________________
સૂરિ ]
પ્રસ્તાવના
૧૧૯
સંધ સાથે શત્રુંજય, રૈવતાચલની યાત્રાએ ગયા. ત્યાંથી દીવબંદર જઈ ચૈત્ર સુદિ ૧૪ દિને અભિગ્રહ લીધે, તે પુરો થયા પછી શત્રુજયની યાત્રા કરી છેલકા, ખંભાત ને ત્યાંથી કાનહમ દેશે વણછરા ગામે આવ્યા. ત્યાં આનંદપ્રમોદને વાચક પદ આપ્યું. પછી આમ્રપદ (આમોદ) આવીને સ. માંડણના કરેલા ઉત્સવપૂર્વક વિદ્યારત્ન, વિદ્યાજ્યને વિબુધની પદવી આપી. સ. ૧૬૦૨ અમદાવાદમાં ચતુમસ. સં. ૧૬ ૦૫ના માધ સુદિ ૫ દિને ગચ્છાધીશ પદ મળ્યું. સં. ૧૬ ૦૮ રાજપુરમાં ચોમાસું. પછી ત્યાં વૈશાખ સુદિ ૩ને દિને ચીઠીયા અમિપાલે કરાવેલી પ્રતિમાઓ પ્રતિષ્ઠી. સં. ૧૬૧૭માં અક્ષયદુર્ગે ચોમાસું. ત્યાં આ શુદિ ૧૪ને દિને અશુભસૂચક ચિન્હ જોતાં સઘને જણાવ્યું કે તે દુર્ગને ભંગ થશે એમ કહી સાતમે ગુરૂ હાથિલ ગામમાં જઈ હંડપદ્રની મરકી નિવારવા ત્યાંના સંઘના આગ્રહથી હુંડપદ્રમાં જઈ મરકી નિવારી. સં. ૧૬૧૯માં ખંભાત ચોમાસું કરી પછી નંદુરબારમાં. સં. ૧૬૨૩માં અમદાવાદમાં છ વિગયને ત્યાગવાને અભિગ્રહ એમ અનેક અભિગ્રહ ક્યાં અને પાળ્યા. અષ્ટાવધાની, ઈચ્છાલિપિવાચક, વર્ધમાનવિવા, સરિમંત્ર સાધક, ચૌર્યાદિ ભય તથા કુષ્ટરોગાદિ નિવારક અને શતાર્થ બિરૂદ ધારક થયા. કુલ ૨૦૦ને દીક્ષા આપી.
એમના પ્રતિષ્ઠા લેખો સં. ૧૬૦૩-૨૨ બુ. ૨, સં. ૧૬૩૭ માગશર માસે સ્વર્ગવાસ. વિશેષ માટે જુઓ તેમના શિષ્ય આનંદસામે સં. ૧૬૧૯માં રચેલ શ્રીમવિમળસૂરિ રાસ. ( પ્ર. જે. એ. ગૂ. કાવ્યસંચય. જિન વિ. સંપાદિત), એમના હસ્તાક્ષરની લખેલી સં. ૧૬ ૦૪ની અંતકૃદ્રશાંગસૂત્રની પ્રત મુનિ શ્રીદોલતવિજય સંગ્રહિત શાસ્ત્રસંગ્રહ (છાણું)માં છે.
એમની સાહિત્યસૃષ્ટિ-ચંપકશ્રેષ્ટિ રાસ સં. ૧૬૨૨ના શ્રાવણ સુદિ ૭ શુક્રવારે વિરાટનગરમાં, દશદષ્ટાંતગીતા. કલ્પસૂત્ર બાલાવબેધ. ૨. સં. ૧૬૨૫, લ. સં. ૧૬૫૯-૧૬૭૮ દશવૈકાલિક બાલાવબેધ.