SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ તારામાં એકમેક થઈ જઈશ પછી? આ પાપનો મોટો પર્વત રેતીની નાની ઢગલી જેવો થઈ જશે. અને ક્ષણવારમાં તારી સ્તુતિના પ્રભાવે ભાગી જશે. પલાયમાન થઈ જશે. પાપ ભાગે અને ક્ષણવારમાં ભાગે તેમાં આશ્ચર્ય શું? પેલી રાતે બિચારીએ ધીમે ધીમે કરીને કાળો ભમ્મર જેવો અંધકાર ભેગો કરી આખી દુનિયાને તેમાં ડુબાડીને કાળી ધબ કરી દીધી, પણ મેં તેને કહ્યું કે મારો સૂરજદાદો પ્રભાત થતાં જ તારો બધોય અંધકાર ક્ષણવારમાં ગાળી નાંખશે. ૯ ગાથા-૮ હે નાથ ! તારું સ્તવન ભવોભવના પાપોને દૂર કરશે, એ તો નિશ્ચિત જ હું માનું છું, અને તેથી જ હવે તારા પ્રભાવની યાચના કરું છું. તારા આ પુનિત પ્રભાવે... મારું ગીત હશે કે ગીતડું હશે, કાવ્ય હશે કે સ્તોત્ર હશે.. પણ ભલા ભદ્રિક ભક્તિસભર ભક્તોને તો તે ગમી જ જવાનું છે. પેલું હોય છે શું? માત્ર પાણીનું બિંદુ... પણ નીલમ જેવા લીલાછમ કમળના પાંદડાં પર હોય ત્યારે કેવું લાગે એ જલબિંદું? એકવાર તે સાચા મોતીને પણ પાણી પીવડાવી દે તેવું સુંદર લાગે છે એ જલબિંદું. પ્રભુ ! મારી જલબિંદુ જેવી આ ભક્તિની ઉદ્ગાર માળા સમું આ કાવ્ય પણ સૌંદર્ય નિહાળવા નિકળેલા ભક્ત માટે તો નયનનું નજરાણું જ બનશે, તેમાં શંકાને ક્યાં સ્થાન છે? ૦ ગાથા-૯ પ્રભુ ! કાવ્યના અને છંદના.... શબ્દના અને સાહિત્યના... વ્યાકરણ અને વ્યુત્પત્તિના કે દરેક દોષથી દૂર.... નિર્દોષ અને મધુર એવું સ્તવન તો બહુ મોટી વાત છે પણ... ઓ મારા પ્રભુ! તારી નાની શી વાતલડી કરવા બેસીએ ને તો એ વાતલડી પણ પ્રાણીમાત્રના પાપોને દૂર ભગાડે. પાપને પલાયન કરવામાં તો માત્ર તારી કથા જ કાફી છે. હજારો કિરણોથી ઝળહળ ઝળહળ થતો સૂરજ એ તો સારી ય સૃષ્ટિમાં હૃતિ ફેલાવે તો પણ તેની ક્યાં વાત? પેલી સૂરજની આછી-પાતળી પ્રભા એ પણ સરોવરમાં રાત્રિભર નિદ્રામાં પોઢીને બીડાઈ ગયેલા કમલના પાંખડી રૂપ પોપચાંને ક્ષણવારમાં ખોલી નાંખે છે. ૦ ગાથા-૧૦ ઓ પ્રાણીમાત્રના યોગ અને ક્ષેમને વહન કરનાર ભૂતનાથ ! ઓ સારી યે દુનિયાને દેદીપ્યમાન કરનાર અજબ ગજબના આભૂષણ! "તારા ગુણો જે ગાવે તે તારા જેવા થાવે” એમાં આશ્ચર્ય શું ? સારો સજ્જન શેઠિયો હોય તે પોતાના નોકરને મોકો આવે પોતાના જેવો માલદાર બનાવે. તું તો ત્રણ જગતનો સજ્જન શિરોમણિ શેઠ છે. તારા ગુણ ગાવાથી દુનિયા તારા જેવી વીતરાગી થવાની. અરે, હું ય આ જન્મ-જન્મના પાપના પોટલાં ફગાવીને તારા જેવો વીતરાગી માલદાર બનવાનો. - ૯ ગાથા-૧૧ હે પ્રભુ! મેં તને જોયો... અને હું તારા પર મોહ્યો.. શી તે કારીગરી કરી છે મારા નયન પર કે આંખ મટકું યે મારતી નથી. શું કામણ કર્યું છે કાળજા પર કે હવે રૂપરૂપના અંબાર પણ સામે આવે? હવે, સૃષ્ટિના અને પ્રકૃતિના પમરાટ ભર્યા સૌંદર્ય આવે, કે પેલા કામણગારાં રૂપ લઈને હાજર થતાં મિથ્યા દેવદેવીઓની હારમાળા આવે... પણ પ્રભુ ! તારાથી કામણવાળું થયેલ આ મારું કાળજું અને તારા સ્નેહથી ભીનું થયેલું ખોળીયું બીજે કયાંય જઈ શકતું નથી. બસ તું હી તું હી.. તું હી..” નિરખવામાં લાગ્યું છે. લાગે જ ને? પેલા ચંદ્રની કિરણા જેવા નિર્મળ જળથી છલકાતો ક્ષીર સમુદ્ર. તેમાં તેના મીઠાં નીર હોય. એ ક્ષીર સમુદ્રના પાણી પીતે પીતે આ ખારા ખારા ઉસ જેવા ખારા સમુદ્રનું ખારું પાણી કોણ પીવે? પ્રભુ! તારી કૃપાના નીર પાસે મને બધાં ય જળ ખારાં લાગે છે. ૦ ગાથા-૧૨ પૂરી દુનિયા ભમી આવ્યો પેલા રાજાના રાજા, દેવોના રાજા અને મુનિઓના રાજા જેવા ગણધરોને પણ જોયા પણ તારા જેવું રૂપ મેં ક્યાંય ન દીઠું. હે પ્રભુ! તારા જેવું રૂપ જોવા ન મળે, તેનો સીધો હિસાબ છે. રંગરાગને શાંત કરી નાંખે તેવા નિર્મળ પરમાણુઓ આપના નિર્મલ દેહના નિર્માણમાં વપરાઈ ગયા. હવે ક્યાં રહ્યાં બીજા એવા પરમાણુ કે જેથી આપના જેવું ભવ્ય રૂપ નિર્માણ થઈ શકે? કહેવું પડશે કે આપના જેવું જ રૂપ નિર્માણ કરવા માટે આ દુનિયાના પરમાણુઓ દેવાળીયા છે. મારા પ્રભુ ! તારા અનન્ય રૂપને અગણિત અભિનંદન. ૦ ગાથા-૧૩ વહાલા પ્રભુ ! કેવું તારું મુખડું ! દેવો તારું મુખ જોઈને લુભાયા... મનુષ્ય તારું મુખ જોઈને મલકાયા... અરે ! પ્રાણીઓપશુઓ પણ તારું મુખ જોઈને હરખાયા. કઈ ઉપમા પ્રભુ! તારા મુખને આપવી? તારા મુખ પાસે ત્રણે જગતની ઉપમા ઠંડી પડી જાય છે. હશે. આ દુનિયામાં ઘણાં ય ચંદ્રમુખો અને ઘણીય ચંદ્રમુખીઓ ! પણ. આ ચંદ્ર જ બિચારો દિવસની પાસે રાંકડો. તે રાતનો રૂપાળો રાજકુમાર દહાડે ધોળી પૂણી જેવા પલાશના પાંદડા જેવો દેખાય છે. પ્રભુ ! તારા મુખ આગળ જગત આખું ફિકકું ફસ. મોળું મસ લાગે. ૦ ગાથા-૧૪ ઓ માનવ લોકના... ઓ પાતાળ લોકના... ઓ દેવલોકના મુગટ ત્રણ લોકના ઈશ્વર ! સંપૂર્ણ મંડલથી રાજતા... ચંદ્રની કલાના કલાપ જેવા– ધોળા દૂધ જેવા તારા ગુણો આ ત્રણે ભુવનને ઓળંગી ગયા છે. તારા આ તાજા-માજા થયેલા ગુણો કયાંય નથી સમાતા. ઓ દેવ! તારા ગુણો યે ગજબ છે. ત્રણ ભુવનમાં તેને કોઈ રોકટોક નથી. તારા જેવા સ્વામીને શરણે રહેલા ગુણોને ત્રણે ય જગતમાં મનની મોજ પ્રમાણે ફરતાં કોણ રોકી શકે તેમ છે ? ૦ ગાથા-૧૫ ઓ નિર્વિકારી પ્રભુ ! પેલી દેવાંગનાઓ પોતાના હાવથી અને ભાવથી કટાક્ષથી અને હાસ્યથી લટકાથી અને મટકાથી તારા મનને જરાય ચલિત ન કરી શકી. બિચારી તે શું જાણે કે આ તો વીતરાગ' છે. પેલો કલ્પના છેડે ચડેલો કલ્પાંતકાલનો પવન નાનાં મોટાં પર્વતના શિખરોને ગબડાવીને આમ તેમ ફેકે. તેને મદ ચડયો-મારી પાસે કોઈનું ય ન ચાલે. પણ... જેવા પર્વતના નાથ મેરૂ પર્વત પાસે તે પવનો ગયા કે પોતે શાંત એની શું તાકાત કે મેરૂના શિખરને ગબડાવે ! ઓ દેવ ! હું જાણું છું કે સ્ત્રીથી ચલિત થાય તે વીતરાગ નહિ.. ને.. વીતરાગ હોય તે અંગનાના અંગે મોહાય નહિ. ૦ ગાથા-૧૬ ઓ નાથ ! તું તો ત્રણ જગતનો અનોખો દીવડો છે. પેલો સુસવાટા મારતો અને મોટાં પર્વતોનાં શિખરોને ભોંય પર સુવાડતો મોહ વાયરો હોય ને.... તે પણ જરાય આપને ચલાવી ન શકે તો (૩૧૪ શ્રી સ્તોત્ર સંવેદન દર્શન Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy