________________
સૂરિ]
પ્રસ્તાવના
ની પ્રત મુનિશ્રી અમરવિજયજી મહારાજના જ્ઞાન ભંડાર (ડભોઈ)માં છે અને સં. ૧૫૦૯માં પાટણમાં એમના વાંચવા માટે લખાયેલ શાંતિનાથચરિત્રની પ્રત આ. વિ. દ. શા, સં. છાણમાં છે. એમના શિષ્ય મણિમંદિરે સં. ૧૬૬૧ માં લખેલી સપ્તતિશતસ્થાનકની પ્રત પાટણમાં છે. (પ્ર. પુ. ૧૬૫)
૧૩ સાધુરાજગણિએમના એક શિષ્ય ભટકઠાત્રિશિકા રચી (મુદ્રિત) અને બીજા શિષ્ય વીરદેવ મુનિએ સર્વ પદમાં મહાવીર શબ્દવાળું કમકમય સમવસરણસ્થ મહાવીર સ્તવન રચ્યું. એમના શિષ્ય આનંદરને સં. ૧૪૧૦ માં લખેલી સાવચૂરિક પિંડવિશુદ્ધિની પ્રત ક. વડે. માં છે. પ્ર. પૃ. ૨. નં. ૭.
૧૪ વિવેકસમુદ્ર–એમના શિષ્ય અમરચંદ્ધિ સં. ૧૫૧૮ વર્ષે ફા. શુ ૧૧ દિને બુધવારે કર્કરા મહાગ્રામે લખેલી ઉપદેશમાળા પ્રકરણવરિની પ્રત દષ્ટિગોચર થાય છે.
એ ઉપરાંત એમના વિશાળ સમુદાયમાં શુભ રત્ન, સમજ્ય વગેરે આચાર્યો, સત્યશેખર, પુણ્યરાજ, વિવેકસાગર પંડિત, રાજવર્ધન, અને ચારિત્રરાજ કે જેણે દક્ષિણના વાદિઓને જીત્યા હતા, ઋતરશેખર, વીરશેખર, સમશેખર, જ્ઞાનકીર્તિ, શિવમૂતિ, હર્ષ કીતિ, વિજયશેખર, લક્ષ્મીભદ્ર, સિંહદેવ, રત્નપ્રભુ, શીલભદ્ર, શાંતિચંદ્ર કે જેણે શાંતિનાથનું સ્મરણ કરી વીર પ્રભુએ કરેલા તપ જેવું ઉગ્ર તપ કર્યું હતું. તપસ્વી વિજયસેન, હર્ષસેન, હર્ષ સિંહ આદિ વાચક–ઉપાધ્યાય પંડિત હતા.
૨૬ મુનિસુંદરસૂરિ આ આચાર્ય અત્યંત પ્રતિભાસંપન્ન અને શ્રી સોમસુંદરસૂરિના મુખ્ય પટ્ટધર હતા. એમનો જન્મ સં. ૧૪૩૬, વ્રત સં ૧૪૪૩, વાચકપદ સં. ૧૪૬૬, વૃદ્ધનગર (વડનગર)ના શ્રેષ્ટિ દેવરાજે કરેલા ઉત્સવપૂર્વક સૂરિપદ