________________
સૂરિ 1
પ્રસ્તાવના
૧૧૩
કરાવેલ પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરી. પ૦૦ સાધુઓને દીક્ષા આપી. તે વર્ષમાં આનંદવિભળસૂરિએ કમરગિરિમાં મારું કર્યું અને શ્રી પૂજ્યની આજ્ઞા વિના નાની વયની સાથ્વીને દીક્ષા આપી ને પછી સિદ્ધપુર શિહીમાં ૪ માસાં આનંદવિમળે કર્યા. ગુજરાતમાં આવી શ્રીપૂજ્યને પુછયા વગર . ૧૫૮૨ વૈશાખ સુદિ ૩ને દિને જુદા ઉપાશ્રયમાં રહ્યા, ત્યાં તેલ ધૂસરથી મલિન વસ્ત્રોની ઋષિ મતિ જેવી પ્રવૃત્તિ થઈ. શ્રીપૂજ્ય સં. ૧૫૮૩ માં વિસનગરમાં અસમાધિ થતાં વટપત્નિથી ચોમાસું રહેલા આનંદવિમળને બોલાવી ગચ્છભાર લેવા કહ્યું, પિતાને ગ૭ભારની જરૂર નથી એમ કહ્યું એટલે હેમવિમળસૂરિએ સ્વહસ્તથી સૌભાગ્યહષસૂરિને પિતાની પાટે સ્થાપ્યા. સ. ૧૫૮૩ માં આશ્વિન સુદિ ૧૩ ને દિને સ્વર્ગસ્થ થયા.
એમના પ્રતિષ્ઠા લેખો સં. ૧૫૪૧-૪૬-૪૭–૪૮–૧૧–પર૫૩-૫૪–૫૫–૫૬-૫૭-૫૮-૬૧-૬૩-૬૪-૬૭–૭૧-૭૨–૭૬-૭૭૭૮-૮૧-૮૪ બુ. ૧, સં. ૧૫૫૧-૫૩-૫૫–૫૬-૬૩-૬૫-૬૬૬૭-૬૮-૭-૮૦-૮૪-૮૭ બુ. ૨, સં. ૧૫૫૯-૬૪-૬૬-૭૧– ૭૬ ના. ૧, સં. ૧૫૫–૫૪–પ-૬૦-૬૧-૬૫-૬૬-૮૦ ના. ૨,
એમને શિષ્ય પરિવાર બહળે હતા, પરંતુ નીચે મુજબનાં નામે પ્રાપ્ત થયાં છે.
૧ આનંદવિમળસૂરિ–એમને જન્મ સં. ૧૫૪૭ ઈલાદુર્ગ (ઈડર) માં, પિતા ઓસવાળ મેઘજી, માતા માણેક્ટ, મૂળ નામ વાઘજી, દીક્ષા હેમવિમળસૂરિ પાસે સં. ૧૫૫ર માં, દીક્ષા નામ આનંદવિમળ (અમૃતમેરૂ–વીરવંશાવલી), સં. ૧૫૬૮ માં ઉપાધ્યાય પદ મળ્યું. સિદ્ધપુરમાં આચાર્ય પદ. સં. ૧૫૭૦ ડાબલા ગામમાં ખંભાત નિવાસી સની છવું અને જગરાજે કરેલા ઉત્સવપૂર્વક પદ સ્થાપના થઈ. આ સમયે શિથિલતા પ્રવર્તતી હતી.
૮