અમે ગૃહસ્થ નથી, કે વિદ્યા અને ગુણનું પ્રકાશન કરીને રાજાઓ પાસેથી ધન પ્રાપ્ત કરીએ. અમે
૨૦. ઝાઝ. રા. ઇ. પ્રથમ ભાગ પૃ. ૧૪ર.