________________
નૈનસ્તોત્રના
[૨૩ શ્રી ઉદય
સ્તોત્ર સમુચ્ચય. નિ. સા.) આદિજિનસ્તવન–ચિત્રકાવ્ય. કાવ્ય ૨૪, અને આ વિભાગમાં મુદ્રિત જિરાપલી મંડન પાર્શ્વજિનસ્તવન વગેરે.
આ નામની બીજી પણ વ્યક્તિઓ થઈ છે તે આ પ્રમાણે–
૧ બુ. ત. રત્નાકર પક્ષના જ્ઞાનસાગરસૂરિ શિષ્ય અને સ. ૧૫૨૫માં મંગળકળશ રાસના રચયિતા મંગળધર્મના ગુરૂ
૨. સ. ૧૫૪૩માં મલયસુંદરી રાસ તથા સં. ૧૫૫૦માં ક્યા બત્રીસીના કર્તા. આગમગછીય (મતિ) મુનિસાગર શિષ્ય.
૩ તપાગચ્છીય લાવણ્યધર્મના શિષ્ય–જેમણે સં. ૧૬ ૦૫માં વિજયદાનસૂરિ રાયે ઉપદેશમાળાની ૫૧મી પ્રાકૃત ગાથા (તણાવમૂલા૮િ)ના ૧૦૦ અર્થ કરી શતાથી રચી. (કાં. વડે; હાલા. પાટણું,
એમની શિષ્ય પરંપરાને અંગે પણ કંઈ માહિતી મળી નથી. કેટલાક ગુરૂબંધુઓની હકીક્ત મળે છે. તે અહિં રજુ કરું છું
૧ ચારિત્રસુંદર–એમણે સ. ૧૪૮૪(૭)મા સ્તંભતીર્થ–ખંભાતમાં શીલદૂતકાવ્ય (બુહુ ૨ નં. ૩૧૬, પ્ર. ય. ગ્રં. નં. ૧૮), ૧૮–બુ. ૧, સં. ૧૪૮૧-૮૬-૮૮–૧૫૦૩-૦૭-૦૯–૧૦–૧૧–૧૩૧૬-૧૭ બુ. ૨.
સુલતાન અહમ્મદશાહે સં. ૧૫૦૯ માઘ સુદી ૧ દિને આ આચાર્યના પગની પૂજા કરી હતી. કહેવાય છે કે રત્નસિંહરિ ૧૬ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરતા હતા, તે સમયે અહમ્મદ બાદશાહે અહમ્મદનગર વસાવ્યું, તેને પત્થરને દુર્ગ બંધાવ્યું, તે દુર્ગમાં ૬૪ કાષ્ટક (કઠા) કર્યા હતા. તેમાં ૬૪ જોગણીને નિવેશ થયો. રાત્રે સુરત્રાણ પલંગ પરથી ભૂમિ પર પડત. આથી સુલતાનના વચનથી બધા જૈન દર્શનીઓને દેશ બહાર કર્યા, અહિં રાજનગર–અમદાવાદમાં શેઠ શ્રીમાલી ભાઈઓ વ્યવહારી રત્ના ફતા નામના રત્નસિંહસૂરિના ભક્ત રહેતા હતા. તે સમયે સુરત્રાણે સર્વ અન્ય દાર્શની કેને બોલાવી પુછયું કે યોગિનીને ઉપદ્રવ નિવારનાર કોઈ છે ?