________________
સૂરિ]
પ્રસ્તાવના
૮ રત્નશેખરસૂરિ–જુઓ નં. ૨૮ મો. ૯ સેમદેવ૨૬–એમણે સેમસુંદરસૂરિ કૃત યુષ્યદક્ષ્મ
૧૨૬ આ મુનિ શબ્દાનુશાસનમાં દક્ષ હતા અને મુનિસુંદરસુરિ કૃત મિત્રચતુષ્ક (સુમુખાદિનુપચતુષ્ક) કથાનું સંશોધન એમણે કર્યું હતું. સં. ૧૪૯૬ માં તેમજ રત્નશેખરસૂરિ કૃત અર્થદીપિકા પણ શેધી હતી.
એમની શાખામાં થયેલા શુભવિમળ, અમરવિકમળવિજયના શિષ્ય હેમવિજય એક સારા કવિ અને ગ્રંથકાર હતા. તેમણે સં. ૧૬૩૨ માં પાર્શ્વનાથચરિત્ર (પ્ર. મોહનલાલજી જૈન ગ્રંથમાળા નં. ૧) સં. ૧૬૫૬ માં ખંભાતમાં ઋષભશતક કે જેને લાભવિજયગણિએ સંશોધ્યું. (કાથ ૧૮૯૧–૯૫ રીપોર્ટ) અને સં. ૧૬પ૭ માં અમદાવાદમાં દશ તરંગમાં ૨૫૦ કથાવાળો કથારત્નાકર (કાં. વડે. પ્ર. હી, હૈ.), અન્યોક્તિ મુક્તામહોદધિ, કીર્તિકાલિની (વિજયસેનસૂરિની પ્રશંસા રૂપે) સૂક્તરત્નાવલી, સદ્ભાવશતક, ચતુર્વિશતિજિનસ્તુતિ, (શ્લેષમય સટીક) કમળબંધ સ્તુતિ ચતુર્વિશતિ (પ્ર. જૈનસ્તોત્રસમુચ્ચય) સ્તુતિત્રિદશતરંગિણી, કસ્તુરિપ્રકર અને સેંકડો સ્તોત્રો વગેરે રચેલ છે. તે ઉપરાંત આબુ ઉપરના કર્મશાહના જીર્ણોદ્ધારની પ્રશસ્તિ લખી છે અને પિતાના ગુરૂના જીવન પ્રસંગને અનુસરી સં ૧૬૬૧ મહેસાણામાં કમળવિજય રાસ અને નેમિન્ટન ચંદ્રાવળો વગેરે ગુજરાતી પદ્યમાં લખ્યું છે. તે ઉપરાંત વિજય પ્રશસ્તિકાવ્યના ૧૬ સર્ગ રચી પોતે સ્વર્ગસ્થ થતાં તેમને ગુરૂભાઈ વિદ્યાવિજયના શિષ્ય ગુણવિજયે પાંચ સર્ગ રચી પૂર્ણ કરી અને તે આખા ગ્રંથ ઉપર સં. ૧૬૮૮ માં તેમણે પોતે જ વિજયદીપિકા ટીકા રચી. (પ્ર. ય. ગં. નં. ૨૩ આ કાવ્યમાં મુખ્યપણે વિજયસેનસૂરિનું ચરિત્ર છે.) પ્રશસ્તિમાં ગુણવિજયે હેમવિજય સંબંધી જણાવ્યું છે કે –