________________
કર્યો હોય છે, એટલે કે–તેઓએ પ્રાપ્ત થએલી પૌગલિક સામગ્રીને ત્યાગ કર્યો હોય છે અને નવી મેળવવાની ઈચ્છા છેડેલી હોય છે, આથી તેઓ તે કેવળ ચારિત્રપાલન અને વિદ્યાધ્યયનમાંજ મલ રહે છે. અને આથી જ તેઓમાંના મહેટે ભાગે પ્રભાવસંપન્ન જ્ઞાની બન્યા છે અને બને છે બાલદીક્ષામાં તે જરૂર એક યા બીજી રીતે પૂર્વભવના સંસ્કારજ હેતુરૂપ હોય છે. પ્રાચીન સ્તુતિ કાવ્યોન શેખ મહને બાળપણથી જ છે. આઠ વર્ષની ઉંમરે અમદાવાદમાં હું શ્રી સંભવનાથજીના જિનમંદિરે દર્શનાર્થે ગએલે. એક બહેન મધુર સરેદે અતિ પ્રસિદ્ધ શ્રી ભક્તામર સ્તોત્ર બેલી રહ્યાં હતાં. અને ત્યારથી હું એ સ્તોત્ર સાંભળવાનું અને પછી બોલવાનો વ્યસની બન્યો છું. હાનપણથી હું એવાં તે જાહેરમાં મૂકવાનાં સ્વપ્નાં સેવો આવ્યો છું અને આ પુસ્તક એનાજ ફલ સ્વરૂપ છે. એટલે પૂર્વભવના સંસ્કારો અને આ જીવનનું પવિત્ર વાતાવરણ મનુષ્યના અન્તરમાં અજબ અસર ઉત્પન્ન કરે છે, એ નિસન્ટેહ સત્ય છે. હું વિ. સં. ૧૯૮૮ ના ભાદરવા વદ ૩ ( તા. ૧૭–૯–૩૨ ) ને દિને વઢવાણ ગએલ. ત્યાં પૂજ્યપાદ બાલબ્રહ્મચારી, પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પંન્યાસ પ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરના પરમ વિનય બાલદીક્ષિત મુનિરાજ શ્રી મનકવિજયજી મહારાજ ભયંકર માંદગીના બીછાને હતા, છતાં પણ એ બધી વેદદનાઓ વચ્ચે એ પુણ્યપુરૂષના મુખમાંથી અરેકારને બદલે “ શરણું
હું શ્રી વીરનું ” એજ ઉચ્ચારે નીકળ્યા કરતા હતા, એ શું બાલસંસ્કારનો જેવો તેવો પ્રભાવ છે? ખરેખર, જેનદર્શનના સમૃદ્ધ સાહિત્યને સુયશ તે બાલદીક્ષિતને જ ફાળે જાય છે.
હવે આ સંગ્રહથાં અપાએલ વસ્તુ વિષે શેડો ખુલાસે કરી લઉં, આ સંગ્રહમાં શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર વિગેરે જે દુર્લભ યંત્ર સાથે આપવામાં આવેલ છે, તે યંત્રોમાં ટીકા કરતાં કેાઈક સ્થળે ફરક