________________
છે
:
ઓલવી તો શું શકે ? વળી નાથ ! તું ખરો દીવડો, કે ન તો તારામાંથી રાગ-દ્વેષ રૂપ ધૂમાડો નીકળે, અરે ! ઓ અલબેલા દીવડા ! નથી તો તારી આત્મશક્તિ મેળવવા માટે તારે પરની સહાય જેવી કોઈ વાટની જરૂર છે, નથી તો ઓ દીવડા ! તને પ્રગટાવવા કોઈના ઉપદેશ રૂપ તેલ ભરવાની જરૂર - કારણ. ‘તું પોતે જ “સ્વયં બુદ્ધ” છે'. તે છતાંય ઓ દીવડા ! તું ત્રણે ય જગતને એક સાથે તારા ઉપદેશમાં પ્રકાશે. ખરેખર દેવ! તું તો “દીવો દુનિયાનો” જગત પ્રકાશી અનુપમ દીવો.
• ગાથા-૧૦ ઓ મહાવ્રતધારી મુનિઓના માલિક ! ઓ દેવ મારે તો તને સૂરજની સાથે શી રીતે સરખાવવો ? પેલો સૂરજ તો રોજ રોજ ઊગે. રોજ રોજ આથમે. પણ તું તો તારા જ્ઞાનથી સદાય ગગનમાં ઊગતો અને ચમકતો ક્યારે ય અસ્ત થવાની કે આથમવાની વાત જ નહીં. ઓ સૂરજ !
તે દિવો તો ઘીમે ઘીમે દુનિયાના થોડા થોડા ભાગને પ્રકાશે અને મારા દેવાધિદેવ તું તો ત્રણે ય જગતને એક જ સાથે પ્રકાશિત કરે. પ્રભુ ! સૂર્ય તો તારા મહિમા પાસે કંઈ વિસાતમાં નથી.
૯ ગાથા-૧૮ પ્રભુ ! પેલા ગગનચોકનો સૂરજ તો તારા મહિમા પાસે હારી ગયો, તો લાવ તને ચંદ્રના બિંબની સાથે સરખાવી જોઉં. લ્યો... પણ આ ચંદ્રના બિંબમાં શો ભલીવાર છે? એ ય ક્યારેક ઊગે અને ક્યારેક આથમે. ત્યારે તું તો પ્રભુ ! નિત્ય ઉદયવાળો. રાત્રે તને જપે તેવા ભક્તોને તું તારે અને દિવસે તારી પૂજા કરે તેવાને પણ તું તારે. પેલા ચાંદલિયો તો રાત્રિનું જ અંધારું હરે. પણ તે તો કંઈક ભવ્યાત્માના અનાદિકાળના મોહ અંધારાને ક્ષણવારમાં ઉલેચી નાંખ્યું. પેલો ચાંદો ? રાહુ તેની આગળ આવ્યો કે બસ તેના મોતિયા મરી ગયો. પ્રભુ ! તું તો એવો મજાનો ચંદ્રમા કે “કુતર્ક' રૂપી રાહુને જ ગળી જાય. પેલા ચાંદાના મુખ પર તો કાળું ધબ જેવું હરણિયું દેખાય અને... તારા મુખ પર તો જરા ડાઘાડુથી વગરની ઝળહળતી સૌમ્ય પ્રભા પથરાયેલી હોય. પેલો ચાંદો તો ઝાંખો પ્રકાશે.. આ દુનિયાના એક છેડે ઊગે તો બીજા છેડે આથમે... ત્યારે તું તો મારો પ્રભુ એવો કે ત્રણે લોકમાં સ્પષ્ટ પ્રકાશનું ચાદરણું એક જ સાથે પાથરે.
૦ ગાથા-૧૯ હે નાથ ! આ બધી રાતલડીઓમાં શું ચંદ્રમાની જરૂર છે ? આ ચમકતા દહાડામાં સૂર્યની શી જરૂર છે? અરે ! અંધારું દૂર કરવા ચાંદ અને સૂરજની જરૂર છે ? ના...ના...ના... એ બિચારા સૂરજને... ચાંદને શું ખબર કે અજ્ઞાનનું ઘોર અંધારું હે દેવ ! તારા મુખચંદ્રએ ક્ષણવારમાં દળી નાંખ્યું છે. હવે તો આ દુનિયામાંથી ચાંદ અને સૂરજને વિદાય... જુઓને... પેલા કાળા ભમ્મર વાદળો પાણીના ભારથી ઝૂકી રહ્યાં છે અને વરસું વરસું કરી રહ્યા છે. પેલાં શાલી ડાંગરના ભર્યા ભાદર્યા અને ભરેલા ડુંડલાથી ડોલતા ખેતરને એ વાદળની કેટલી ગરજ ? - પાકી.. પાકી ગયા છે. હવે ઓ મેઘલા ! તું વરસે તો ય ભલે અને ન વરસે તો ય ભલે. પ્રભુ ! અજ્ઞાનનો અંધકાર તો તે ઉલેચી નાંખ્યો છે. ઓ ચાંદ ! ઓ સૂરજ ! હવે તમે ઊગો તો ય ભલા ! આથમો તો ય ભલા. હો તો ય રળિયામણા. ન હો તો ય રળિયામણા.
૦ ગાથા-૨૦ ઓ જ્ઞાનસિ! તારામાં રહેલું કેવલજ્ઞાન કેવું શોભે છે? તું વીતરાગ હોવાથી “તું કોઈનો નહિ અને કોઈ તારું નહિ” વીતષ હોવાથી તારે કોઈ શત્રુ નહિ અને કોઈને તારે વશમાં રાખવા નહિ વાહ ! પછી તું જગત જેવું છે તેવું જ કહી શકે ને ? અને તેથી જ આ વીતરાગતા અને વિશ્લેષિતાથી શોભતું જ્ઞાન ખરેખર તારા પર અપાર બહુમાન પેદા કરે છે. પેલા દુનિયાને પેદા કરનાર અને દુનિયાનો નાશ કરનાર હરિકૃષ્ણ,-હરમહાદેવમાં જ્ઞાનની કોઈ મહેંક ઊઠતી નથી. એક તો જ્ઞાને ય એમનામાં પુરું નહિ, અને અધુરું જ્ઞાન એ પણ રાગદ્વેષના કચરાથી મેલું ઘેલું. પ્રભુ ! કેવલજ્ઞાન રૂ૫ રાજા તો વીતરાગિતા અને વીતષિતાના સિંહાસન વગર શોભે જ નહિ. જોઈ લો ને પેલો ઝળહળતો પ્રકાશ !
મોઘેરા રત્નો અને હીરા જેવા પાણીદાર લાગે છે તેવા કંઈ કાચના ટૂકડાં થોડાં જ લાગે ? કાચનો ટૂકડો ઝગમગે તો ભલે ઘણો.... પણ ખરેખરું પાણી નો નહીં જ ને?
• ગાથા-૨૧ ઓ મારા દેવાધિદેવ ! હું પહેલા કૃષ્ણનો ઉપાસક બન્યો તે બહુ સારું થયું. અરે ! મહાદેવનો-ભોળાશંભુનો પાકો ભગત બન્યો તે સારું થયું. અરે.. આવા આવા કંઈક કંઈક દેવોની સેવા કરીને બધાને જોઈ જોઈ ભટકતો ભટકતો આખરે તારી પાસે આવ્યો તે યે ઘણું સારું થયું.
સૌથી પહેલા નંબરના ઓ દેવ ! સૌથી છેલ્લા તને જોયા તે ખરેખર સારું જ થયું, તને નિરખવાથી અને પરખવાથી હવે તો હું એવો રાજી રાજી થઈ ગયો છું કે ભૂલે ચૂકે ય હવે પેલા દેવોને જોવાના ઓરતા ન થાય. કદાચ તને જો પહેલાં નીરખ્યો હોત તો ક્યાંય ભટકવાનો વિચાર આવત. પણ ઓ વીતરાગ દેવ! તેં આ હૈયા શું કામણ કરી નાખ્યું છે કે હવે આ ભવની વાત તો શું પણ મોક્ષે ન પહોંચે ત્યાં સુધીના કોઈપણ ભવમાં તારા સિવાય બીજો કોઈ દેવ મારું મન ખેંચી શકે તો ચેલેંજ છે... ચેલેંજ છે. પ્રભુ! હવે તો મને ભવાંતરમાં કે સ્વપ્નાંતરમાં પણ કોઈ ન મોહી શકે; તારા વગર !
૦ ગાથા-૨૨ ઓ ઈક્વાકુ કુલતિલક ! ઓ પ્રભુ આદિદેવ ! છોકરાઓ કંઈ જન્મે છે; પાર વિનાની આ દુનિયાની સ્ત્રીઓ કેટલાય છોકરાઓને જન્મ આપે છે... પણ ઓ મારા પ્રભુ ! કમાલ તો તારી માતા મરુદેવીની જ. જેણે આ યુગમાં ધર્મ તીર્થનું પ્રથમ પ્રવર્તન કરનાર તારા જેવા કુલદીપક પુત્રને જન્મ આપ્યો... પણ... એવા પુત્રને જન્મ આપનાર રત્નકુક્ષી બધી માતાઓ થોડી બને છે? જુઓ.. પેલી ઉત્તર દિશા.. દક્ષિણ દિશા અને પેલી પશ્ચિમ દિશાને પણ જોઈ લ્યો.
રાત પડવાની સાથે ટમટમતા નાના કોડિયા જેવા તારાઓ ધડાધડ દેખા દે છે-ધડાધડ પ્રગટ કરે છે.
આકાશની આખી ચાદરને ફૂલ ગૂંથણીથી ગૂંથી લે છે પણ... આવી સૃષ્ટિનો ઝળહળતો દીવો કોણ પ્રગટ કરે ? સૂરાયમાન કિરણાથી ચમકેલા સૂર્યને. એ દિવસના દીવાને કોણ જન્મ આપે ?
કહેવું જ પડશે...પૂર્વ દિશા જ.
શ્રી સ્તોત્ર સંવેદન દર્શન ૩૧૫
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.ainelibrary.org