________________
૭૬
ક
જૈન સ્તોત્રો [ ૨૩ ઉદય
૨૩ ઉદયધર્મ આ મહાત્મા બૃહતતપાગચ્છીયા ૧૬ રત્નાકરસૂરિની પરપરામાં સમુદ્રકારિ અભયસિંહસૂરિ ૧૭–જયતિલકસૂરિ ૧૮
૧૧૬ આ આચાર્ય નામ પ્રમાણે ગુણવાળા હતા અને એમના નામથી તપગણુ રત્નાકરગચ્છથી ખ્યાતિ પામ્ય, સ્તંભતીર્થવાસી વ્યવહારી શાહ શાણરાજે ગિરનાર પર વિમળનાથ પ્રાસાદ બંધાવ્યો તેમાં આપેલી પ્રશસ્તિમાં જણાવ્યું છે કે–તેમની પાસેથી ધર્મપ્રાપ્તિ કરી પૃથ્વીધરે (પેથડે) ૯૨ વિહાર બંધાવ્યા, તથા સિદ્ધાચલ પર હેમકળશવાળું ઋષભનાથ મંદિર બંધાવ્યું. ગિરનાર પર હેમમય ધ્વજા ચઢાવી. સમરશાહે કરાવેલી શત્રુંજયના મૂલનાયક ઋષભદેવની પ્રતિમાની આ આચાર્ય સં. ૧૩૭૧માં પ્રતિષ્ઠા કરી હતી. એમના પછી રત્નપ્રભ-મુનિશખર-ધર્મદેવસૂરિ-જ્ઞાનચંદ્ર આચાર્યો થ.
૧૧૭ ગિરનાર પ્રશસ્તિના આધારે ઉપરોકત જ્ઞાનચંદ્રસૂરિની પાટે આ આચાર્ય આવ્યા હતા. પરંતુ પટ્ટાવલીઓના કથન પ્રમાણે ધર્મ દેવસૂરિની પાટે આ આચાર્યું છે. એમણે મહાવીર તપ કર્યું હતું. કહ્યું છે કે
अभूचरमतीर्थकृतः समस्तमास्वत्तपाः। ततस्तपमहोदयस्त्वभयसिंहसरिर्गुरुः ॥
આચાર્યપદ લીધા પછી છએ વિકૃતિઓને તેઓએ ત્યજી હતી, વળી પચપચાશ આચાર્લી (આંબિલ) તપ નિરંતર ત્રીજે વારે કરતા હતા અને દુઃસાધ્ય એવું અંગવિદ્યાનું પુસ્તક અર્થ સહિત સારી રીતે વાંચ્યું હતું. પટ્ટાવલીઓમાં કઈ સ્થળેથી ઉધૃત કડીઓ નીચે મુજબ દૃષ્ટિગોચર થાય છે–
આબૂ તારણ ગઢ ગિરિહિં, છઠ્ઠ કિયા ઈગવીસ, વિમળાચલિ સિત્તરિ કિયા, રેવઈ ગિરિ અડવાસ. ૧