SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ GGGGGccccccccccc માંડ્યો. હૃદયના ભાવોને વાચા આપવા માટે મહાકવિ ધનપાલની વૃષભ પંચાશિકાથી ભગવાનની સ્તુતિ કરી. એક દિવસ સાધ્વી વાચેંયમાશ્રીજીએ પૂ. ગુરુદેવને ભક્તામરથી પ્રભુને સ્તવના કરવાની વિનંતી કરી. બસ, ત્યારથી સમુહમાં ભક્તામરનો પણ યજ્ઞ શરૂ થયો. ભક્તામર ચાલુ જ રહ્યું. સમુહ પાઠ રૂપે તેની કીર્તિ પ્રસરતી રહી. પૂજ્ય ગુરુદેવનો મધુર સ્વર... આંતરિક જિનભક્તિ... શુદ્ધ ઉચ્ચારણ... આ બધાની સાથે એક દિવ્ય જિનભક્તિનું સર્જન થયું. મદ્રાસ અને બેંગલોરના ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્ય ગુરુદેવે સિકંદ્રાબાદમાં કુંથુનાથ ભગવાનની ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. બરાબર અંજન કરતી વખતે ઘંટનાદ થયો, ઘણાએ સાંભળ્યો અને જાણે જિનશાસનનો અને ભક્તામરનો ઘંટનાદ કરવાનું પૂજ્ય ગુરુદેવને સૂચન થયું. સિકંદ્રાબાદથી શિખરજીની ૧૯૧ દિવસની મહા સંઘયાત્રાનું પ્રસ્થાન થયું. ૫૦૦ વર્ષ બાદ આયોજિત આવી સંઘ યાત્રા એક સાહસ હતું. અનેક પ્રશ્ન વિરામો આ યાત્રાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધી આવ્યા જ કર્યા. પરંતુ દરેક પ્રશ્નવિરામ માટે ભક્તામર પૂર્ણવિરામ હતું. લોકોએ અનુભવ કર્યો કે ભક્તામરની સમુહ પ્રાર્થના બાદ સંઘ યાત્રાનું પ્રયાણ થતું અને કોઈ પણ વિઘ્ન ન આવતું. શહરે શહેરમાં અને જંગલે જગલમાં ભક્તામર ગુંજિત થયું. સંઘની નિર્વિઘ્ન સમાપ્તિમાં "ભક્તામર” પણ એક અનન્ય બળ હતું. પૂ. ગુરુદેવ કહેતા હતા સંઘ યાત્રાની પૂર્ણાહુતી સુધી તો ભક્તામરના પ્રભાવ અને કલ્પો વિશે કશું જ ધ્યાન આપી વાંચ્યું ન હતું. ત્યાર બાદ પૂ. ગુરુદેવે ભક્તામર વિશે જરૂર વાંચ્યું હશે. પરંતુ ભક્તામર દ્વારા જિનભક્તિની આવશ્યકતાથી પૂ. ગુરુદેવની પ્રાર્થનામાં, નિત્ય સ્તવનમાં ભક્તામર સ્થાન પામ્યું હતું. જાણે ભક્તામરના મંગલ સ્વરોને સમસ્ત ભારતમાં ગુંજવું હતું. સ્તોત્ર અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી અને શાસનસેવા સમુદ્યતા માતા પદ્માવતીને આ સ્તોત્રને ભારતના મધ્ય ભાગમાંથી ગુંજવવું હતું. બે જ વર્ષ બાદ એક મહાન સંઘયાત્રાનું આયોજન થયું. અને કલકત્તાથી સિદ્ધાચલનો છ‘રી પાલિત સંઘ નીકળ્યો. પૂર્વ દિશામાં તીર્થંકર ભગવાનની નિર્વાણ કલ્યાણક ભૂમિ અને પ્રભુ આદિનાથ ભગવાનની જન્મ કલ્યાણકભૂમિ અયોધ્યામાં પણ ભક્તામર ગુંજ્યું અને શત્રુંજયના દાદાના દરબારમાં સંઘ પૂર્ણાહુતિ વખતે પૂ. ગુરુદેવે જાણે ભક્તામરની આ ભક્તિને તેજ પ્રભુના ચરણમાં સમર્પિત કરી... આટલા ટુંકા સમયમાં તો ભારતમાં ભક્તામરની ધૂન મચી ગઈ હતી. કેટલાક ભાવિકો સેંકડો અને હજારો માઈલોથી ભક્તામરની ભાવભીની ભક્તિમાં ભીંજાઈ જવા આવતા હતા. પછી તો "લાખ+દુઃખો કી એક દવા ભક્તામર" છે તેવું સહુ સમજી ગયા. જિન ભક્તિનો મંગલ પ્રવાહ ભક્તામરમાં હાયવોલ્ટેજથી વહી રહ્યો છે તેવો સહુને ખ્યાલ આવ્યો. પાલીતાણા આરીસા ભુવનના ચાતુર્માસમાં પણ દૂર-સુદૂરથી ભાવિકો ભક્તામર શ્રવણ માટે આવ્યા જ કરતા હતા. પાલીતાણા બાદ જૈન ધર્મની રાજધાની સમા ગણાતા અમદાવાદમાં પૂ. ગુરુદેવનું ચાતુર્માસ થયું. અહીં ભક્તામરના પ્રબળ ચમત્કારો પ્રત્યક્ષ થયા. વર્ષોથી લકવાથી પીડાતા સાધ્વીજીનો રોગ સદંતર મટી ગયો. ભક્તામરની આ ભક્તિએ ભક્તામર મહાપૂજનનું સૌ પ્રથમ આયોજન શાંતિનગરમાં કર્યું. જિનભક્તિના અનુપમ ભાવથી મુખરિત આ પૂજનથી સમસ્ત અમદાવાદ નગરી મુગ્ધ થઈ ગઈ. આજે પણ સાચાદેવ સુમતિનાથ દાદાની છાયામાં ભણાવાયેલું સર્વ પ્રથમ ભક્તામર પૂજન સુવર્ણાક્ષરી ઈતિહાસ છે. આ આયોજન પૂ. ગુરૂદેવ પોતાની આરાધના પૂરતું સીમિત રાખવા માંગતા હતા. પણ પૂજનની સફળતાએ, પૂજનના પ્રભાવે અન્ય વિધિકારકોને આકર્ષ્યા. થોડી પાંડિત્યની છાંટ ભભરાવી તેમણે આ પૂજનની વિધિઓ પ્રસિદ્ધ કરી. પણ સર્વ પ્રથમ પૂજનનું આયોજન તો પૂજ્ય ગુરુદેવની જ પ્રભાવક્તાનું પરિવાહક બન્યું... પછી તો... મુંબઈ... બેંગલોર અને સિકંદ્રાબાદ અને મદ્રાસમાં આ પૂજનો અનેરા પ્રભાવ અને ભક્તિભાવથી ભણાવાયા. સંઘયાત્રા પૂર્ણાહુતી બાદના પાલીતાણાના ચાતુર્માસ દરમ્યાન જ એક સુંદર કલાકાર યુવક નજરે ચડ્યો હતો. બીજાપુરના ચાતુર્માસમાં તેના દ્વારા ભક્તામરના ચિત્રો બનાવવાનું શરૂ કરાવ્યું. ભક્તામરનો કોઈ પણ સાધક જો અર્થ સમજીને ભક્તામર બોલે તો શબ્દ ચિત્ર તેના મગજમાં આવ્યા વગર રહે જ નહીં. આ ચિત્રોને શીઘ્ર બનાવીને પ્રકાશિત કરવાની યોજના હતી. પણ યોગાનુયોગ હશે બીજાપુરના વિક્રમ સંવત ૨૦૩૩ ના ચાતુર્માસ અને ત્યારબાદના મદ્રાસના ચાતુર્માસમાં ચિત્રોનું કામ ચાલુ હોવા છતાં તે ચિત્રો માત્ર રેખાંકન સુધી સીમિત રહ્યા... વર્ષો વીતી ગયા આખરે એક વાર કાગળ (નીપાણીની બાજુમાં) ગામમાં જવાનું થયું. ધૂળમાં રહેલ રત્નો જેવા જૈન ચિત્રકાર અશોકભાઈ મળ્યા. તેમણે પાછા ભક્તામર ચિત્રોની સ્થગિત વાતને ઉત્તેજિત કરી આ તરફ શકુનિકા વિહારના (ભરૂચના) GOC Jin Education International 2010-04 9 2010_04 For Private & Personal Use Only GOOG GOOG www.jainlibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy