________________
૧૧૪
કનૈનાતચરો
[ ૩૧ હેમવિમળ
તપ: ક્રિયા વગર મેટી પદવી ધરાતી હતી. જિનાજ્ઞા વિરૂદ્ધ આચરણ થતાં હતાં. કથની કંઈને રહણું કંઈ એમ છતાં લેકે પાસે વંદના કરાવાતી. અભિમાન વિશેષ, પરિગ્રહનું ગ્રહણ, આદિ શુદ્ધ સાધુતા નહેતી. આથી એમણે શુદ્ધ સાધુને ઉગ્ર આચાર પાળી અને સ્થળે સ્થળે જઈ ઉગ્ર વિહાર કરી ક્રિાદ્ધાર સં. ૧૫૮૨ માં પાટણ પાસે વડાવલીમાં કર્યો, તેમાં શિષ્ય વિનયભાવની મદદ લીધી. પૂર્વે સમપ્રભસૂરિએ મરૂભૂમિમાં પાણીની દુર્લભતા જોઈ સાધુ વિહાર બંધ કરેલો તે એમણે મરૂભૂમિમાં વિહાર કરી ખુલ્લે કર્યો. જેસલમેરમાં ૬૪ દેરાસરે બંધ હતાં તે ઉઘડાવી તેમાં પૂજા ચાલુ કરાવી. એમણે ઉપવાસાદિ તપસ્યા કરી હતી. સં. ૧૫૯૬ ના ચૈત્ર સુદિ ૭ ને દિને તેઓ અમદાવાદમાં સ્વર્ગસ્થ થયા.
એમના પ્રતિષ્ઠા લેખ સં. ૧૫૯૫ ના. ૨, સં. ૧૫૯૦-૯૫ બુ. ૧, સં. ૧૫૯૫ બુ. ૨.
એમની પાટે શ્રીવિજયદાનસૂરિ૧૪૪ આવ્યા અને તેમના શિષ્યો શ્રી વિજયહીરસૂરિએ મેગલ સમ્રાટ અકબરને પ્રતિબો.
૧૪૪ એમને જન્મ સં. ૧૫૫૩ માં જામલામાં, પિતા ભાવ, માતા ભરમાદે. મૂળ નામ લક્ષ્મણ. નવ વર્ષની લધુ વયે સ. ૧૫૬૨ માં દાનહુષ પાસે દીક્ષા. તેમના પાસેથી માગીને સ. ૧૫૮૭ માં શિહીમાં આનંદવિમળસૂરિએ આચાર્ય પદવી આપી પોતાની પાટે સ્થાપન કર્યા અને વિજયદાનસૂરિ નામ રાખ્યું. સ. ૧૬૨૨ ના વૈશાખ સુદિ ૧૨ ના દિવસે પાટણની પાસે આવેલ વડાવલીમાં તેઓને સ્વર્ગવાસ થયો હતો. વિશેષ માટે જુઓ ઐતિ. સઝાયમાળા ભાગ પહેલે.
એમના પ્રતિષ્ઠા લેખે–સં. ૧૬૦૩-૧૬૧૨ ના. ૧, સે. ૧૫૯૬–૧૬૦૧-૧૬–૧–૧૦–૨૨ ના. ૨, સં. ૧૫૯૬–૧૬૧૫-૧૭ બુ. ૧, સં. ૧૫૯ર-૯૫-૯૬–૯૮-૧૬ ૦૪-૧૨-૧૭ મુ. ૨.