________________
DOGGGGGGGGGGGGGC
સંપાદન યાત્રા અર્થાત્ ભક્તામર આરાધના યાત્રા
પાદકીય
આજેય મગનબાગમાં આવેલી આઈડીયલ હાઈસ્કુલનો વર્ગ યાદ આવે છે. કેવો મધુરો શ્લોક પહેલા દિવસથી જ ભણવામાં આવ્યો. આજે પણ તે શ્લોક યાદ છે.
મો: ભોઃ વાતાઃ સંસ્કૃત માષા મુત્તમા વિ વા ટુર્વાધા વા | सुलभा सुलभा न च दुर्बोधा बालाः एवं विधिना पठिताः सम्यक् पठिता आर्यैः पूर्वम् श्रवणं पठनं गुरू- मुख-मूलम्” ॥
શ્લોકનો ભાવ આવો છે. શાળામાં જતાં બાળકોને એમના માતા-પિતા કે વડીલો પૂછી રહ્યા છે. શું ખરેખર સંસ્કૃત ભાષા શીખવી સહેલી છે કે અઘરી ? ત્યારે બાળકો જવાબ આપતાં ગાજી ઊઠે છે. "સહેલી છે... સહેલી છે... સંસ્કૃત ભાષા શીખવી જરાય અઘરી નથી. કારણ, પૂર્વકાળમાં બાળકો ગુરુજનો વડે એવી સુંદર રીતે ભણાવવામાં આવતા હતા; ભણવું કે સાંભળવું બધું જ ગુરુ મુખથી જ થતું હતું.” આવા શ્લોકો ધોરણ પાંચમાંથી ભણવા મળ્યા. સંસ્કૃત ભાષા સાથે પ્રેમ બંધાઈ ગયો. તે વખતે એસ.એસ.સી.માં સંસ્કૃત ભાષા લેવાનો નિર્ણય થયો. આજના મારા સંસ્કૃત જ્ઞાનનો પાકો પાયો ત્યારથી નંખાઈ ગયો. તે વખતના અમારા મેટ્રીકના અભ્યાસક્રમમાં (Syllabus) માં ભાવદેવસૂરિ વિરચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાંથી લીધેલી પ્રણામ મિત્ર, પર્વ મિત્ર અને નિત્ય મિત્રની કથા હતી. કથા હૃદય સ્પર્શી હતી. આજે આ કથા યાદ કરું છું. હજારોને આ જ કથા પ્રવચનમાં સમજાવી ચૂક્યો છું. મને ખૂબ જ આનંદ થતો હતો કે મહારાષ્ટ્ર સરકારે પ્રત્યેક વર્ષે જૈન સંસ્કૃત સાહિત્યમાંથી કોઈ એક પાઠને અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી જ જિજ્ઞાસા આગળ વધી. મારા પૂર્વેના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ક્યા જૈન ગદ્યપદ્યનો સમાવેશ થયો હતો તે અંગે શોધ ચલાવતા ભક્તામરનું નામ સાંભળ્યું.
આજે જે ભક્તામર પરના અપૂર્વ ગ્રંથ સંપાદનની વેળા આવી છે તે જ "ભક્તામર”નું નામ સાંભળી પ્રસન્નતા થઈ. બસ, ભક્તામરમાં કાંઈક એવું છે કે જે જનસામાન્યથી માંડીને જૈન વિશેષને કે વિશિષ્ટ જૈન સહુને એક સરખી રીતે આકર્ષિત કરે છે. ત્યારબાદ, ભક્તામર સ્તોત્ર કંઠસ્થ પણ કર્યું. પણ એટલું બધું ઝડપથી કંઠસ્થ થઈ ગયું હતું કે મને પોતાને પણ હું ક્યારે ભક્તામર શીખી ગયો તેનો ખ્યાલ ન આવ્યો. અર્થના બોધ વિનાનું ભણવામાં મને ક્યારેય મજા આવી નથી. કોઈપણ સૂત્ર ગોખવું હોય અને તેનો અર્થ સામાન્યથી પણ ધારી ન શકાય તો ગોખવું મારા માટે આજેય અશક્ય જેવું છે. અર્થના અનુસંધાન પૂર્વક જ સૂત્ર શીખવું અને શીખવવું જોઈએ; એવું મારું મંતવ્ય છે. ભક્તામરે દિલમાં સ્થાન જમાવી દીધું. દીક્ષા લીધા બાદ રોજ નવ સ્મરણ ગણવાનો અભ્યાસ રહ્યો. પ્રથમ ચાતુર્માસ ભાયખલામાં થયું હતું. મોતીશાના એ ભવ્ય મંદિરમાં ક્યારેક એકાંતમાં ભક્તામર બોલવાનો અનેરો આનંદ આવતો હતો. પૂજ્ય ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા. પણ રોજ નવ સ્મરણનો પાઠ કરતા હતા. ક્યારેક સમય ન મળ્યો હોય તો સંધ્યા સમયે હું નવસ્મરણો સંભળાવતો.
આ બધા વખત દરમ્યાન પૂ. ગુરુદેવનો ભક્તામર તરફ ઝોક એકદમ કેમ વધી ગયો તેની ચર્ચા થઈ શકી નથી. પણ મદ્રાસના વિ.સં. ૨૦૨૪ ના ચાતુર્માસ માટે વિહારનું પ્રસ્થાન થયું. ત્યારથી પૂ. ગુરુદેવ "કુંતાગ્રભિન્ન” એ ગાથાનો પાઠ રોજ કરતા હતા. મદ્રાસનું એ મહાન ચાતુર્માસ અનેક રીતે યશસ્વી અને પ્રભાવક બન્યું. ધર્મયુદ્ધ જેવા પ્રસંગોમાં પણ પૂ. ગુરુદેવની યશસ્વીતા સર્વત્ર છવાયેલી રહી. અને સમસ્ત દક્ષિણ ભારત પર પૂજ્યશ્રીની પ્રતિભા છવાઈ ગઈ. આજ ચાતુર્માસની પૂર્ણાહુતિ બાદ પૂ. ગુરુદેવની નિશ્રામાં મદ્રાસ કેશરવાડી રેડહીલ્સમાં ઉપધાન થયા. કલાકો સુધી જિનભક્તિ કરવા ટેવાયેલા પૂ. ગુરુદેવને અહીંના ઋષભદેવ ભગવાનની ભક્તિમાં ખૂબ આનંદ આવવા
UG
山田
S
Jain Education International_2010_04
2019_04
For Private & Personal Use Only
હું
www.jainelibrary.org