SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 99999ccccccccccc જિર્ણોદ્ધારના ચક્રો ગતિમાન થઈ ગયા હતા. ભરૂચ તીર્થનો તીર્થોદ્વાર એ નક્કર હકીકત બનતી જતી હતી. તો ભક્તામર મંદિરની આવશ્યકતા કેટલાય વર્ષોથી વિચારવામાં આવી રહી હતી. પૂ. ગુરુદેવની ભક્તામરની પ્રબળ ભક્તિથી ભરૂચ સંઘે પણ ભારતભરના સર્વ પ્રથમ ભક્તામર મંદિર સહિત અશ્વાવબોધ તીર્થ શકુનિકા વિહાર તીર્થના જિર્ણોદ્ધારનો નિર્ણય કર્યો. પૂ. ગુરુદેવે તો પ્રથમથી જ આ કાર્ય માટે મને આશિષ પ્રદાન કર્યા હતા. પરમ ગુરુદેવની શીળી છાયાથી જ તેઓની કૃપાથી જ ભરૂચના જિર્ણોદ્ધારનું કાર્ય શક્ય બન્યું હતું. હવે આ મંદિરમાં ભક્તામરના ચિત્રોનું કાર્ય પુરૂ કરવું પડે તેમ હતું,શ્રી અશોકભાઈએ આ કાર્ય પૂર્ણ કર્યું. ૦૦૦ આ કાર્ય પૂર્ણ થયા બાદ તો ગ્રંથ તુરત જ પ્રસિદ્ધ થઈ શકે તેમ હતો... પરંતુ ઈગ્લીશમાં સુંદર ભાષાંતર અને યંત્રોની શુદ્ધિનું કાર્ય કરવાનું હતું. શ્રી સુરેશભાઈ અજમેરાએ ગ્રંથ પ્રકાશનમાં ખૂબ જ રૂચિ બતાવી. અને આજથી લગભગ ૧૦ વર્ષ પૂર્વે આ ગ્રંથ અંગે ખૂબ જ લગનથી કાર્ય શરૂ કર્યું... શ્રી સુરેશભાઈ અજમેરાની ગ્રંથ પ્રકાશનની ખૂબ ઈચ્છા હોવા છતાં આ કાર્ય રોકાઈ ગયું... એ દરમ્યાન તો ભક્તામરના ઘણા પ્રકાશનો બહાર આવવા માંડ્યા... છેવટે હું સિકંદ્રાબાદમાં ચાતુર્માસ હતો ત્યારે "દિવાકાર પ્રકાશન” આગ્રા તરફથી રંગીન ચિત્રો વાળું સચિત્ર ભક્તામર પ્રસિદ્ધ થયું... છતાંય શ્રી ભક્તામર પ્રકાશનની વાત તો ચાલુ જ રહી... ખાસ કરીને અભિન્ન હૃદયી મુનિરાજ નંદિયશવિજયની સતત પ્રેરણાએ આ ગ્રંથના પ્રકાશન અંગે મને ઉત્સાહિત કર્યા જ કર્યો છે. આ તરફ જિર્ણોદ્ધારના કાર્યો પણ આવ્યા જ કરતા હતા... શ્રી ભરૂચ તીર્થનું કાર્ય પૂર્ણ થયું હતું, તો સોલારોડ અને શ્રી ઉવસગ્ગહરં તીર્થની પ્રતિષ્ઠાના કાર્યો પણ પૂર્ણ કરવાના હતા. શ્રી કુલ્પાકજી તીર્થના તથા શ્રી બનારસ તીર્થના કાર્યો ચાલુ જ હતા... છતાં શ્રી ઉવસગ્ગહરં તીર્થની ભવ્ય () અને અલૌકિક પ્રતિષ્ઠા બાદ મેં થોડા અવકાશનો અનુભવ કર્યો... એ જ ગાળામાં નેહજ પ્રિન્ટર્સ વાળા શ્રી જયેશભાઈને મુનિ નંદિયશવિજયજીએ પ્રેરિત કર્યા... અને મને પાછો ઉત્સાહિત કર્યો... શ્રી કુલ્પાકજી તીર્થની પ્રતિષ્ઠા પહેલાં આ ગ્રંથ પ્રસિદ્ધ કરાવવાની યોજના ઘડી... પણ કાર્ય લંબાતું જ ગયું... જયેશભાઈએ આ ગ્રંથ અને સમસ્ત શ્રી ભક્તામર સ્તોત્ર અંગે એક યશસ્વી યોજના પણ ઘડી છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનને માત્ર વ્યવસાયના અંગ તરીકે ન સમજતા પોતાની આંતરિક રૂચિને આ કાર્યમાં સતત લગાવેલ રાખી છે. તેમને તથા મુનિરાજ નંદીયવિજયજીએ પોતાની સુઝ-બુઝનો મોકળા મને આ ગ્રંથની શોભા અને ઉપયોગીતા વધારવા માટે પ્રયત્નો કર્યા છે. બંનેય જણ અંતરના આશીર્વાદના અધિકારી બનેલ છે. લગભગ પૂર્ણાહુતિના પંથ પર આ કાર્ય જઈ રહ્યું હતું ત્યારે શ્રી પ્રતાપભાઈ ટોલિયાને આ કામ અંગે જોડ્યા. શ્રી મનોરથમલજી કોઠારીએ પણ આ કાર્ય કર્યું અને છેલ્લે આ કાર્યમાં પોતાના રસથી જોડાયેલ શ્રી ડૉ. શ્રીનિવાસનજીએ અનન્ય રસ દાખવ્યો. શ્રી જીતુભાઈના ઈંગ્લીશ ભાષાંતરને સંશોધિત કરી "આરાધના દર્શન” અને "રહસ્ય દર્શન”ના ઈંગ્લીશ ભાષાંતર તથા પ્રુફ વાંચનનું કાર્ય પૂર્ણ કરી છેવટના યશસ્વી સહકારી બન્યા. આમ, આ મહાન ગ્રંથને પ્રકાશન પંથ સુધી પહોંચાડવામાં મને સતત પ્રેરણા અને સહકાર આપવામાં મારા નિશ્રાવર્તી પ્રત્યેક સાધુસાધ્વીજીનો ફાળો છે જ અને પૂજ્ય ગુરુદેવની સ્મૃતિને વિશેષ સંજીવિત રાખી ગ્રંથસ્થ કરવા માટે ભક્તામર સ્તોત્રનું હિન્દી ભાષાંતર પણ પૂજ્યશ્રીએ જે કર્યું હતું તે જ આ ગ્રંથમાં લેવામાં આવ્યું છે. આ ગ્રંથને અપૂર્વ બનાવવાની ભાવનાથી ગ્રંથમાં "આરાધના દર્શન" અને "રહસ્ય દર્શન”નું આલેખન કરવામાં આવ્યું છે. આ આલેખન કરવાની જવાબદારી હોવાથી મેં મારા સ્વભાવ પ્રમાણે અનેક ગ્રંથોનું અવગાહન પ્રારંભ કર્યું. શ્રી ભકતામર અને ભક્તામર સંબંધી સાહિત્યનું વાંચન શરૂ કર્યું. મને લાગ્યું કે મારી જિંદગી ટુંકી પડશે, પણ આ બધાં ગ્રંથોનું અને તેને લગતા પેટા વિષયોનું અવગાહન બાકી જ રહી જશે. જો, એકધાર્યો સમય મળ્યો હોત તો હજી પણ ઘણી સુંદર સામગ્રીનું સંયોજન આ ગ્રંથમાં થઈ શકત. પણ, હવે તો મારી આસપાસના ચાહકોનું અને અનુમોદકોનું ધૈર્ય ઘટવા માંડ્યું છે. આ ગ્રંથનું પણ દળ વધારી શકાય તેમ લાગતું નથી. એટલે "શ્રી ભક્તામર સર્વસ્વ” નામનો બીજો ગ્રંથ પ્રસિદ્ધ કરવો એ જરૂરી લાગ્યું છે. આ ગ્રંથમાં પણ પૃષ્ઠોની મર્યાદા નડી છે. સમયની સંકડામણ લાગવા માંડી છે. આમ, ભકતામર અંગે ઘણું ઘણું કર્યું હોવા છતાંય ઘણું ઘણું બાકી રહી જાય છે એ માટે એક જ માર્ગ છે કે હવે શ્રી ભક્તમાર સ્તોત્ર પર કોઈક ભક્તામર પ્રેમીએ પી.એચ.ડી. કરીને સંશોધનાત્મક કાર્ય કરવું જોઈએ. હજી પણ નીચે મુજબના કાર્યો કરવાના રહી જાય છે. 55 2 Jain Education International_2016_04 201004 333366 For Private & Personal Use Only 5 R3 jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy