________________
લેતાં પેદા થાય પેલો કામદેવ-અનંગ-અને પ્રભુ !
કામદેવની કાપાકાપીથી કંટાળેલો તારા શરણે આવ્યો ત્યારે ખબર પડી કે તું જ કામદેવનો કટ્ટર શત્રુ છે. તેથી જ તેમણે કહ્યું કે “અનંગકેતુ”.
ઓ મારા પ્રભુ ! તારો “મનોયોગ' અનુત્તરમાં રહેલા દેવોના સંશયનેય નિવારે... તારો ‘વચનયોગ' ભવ્ય જીવોમાં બોધિબીજ રોપે. અને ઉપદેશામૃતના પાન કરાવી મોશે પહોંચાડે... તારો “કાયયોગ' ભયંકરમાં ભયંકર ઈતિ અને ઉપદ્રવને શાંત કરે, તેથી યોગીઓએ ભેગા મળીને મને
દર મુનિજ સાર્થવાહ ,
તીર્થન
કરીને પોકારે છે શાસન પ્રવર્તાવનાર
મુનિઓ તને જ
કહ્યું.
બસ, તો પ્રભુ તારી માતા મરૂદેવી પણ પૂર્વદિશા જેવી છતાંય અપૂર્વ માતા. ધન્ય પ્રભુ તારી જનનીને.
૦ ગાથા-૨૩ ઓ શ્રમણ સંઘના સાર્થવાહ ! સમજદાર મુનિઓ સમજી ગયા છે તેથી તને શાસન પ્રવર્તાવનાર તીર્થનાયકને જ પરમ પુરુષ કરીને પોકારે છે.
એ મુનિઓ તને જ કેવલજ્ઞાનના ઝળહળતા પ્રકાશથી “આદિત્ય વર્ણ” કહીને કરગરે છે.
તત્ત્વનું મંથન કરીને મોટાં થયેલા એ મુનિઓ જ તને જ વીતરાગને “અમલ' કહીને અધિકેરા સમજે છે.
એ મુનિમહાત્માઓ તુજ મોહરહિત આત્માને ‘તમસઃ પરસ્તાત’ કહીને પ્રાર્થી રહ્યા છે. અને પ્રભુ ! મારો તો નિર્ણય છે - મુદ્રાલેખ જ છે કે તેને સારી રીતે પામીને જ મૃત્યુ પર વિજય વાવટો ફરકાવી શકાય છે. અને તેથી જ કહું છું કે મોક્ષનો મંગલકારી પંથ તારી પ્રાપ્તિ સિવાય કોઈ નથી.
બીજા બધા રસ્તાઓ એ ચાલવાના રસ્તા તો દેખાય છે, પણ મંઝીલે પહોંચાડનારો “મંગલપથ' તો પ્રભુ તું જ છે... તું જ છે.
• ગાથા-૨૪ ઓ મારા પ્રભુ! હું તો તને એક જ કહેવાનો કે તું મારો પ્રભુ અને હું તારો દાસ.
પણ જો, આ જગતના નિરાગ્રહી સંતો, પ્રવર પંડિતો તને કેવી કેવી રીતે બિરદાવે છે ! પ્રભુ અનંતકાળ સુધી તારી આત્મશક્તિને જરાય ઘસારો નથી પહોંચવાનો, તે જોઈ તને “અવ્યય” કહે છે.તારું જ્ઞાન જગતના તમામ પદાર્થમાં ફેલાયેલું છે માટે તને વિભુ” કહે છે. જ્યારે જ્યારે બુદ્ધિથી તારું ચિંતન કરવા પંડિતો બેસે છે ત્યારે સરવાળે સમજ પડે છે કે આ મારા પ્રભુને જેટલા સમજ્યા છે તેનાથી વધુ સમજવાનું પ્રભુ તારામાં બાકી રહ્યું છે. તેથી તુજને “અચિંત્ય' કહીને પોતે ચિંતા મુક્ત થાય છે. હે પ્રભુ! તારા ગુણને ગણતાં ગણિત ગભરાઈ ગયું છે, તેથી ગણત્રીના શોધકો તને “અસંખ્ય’ કહી અટકી ગયા છે.
ઓ પ્રભુ ! તે ધર્મતીર્થન આદિ કરી. યુગની આદિમાં પહેલાં ધર્મનાદ ગજાવ્યો તેથી આપને ઈતિહાસવિદોએ ‘આધ” કહ્યા છે.
ઓ વહાલા પ્રભુ ! વિચારકોને લાગ્યું કે તું આનંદના મહાસાગરમાં નિરંતર મહાવૃદ્ધિ પામી રહ્યો છે તેથી તેમણે તને “બ્રહ્મા” કહ્યો. પ્રભુ ! તારા અપરંપાર વૈભવને.. વાણીના અતિશયોને.. સમોવસરણની રચનાને.. પ્રાતિહાર્યોની શોભાને સેવાને અને ઈન્દ્રોની પૂજાને જોઈને સંપત્તિનો સરવાળો કરનારાઓએ તને “ઈશ્વર” કહીને સંબોધ્યો.
તારે ત્યાં તો જીવો ય અનંત... કર્મોય અનંત એક જીવના ભવ પણ અનંત.. મોક્ષમાં ગયા બાદ રહેવાનો કાળ પણ અનંત,
એટલે જ તને આ અનંતની હારમાળાના પ્રકાશક સમજીને જ તત્ત્વજ્ઞાનીઓએ તુજને “અનંત” કહ્યો.
ઓ મારા પ્રભુ! સંસાર ચલાવે તે કષાય.
કષાયને પેદા કરે તે વિષય-પાંચ ઈન્દ્રિયોના સુખભોગ. આ પાંચેય ઈન્દ્રિયમાં લુચ્ચામાં લુચ્ચી સ્પર્શેન્દ્રિય-ચામડી. તેના સુખ
ઓ માનતુંગ ! આ તારો ભગવાન યોગીઓનો ય ઈશ્વર છે. ‘યોગીશ્વર' છે. હે પ્રભુ! તારી લીલા અપાર... તને મન છતાં ય તું મનથી હરખાય નહિ. તને વચન છતાંય તારા વચનમાં ક્રોધ નહીં કોઈ કષાય નહીં.
તારે કાયા ખરી પણ તને તારી કાયાની કોઈ માયા નહીં તેથી પ્રભુ !
તારા યોગો તો હોવા છતાંય નહીં હોવા જેવા, એટલે જાણે તું યોગોનો નાશ કરીને અયોગી બની બેઠેલો તેથી યોગ જિજ્ઞાસુઓએ કહ્યું તું તો પ્રભુ “વિદિતયોગ” ઓ મારા પ્રભુ !
તું સમવસરણમાં દેશના વહાવે છે ત્યારે એક હોવા છતાંય ચાર લાગે. એક હોવા છતાંય અનેક કહેવાય તેથી પણ ઓ મારા પ્રભુ ! તને અનેક આત્માઓ “અનેક' તરીકે ઓળખે છે.
પ્રભુ !
તારા જેવા અન્યને જગતમાં કોઈ પંડિતો પારખી ન શક્યા. તેથી એક તારી આગળ કહેવા માંડયા એક તું... એક તું... એક તું તેથી તું ‘એક’ ઓ મારા દેવ!
તું જ્ઞાનનો દરિયો... તું જ જ્ઞાન સ્વરૂપ. જે જ્ઞાન એ તું જ, જે તું એ જ જ્ઞાન. તેથી જ્ઞાનીઓએ કહ્યું આ તો “જ્ઞાન સ્વરૂપ” છે. ઓ મારા ભગવાન !
દૂષણો શોધી કાઢનારા, હૃદયથી દુર્યોધન બનેલાઓએ તારા પર ખૂબ નજર ફેરવી પણ. કોઈ દૂષણ કોઈ છિદ્ર મળ્યું નહીં. એટલે આખરે તેમણે જાહેર કર્યું ‘૧૦૦ ટકા શુદ્ધ છે” મારા પ્રભુ તેથી કહેવાયો તું ‘અમલ’
પણ... આ બધાય તને જુદી જુદી રીતે કહેનાર... ઓળખનાર સંત તો ખરા જ ને? મારા પ્રભુને માને તે સંત જ હોય.
૦ ગાથા-૨૫ ઓ દેવોથી પૂજિત મારા ભગવાન ! મને આવીને કોઈએ પૂછયું તારા દેવ તો ઠીક પણ... ભગવાન “બુદ્ધ” કોણ? ભગવાન “શંકર” કોણ ? અરે પેલા “બ્રહ્મા’ કોણ? એને પણ કહી દે છે કે પુરુષોત્તમ કોણ? ઓ મારા પ્રભુ!
આ અજ્ઞાનીઓને મારે શું કહેવું? મેં તો ચોખ્ખું પરખાવી દીધું કે હું તો જાણે એક વીતરાગને-આદિનાથને તીર્થકરને. મેં કહ્યું કે સાંભળ!
બુદ્ધ તો એ જ કહેવાય કે જે કેવળજ્ઞાન રૂપે બુદ્ધિના બોધથી શોભતા હોય. તેથી આ મારા આદિદેવ એ જ સાચા “બુદ્ધ' છે
શંકર' પણ એ જ કહેવાય કે જે “શ એટલે સુખ અને “કર'
( ૩૧૬ શ્રી સ્તોત્ર સંવેદન દર્શનડું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org