________________
૧૭
......વાલીન 9 શ્રદ ના પૂજન. છે .........વસ્થાને છેઃ ન જ વિસર્જન. आहानं नैव जानामि न च जानामि पूजनम् । विसर्जनं न जानामि प्रसीद परमेश्वर ! २ ॥
आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहीनं च यत् कृतम् । क्षमस्व देव ! तत् सर्व प्रसीद परमेश्वर ! ॥
આવી રીતે અનેક બાબતો સાધકે જાણવાની જરૂર હોય છે. મેં તે માત્ર રૂપરેખા બતાવી છે. આને કેઈએ સંપૂર્ણ વિધિ માની લેવાની ભૂલ કરવી નહી. સંપૂર્ણ વિધિ તે તત્વને જ્ઞાતા ગુરુ ઉપર રહી શીખવે તેજ પ્રાપ્ત થાય અને સાધનામાં ફતેહમંદ પણ ત્યારેજ થવાય. તે શિવાય પોતાની મેળે પુસ્તકાદિ સાધન ઉપરથી જેઓ પ્રયત્ન આદરે છે તે તે માત્ર હવામાં બાચકા ભરવા જેવું જ કરે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે –
ध्यानं विधित्सता ज्ञेयं ध्याता ध्येयं तथा फलम् । सिध्यन्ति न हि सामग्री विना कार्याणि कहिंचित् ॥
યોગશાસ્ત્ર પ્ર. ૭. લે. ૧. ભાવાર્થ– ધ્યાન કરવાની ઈચ્છાવાળા મનુષ્યોએ, યાન કરનારમાં કેટલી યેગ્યતા હોવી જોઈએ, જેનું ધ્યાન કરવું છે તે ધ્યેય કેવું હોવું જોઈએ? અને ધ્યાન કરવાથી ફળ શું થાય? એ ત્રણે (શ્ચાતા, ધ્યેય અને ફળોનું સ્વરૂપ
૨. દેવી હોય તે દેવિ ! અને પરમેશ્વરિ ! એમ સ્ત્રીલિંગ વાકય ઉચ્ચારીયે.