________________
સૂરિ ] પ્રસ્તાવના
૧૦૯ તેમણે પ્રથમ ઈંદ્રનહિ૪° અને કમળકળશ૪૧ નામના બે શિષ્યોને આચાર્ય પદ આપ્યું હતું, પરંતુ પાછળથી તેમને સરિમંત્રના અધિતેમણે જેસલમેર, કૃષ્ણગઢ, અદ્ભુદાસન, દેવમ્પટ્ટણ, ગઢનગર, ખંભાયત, ગંધાર, ઈડર નગરે ગીતાર્થ પાસે જ્ઞાનકોષ શોધાવ્યા. તેમના ઉપદેશથી માળવદેશે માંડવગઢ પ્રા. 9. સરહડીયા ગ શા સહસાએ અબુંદગિરિ ઉપર અચલગઢમાં પાંચ લાખ મનુષ્યોને સંઘ લઈ ઋષભદેવને ચતુર્મુખ પ્રાસાદ નિપજાવી તેમાં ચાર બિંબ કરાવ્યાં. તેમાં બિંબો કાઉસગીઆ ને ૪ બિંબ ચતુર્મુખ પ્રાસાદના પધરાવ્યા અને તેની પ્રતિષ્ઠા સં. ૧૪૫૪ (? ૧૫૪૪)માં આ સૂરિએ કરી હતી. સં. ૧૫૫૧માં ખમણુર ગામમાં સ્વર્ગવાસી થયા. –જૈ. સા. સંશે. ખ. ૧, અં. ૩, પૃ. ૫૧.
લઘુપૌશાલની પટ્ટાવલીમાં દર્શાવ્યું છે કે તેઓ મંડપદુર્ગમાં ગયા. ત્યાં પ્રવેશોત્સવ મહાર્ડબરથી કરવામાં આવ્યો. ૧૧ શેર સુવર્ણ ને ૨૨ શેર રૂપાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. વટપશ્વિમાં સૂરિમંત્ર આરાધી હેમવિમળસૂરિને પટ્ટધર પદે સ્થાપ્યા. તેની પૂર્વે સૂરિપદ પર ઇંદ્રનંદી તથા કમળકળશને સ્થાપ્યા હતા. પણ તે ગચ્છભેદ કરશે એમ જાણી પિતાના પટ પર તે પૈકી કોઈને સ્થાપ્યા નહી. ૬૦૦ સાધુઓને દીક્ષા આપી. તેઓને ૧૮૦૦ સાધુઓને પરિવાર હતો.”
એમના પ્રતિષ્ઠા લેખ સં. ૧૫૪૪-૪૬-૪૭-૪૮ બુ. સા. ૧; સં. ૧૫૪૦-૪૬-૪૭ બુ. ૨.
૧૪૦ પ્રતિમા લેખ સંવત ૧૫૫૨ અને ૧૫૬૯ ના. ૧, સં. ૧૫૫૬-૫૮-૬૧-૬૩ બુ. ૨, સં. ૧૫૬૩ બુ. ૧, તેમના શિષ્ય સૌભાગ્યનંદિસૂરિ (સં. ૧૫૭૧ થી ૧૫૯૦ ) પ્રા. લે. સં. ૧૫૭૧ જિન વિ, ભા. ૨, સં. ૧૫૯૧ ના. ૧, સં. ૧૫૭૬-૮૯-૯૦-૯૭ બુ. ૧. અને પ્રદસુંદર પ્ર. લે. ૧૫૭૧ ના. ૧, એમની શાખાવાળા “કુતુબપુરા ” કહેવાયા.