________________
જાણવું જોઈએ. સંપૂર્ણ રામગ્રી ખાત્રી મેળવ્યા સિવાય કોઈ પણ વખત કાર્યો સિદ્ધ થતાં નથી.
જૈનદર્શન અનેકાંતિક છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરૂષાર્થ એ પાંચ સમવાયના સમન્વયે કાર્યની સિદ્ધિ સ્વીકારે છે. બીજ શુદ્ધ હોય તે પણ હવા, પાણી, અને મૃત્તિકા વગેરે સર્વે અનુકૂલ સાધને હોય તેજ ફલપ્રાપ્તિ થાય છે, તે શિવાય બની શકે નહીં. એ જ પ્રમાણે મંત્રાદિકમાં પણ સમજવું. હાલમાં દુષમા કાળ છે, મનુષ્યમાં દિનપ્રતિદિન શારીરિક તેમજ માનસિક બળની હાનિ થતી જાય છે, પુણ્યપ્રકૃતિની ખામી જોવામાં આવે છે, ગુરુગમની દુર્લભતા છે, અને સ્વાર્થ, પ્રમાદ, કષાયાદિનું જોર વધતું જાય છે. આવા સંગમાં અનાયાસે સિદ્ધિની પ્રાપ્તિ થવી શકય હોઈ શકે ખરી ?
પ્રયત્ન કરનાર કોઈ પણ વ્યક્તિને હતાશ કરવાને મારે આશય નથી. મેં માત્ર મારે અનુભવ દર્શાવ્યું છે. વિષય ગહન હોવાને લીધે ખલના થવા સંભવ છે. પરંતુ તે તરફ લક્ષ્ય ન આપતાં ક્ષીરનીરના વિવેકી હંસચંચુવત વાચકે આમાંથી કાંઈક પણ સાર ગ્રહણ કરશે તે હું મારે પ્રયત્ન સફળ થય માનીશ.
ઇત્યતં વિસ્તરણ, લી. મુનિ ચતુરવિજય. સિનેર,