________________
સુંદર દિવસો, સિદ્ધાચલ જેવું તીર્થ અને કોઈ મહાન ગુરુભગવંતનો યોગ હોય તો આ સ્તોત્રની આરાધનાનો આનંદ અનેરો આવે. એમાંય ગુરુ પુષ્ય-રવિપુષ્ય, જેવા મહાન યોગો હોય તથા પોતાનો ચંદ્ર અનુકુલ હોય અને જન્મકુંડલીમાં પણ પંચમ સ્થાન પર તથા સૂર્ય જેવા ગ્રહો પર ગુરુ જેવા શુભ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો ભક્તામર જેવા મહાન સ્તોત્રના આરંભનો અનેરો રંગ જામે.
જ્યોતિષ વગેરેની વાત સામાન્યથી જાણે બધાંજ સમજી શકે તેવી લાગતી હોય છે. પણ તેમાંય અનુભવી ગુરુની જરૂર પડે જ છે. માટે આખરે તો “ગુરુ શરણ'ને શ્રેષ્ઠ માની તેમની આજ્ઞા પ્રમાણે જ આરાધના કરવી.
“મુહર્ત મુક્તાવલિ' જેવા ગ્રંથો - આસોથી ફાગણ માસ સુધીના માસો તેમજ વૈશાખ અને શ્રાવણ મહિનાઓ તથા ૨,૭, ૫, ૧૦, ૧૫ જેવી તિથિઓ તેમજ રોહિણી, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા, ઉત્તરાફાલ્ગની, જયેષ્ઠા, આદ્ર,સ્વાતિ, આમ કાર્તિક, માગસર, મહા, ફાગણ, વૈશાખ, શ્રાવણ અને આસો માસ બધાના મતે શ્રેષ્ઠ માસો છે અને જયેષ્ટ તથા ચૈત્ર બધાને જ મતે છોડવા યોગ્ય માસો છે.
• દરેક નક્ષત્રમાં મંત્રારંભનું ફળ આ જ રીતે આ સિવાયના અન્ય ગ્રંથોમાં દરેક નક્ષત્રમાં મંત્રારંભનું ફળ શું શું કહ્યું છે તે પણ જિજ્ઞાસુઓએ જાણી લેવું જોઈએ:૧) તરંગ એટલે અશ્વીનમાં : સુખ પણું ધનાશ્રય પણું. ૨) ભરણીમાં
: શીઘૂમરણ, ધન હાનિ. ૩) કૃતિકામાં
: રોગ, શોક. ૪) રોહિણીમાં
: ચંદ્ર જેવું ઉજ્જવળ ભાગ્ય. મૃગશીર્ષમાં
: લાભ થાય; પોતાના પરિવાર સહિત રાજાને ઈષ્ટ થાય. ૬) આદ્રમાં
: રાજ્યપીડા, અર્થહાનિ. ૭) પુનર્વસુમાં
: પ્રજાની વૃધ્ધિ થાય - કાર્ય ચિરકાળ ટકે. ૮) પુષ્યમાં
: સુખ ભોગવનાર બંને સ્ત્રીઓને પ્રિય બને. ૯) આશ્લેષા
: વિનાશ. ૧૦) મઘામાં
: અત્યંત ભાગ્યવાન, સદા ધની અને સુખી બને. ૧૧) પૂર્વા ફાલ્ગની
: વિદ્યામાં પારગામી બને. ૧૨) ઉત્તરા ફાલ્ગની : દાતાર બને (વેદ) વિદ્યાથી યુક્ત બને. ૧૩) હસ્તમાં
: વિદ્યા લાભ તથા વૃદ્ધિ. ૧૪) ચિત્રામાં
: સુંદર જ્ઞાન પ્રાપ્તિ, લોકપ્રિયતા મળે, વિદ્વાન બને. ૧૫) સ્વાતિમાં
: મૃત્યુને વશ થાય. ૧૬) વિશાખામાં
: ક્ષય પામે, વધ થાય, બંધન થાય. ૧૭) અનુરાધા
: સૂર્ય જેવો તેજસ્વી થાય, શુભ થાય, પ્રિય થાય. ૧૮) જયેષ્ઠા
: જયેષ્ટની હાની તથા ધન હાની થાય. ૧૯) મૂલ
: મહાબુદ્ધિમાન, પ્રાજ્ઞ અને પ્રચુર સંતતિવાળો બને. ૨૦) પૂર્વાષાઢા
: વિદ્યામાં પારગામી બને. ૨૧) ઉત્તરાષાઢા
: દાતાર બને (વદ) વિદ્યાથી યુક્ત બને. ૨૨) શ્રવણમાં
: હીનતા યુક્ત થાય, ધન નાશ થાય. ૨૩) ધનિષ્ઠા
: ધનાઢય બને, યુવતિ પ્રિય બને. વિદ્વાન બને. ૨૪) શતભિષા
સત્યવાદી બને, ધન ધાન્યથી પ્રચુર રહે. ૨૫) પૂર્વા ભાદ્રપદામાં : વિદ્યામાં પારગામી બને. ૨૬) ઉત્તરા ભાદ્રપદા S: દાતાર બને, (વદ) વિદ્યાથી યુક્ત બને. ૨૭) રેવતીમાં
: દીર્ધાયુ તથા ધન-ધાન્ય યુક્ત બને. આમ નક્ષત્રોના ફલનો પણ વિજ્ઞ માણસે વિચાર કરવો. આવી જ રીતે લગ્નના ફળોનો પણ ઈશારો કરવામાં આવ્યો છે.
(૩૦૨
આરાધના-દર્શન
)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org