SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુકૃપાની મહત્તા ખૂબજ છે માટે આરાધકે ગુરુનો અનુગ્રહ મેળવવા સદાય જાગૃત રહેવું જોઈએ. જેઓમાં વિનય-ભક્તિ-સેવા જેવા મહાન ગુણો હોય છે, હૃદયમાં સરલતા, મનમાં નિષ્ઠા અને આત્મામાં પવિત્રતા હોય છે, તેને ઘણી વખત સદૂગુરુઓ સામેથી બોલાવીને પણ અનુગ્રહ રૂપે સ્તોત્ર મંત્ર આપતા જ હોય છે. ખ્યાલમાં રાખવાનું હોય છે કે જગત મહાન રહસ્યોની પરંપરા છે. એકપણ પરમાણુના પુરેપુરા પર્યાયને જાણવાનું આપણામાં સામર્થ્ય નથી. પુદ્ગલના સ્થૂલ પરિણામોને સ્થૂલ રૂપે પણ જાણી શકીએ એટલી લાંબી આપણી જીંદગી નથી. અનંતશક્તિ અને અનંત રહસ્યો વચ્ચે આપણે નિરાધાર રૂપે ભટકી રહયાં છીએ. આવી પરિસ્થિતિમાં જે મહાનું શક્તિ આપણું માર્ગદર્શન કરી શકે તે જ શક્તિ ગુરુ છે. ગુરુ શબ્દ નો અર્થ પણ એજ બતાવે છે કે “ગુ' એટલે અંધકાર, “રુ” એટલે પ્રકાશ. આ અંધકારમાં પ્રકાશ પાથરે તે ગુરુ. પ્રકાશની પરમ પ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિની અનન્ય અભિલાષા ગુરુતત્ત્વનો પ્રકાશ કરે છે. માટે બાહ્ય ગુરુને મેળવીને અત્યંતર ગુરુની ઉપેક્ષા ન કરવી અને અત્યંતર ગુરુતત્ત્વની જાગૃતિ માટે બાહ્ય સદ્ગુરુની ઉપાસના જરૂરથી કરવી. સાધકોને-ચિંતકોને, આરાધકોને એ અનુભવ થતો હોય જ છે કે જ્યારે કોઈ પણ આરાધના-સાધના માટે માર્ગદર્શનની આવશ્યક્તા જાગે છે ત્યારે તેનું માર્ગદર્શન કોઈને કોઈ રૂપમાં ઉપસ્થિત થઈ જાય છે. એકલવ્ય પ્રાપ્ત કરેલી વિદ્યા સિદ્ધિ પ્રાચીનકાળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તો દક્ષિણ ભારતના પ્રખ્યાત જ્યોતિષી સી.વી. રામને જ્યોતિષમાં એક નવી જ પધ્ધતિનો આરંભ કર્યો છે એ ગુરુશક્તિના અનુસંધાનના મહાન ઉદાહરણો છે. ગુરુ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, ગુરુ અભ્યતર હોય કે બાહ્ય, પણ ગુરુ શક્તિ એટલે પ્રકાશ શક્તિ છે અને તેનું અનુસંધાન આવશ્યક છે અજ્ઞાનતિમિરાંધાનામ-જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતં યેન-તમૈ શ્રી ગુરવે નમ: II જ્ઞાનની, અંજનશલાકાથી જે નેત્રોને ખોલી નાંખે છે, દ્રષ્ટિને ઉઘાડી દે છે, તે જ ગુરુ છે. “ગુરુ” ને તમે નામથી નહીં, સર્વનામથી પણ જાણો એ જરૂરી છે. આ પ્રખ્યાત શ્લોક “યેન'થી ગુરુશક્તિનું અનુસંધાન કરે છે અને ‘તમૈ” પદથી ગુરુશક્તિમાં પોતાના સમર્પણને પહોંચાડે છે. પ્રસ્તુત ભક્તામરના આરાધકે કોઈ ભક્તામરના મહાસાધકને ગુરુ અવશ્ય બનાવવા જોઈએ. પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજા પાસેથી ઘણા આત્માઓએ વિધિવત્ ભક્તામરનો પાઠ ગ્રહણ કર્યો છે. પૂ. ગુરૂદેવને ભક્તામર પર અપાર શ્રદ્ધા 1મી ગઈ હતી. આવા શ્રદ્ધાના ધોધ સમા ગુરુ પાસેથી ભક્તામર સ્તોત્ર અંગીકાર કરવું જોઈએ. અને આખરે માનતંગ સૂરીશ્વરજી મહારાજાને તો ભક્તામર આરાધકે પરમ ગુરુપદે સ્થાપવા જોઈએ. માનતુંગ સૂરીશ્વરજી મહારાજાની અનેરી ભક્તિ આ સ્તોત્રના આરાધકને ખૂબ જ સહાયક થશે. વિશિષ્ટ ગુરુ ભગવંત પાસેથી જ સંપૂર્ણ ભક્તામર કે ભક્તામરને લગતા કોઈ શ્લોકો કે મંત્રો મેળવવા હોય તો ક્યારે ભક્તામર સ્તોત્રનો પાઠ આપવો, ક્યારે સ્તોત્ર-દીક્ષા કે શિષ્ય દીક્ષા આપવી, તે ગુરુ જ નક્કી કરી લે, પણ ભક્તામરની ટીકાઓમાં થતો ઉલ્લેખ પણ અહીં ભક્તામર સ્તોત્રની આરાધના ક્યારે શરૂ કરવી તે અંગે માર્ગદર્શન આપે છે. એક વાત આ આરાધના દર્શન લખતાં ધ્યાનમાં આવે છે કે જો ભક્તામર સ્તોત્રની રચનાના દિવસે જ ભક્તામર સ્તોત્ર ગ્રહણ કરવામાં આવે તો સુંદર થાય, પણ ભક્તામરના ઉપલબ્ધ સાહિત્યમાંથી ભક્તામરની રચના કઈ તિથિએ થઈ તે જાણવા મળતું નથી. છતાંય એવો અંદાજ મનમાં બેસે છે કે વૈશાખ સુદ-૫ વૈશાખ સુદ-૧૦ કે વૈશાખ સુદ-૧૫નો દિવસ ભક્તામરનો રચના દિવસ હોઈ શકે. વસંતતિલકા, વસંત માસનું પ્રતિનિધિત્વ કરે છે. વસંત ઋતુમાં ચૈત્ર અને વૈશાખ બે માસ ગણાય છે. ચૈત્ર માસને તો વર્ક્સમાસ ગણાય છે. અને શુક્લ પક્ષ તથા પૂર્ણતિથિનો ભક્તામરની આરાધનામાં મહાન આદર ગણવામાં આવ્યો છે. તે વૈશાખ સુદ ૧૫નો દિવસ સર્વોત્તમ ગણવો રહ્યો. સૂરિમંત્રના વિધાનકારો-સૂરિમંત્રના વિશેષ આરાધના માટે શ્રી ઋષભદેવ ભગવાનના, શ્રી ચંદ્રપ્રભ ભગવાનના તથા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક અથવા કેવલજ્ઞાન કલ્યાણકના દિવસોને આરાધનામાં સુંદર જણાવે છે. તેથી અહીં પણ દાદા ઋષભદેવ ભગવાનના જન્મ કલ્યાણકના દિવસને ગુજરાતી ફાગણ વદ ૮ ના દિવસને પરમ પવિત્ર દિવસ ગણવો જોઈએ. તથા કેવલજ્ઞાન કલ્યાણકના શુભદિવસ મહાવદ ૧૧ ને પણ પવિત્ર દિવસ ગણવો જોઈએ. તથા અક્ષય તૃતીયા વૈશાખ સુદ ત્રીજના દિવસને પણ પવિત્ર દિવસ ગણવો જોઈએ. ફાગણ વદ ૮ ના દિવસથી તો વર્ષીતપનો મહાન માંગલિક પ્રારંભ છે. આ દિવસ જ ઋષભદેવ ભગવાનના જન્મ કલ્યાણક તેમજ દીક્ષા કલ્યાણકનો દિવસ છે. આવા આરાધના-દર્શન ૩૦૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy