________________
સૂરિ ]
પ્રસ્તાવના
cપ
અમદાવાદમાં પદસ્થાપના સં. ૧૫૮૨ પાટણમાં સ્વર્ગવાસ થયો. એમના પ્રતિજ્ઞા લેખ સં. ૧૫૫૭ બુ. ૧, સં. ૧૫૫૮-૬૦૬૩–-૬૫-૬૮-૭૬ ના. ૧, સં. ૧૫૫૯-૬૨ ના. ૨. એમણે સં. ૧૫૮૨ માં શલાકાચાર્ય કૃત સવિસ્તર વૃત્તિને દુર્વિગાહ સમજી સભ્યના અનુગ્રહથી વ્યાખ્યાતાઓ માટે સુખાવહ એવી આચારંગ, સૂત્ર પર દીપિકા રચી. (પી. ૪, ૭૩ પ્ર. ધ. બાબુ)
૨. સાગરચંદ્રસૂરિ–એમના શિષ્ય રત્નકીર્તિ-સમયભક્તના શિષ્ય પુણ્યનંદિએ સં. ૧પ૮રમાં રૂપકમાળા રચી.
એમના પ્રતિષ્ઠાલેખાંક સં. ૧૫૩૬. જિન વિ. ૨,૪૧૬.
ઉદેપુરસ્થ શાંતિનાથ જિનસ્તોત્ર કરી ૨૧, પાર્શ્વનાથ ગીત, વિધિ ચૈત્રી પૂર્ણિમાગર્ભિત શત્રુંજય તીર્થ સ્તવન, પંચમીસ્તવરૂપક વર્ધમાન જિનર્તોત્ર સ. ૧૬૯૮ માં સમીયાણા નગરે, સ્થૂલિભદ્ર સઝાય બે (૧૪–૧૭ કડીની) જીવ અને કરણને સંવાદ. પંચમી સ્તોત્ર કડી ૯, ચંદ્રોપમાગર્ભિત પાર્શ્વનાથ સ્તવ ૧૩ કડી, સીમંધરસ્વામી વિનતીસ્તોત્ર સં. ૧૬૯૮ શિવાણુમાં, અધ્યાત્મ પચ્ચીશી વગેરેના રચયિતા જિનસમુદ્ર પણ જિનચંદ્રસૂરિના શિષ્ય છે, પરંતુ તે ખરતરગછની ચોથી વેગડશાખાના હોવાથી એમનાથી ભિન્ન છે.
રર રત્નકીર્તિ. અહીં પૃ. ૪૦ ઉપર મુદ્રિત શ્રી પાર્શ્વજિનસ્તોત્રના અંતે– सिरिमुणिसमुहसुहगुरुसीसेणं रयणकित्तिणा रइयं । भवियाण मंगलकरं संथवणं पासनाहस्स ॥
આ પ્રમાણેને ઉલ્લેખ છે, પરંતુ બારીક તપાસ કરવા છતાં મુનિસમુદ્ર શબ્દ નજરે પડતે નહિ હોવાથી, અનુમાન થઈ શકે છે કે ઉપરોકત જિનસમુદ્રસૂરિના શિષ્ય સાગરચંદ્રનું ટુંકું પર્યાય વાચી નામ સમુદ્ર શબ્દથી દર્શાવવામાં આવ્યું હોય. એમના અંગે બીજી કાંઈ પણ હકીકત ઉપલબ્ધ નહિ થવાથી તેમજ અન્ય કઈ કૃતિ પણ દષ્ટિગોચર નહિ થવાથી તેમના નામે લેખ સિવાય બીજું કાંઈ વર્ણન આપી શકાયું નથી.