________________
૧૨૦
નાગબ્લો
[ ૩૧ હેમવિમળ
વિપાકસૂત્ર બાલાવબોધ. લ. સં. ૧૬૨૭ ધમ્મિલકુમારરામ. સ. ૧૫૯૧ ગૌતમપૃછા બાલાવબેધ. લ. સં. ૧૬૪૫ પટ્ટાવલી સજઝાયસં. ૧૬ ૦૨ શ્રેણિકરાસ (સમ્યત્વસાર) ૨ સં. ૧૬૦૩ ભાદ્રવા સુદી કુમારગિરિમાં. નવતત્વ જોડ સં. ૧૬૨૨ પહેલાં. ક્ષુલ્લક કુમારરાસ. સં. ૧૬૩૩ ભાદ્રવા વદિ ૮ અમદાવાદના રાજપરામાં.
એમનો શિષ્ય પરિવાર
૧ આનંદ મ–જન્મ સં. ૧૫૯૬ કા.સુ.૧૫દીક્ષા સં. ૧૬૦૧ કા. સુ. ૧૫. પડિત પદ પા. સાંડાએ કરેલ ઉત્સવપૂર્વક મળ્યું. સં. ૧૬૨૫ વૈ. સુ. ૫ ને દિને પત્તનમાં સં. દેવજકૃત ઉત્સવથી શ્રી સેમવિમળસૂરિએ સૂરિપદ આપ્યું, અમદાવાદમાં સં. ૧૬૩૦ માઘ સુદિ ૫ આચાર્યવંદન મહોત્સવ થયો તે વખતે હંસલેમ અને દેવસે મને વાચક પદવી આપી. તે ઉત્સવ વૃદ્ધનગરના સંધવી લખમણુ પુત્ર નાનજી આદિએ કર્યો, સં ૧ ૬૩૬ ભાદવા વદિ ૫ દિને એમને સ્વર્ગવાસ થયો, તેથી સેમવિમળસૂરિએ હેમ મને સૂરિપદ આપ્યું.
૨ હેમમ–ધાણધાર (પાલણપુર પાસે) દેશમાં પ્રા. 9. શા. જોધરજની પત્ની રૂડીથી સં. ૧૬૨૩માં જન્મ, મૂળનામ હરખ (હર્ષરાજ) આઠ વર્ષની વયે વડગામમાં આવેલા સેમવિમળસૂરિને વાંદવા જતાં ત્યાં સં. ૧૬૩૦માં દિક્ષા. દિક્ષા નામ હેમ મ. સં. ૧૬ ૩પમાં સ. લખમણે કરેલા ઉત્સવપૂર્વક પંડિતપદ. સં. ૧૬૩૬ વૈશાખ સુદિ. ૨ દિને સં. લખમણ તેમજ વૃદ્ધનગર (વડનગર) વાસી બધા સંઘે મળીને શ્રી સોમવિમળસૂરિના હસ્તે સૂરિપદ અપાવ્યું.
એમના પ્રતિષ્ઠા લેખો. સં. ૧૬૬૭-૮૭, બુ. ભા. ૧. એમના શિષ્ય વિમસોમ – આનંદપ્રદ-સુકતપ્રમોદના શિષ્ય તેજ