________________
૧.
૨.
3.
૪.
૫.
૬
૭.
શ્રી ભક્તામર સ્તોત્રની દરેક અપ્રસિદ્ધ ટીકાઓનું શુદ્ધિકરણ અને પ્રકાશન
દરેક ટીકાકારોની અભિપ્રાયોની સર્વાંગી સમીક્ષા
સેંકડોના પ્રમાણમાં આ ભક્તમારના પદ્યમાં અને સમશ્લોકી તથા વિવિધ છંદોમાં ભાષાંતર થયા છે આ દરેક ભાષાંતરનો એક સંશોધનાત્મક અભ્યાસ થવો બાકી છે
GGGGGG.GO
કો’ક હસ્તલિખિત દિગમ્બર પ્રતોમાં જ ભક્તમારના ચિત્રો મળે છે. જેમાંના (એક ભક્તામર રહસ્ય ઈન્દોરથી પ્રકાશિત પુસ્તકમાં છપાયેલા છે) આ ચિત્રોથી માંડીને સાંગલીથી સ્થાનકવાસી સાધ્વી નિલમશ્રીજીની પ્રેરણાથી પ્રસિદ્ધ થયેલ રેખાચિત્રો, દિગમ્બર શ્રી કાનજી સ્વામીના પુસ્તકમાં પ્રકાશિત ચિત્રો, તીર્થંકર માસિકમાં રજુ થયેલા પ્રતીક ચિત્રો મુનિ કુંદકુંદવિજયજી મહારાજની પ્રેરણાથી પ્રસિદ્ધ થયેલ દ્વિરંગી ચિત્રો-આગ્રા દિવાકર પ્રકાશન તરફથી દોરેલા ચિત્રો તેમજ પ્રસ્તુત ગ્રંથના ચિત્રોનું પણ વિવિધ કલાની દૃષ્ટિથી અભ્યાસ અને પૃથક્કરણ થવું જરૂરી છે
જૈન શ્વેતામ્બર ભંડારોમાંથી થોડા ઘણા મોગલશૈલીમાં બનેલા કલ્યાણમંદિર સ્તોત્રના ચિત્રો ઉપલબ્ધ થાય છે. પણ ભક્તામર સ્તોત્રને લગતા કોઈપણ ચિત્રો હજી સુધી પ્રસિદ્ધ થયા નથી અને કોઈ પણ ઠેકાણેથી પ્રાપ્ત થયા હોય તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થતો નથી. આ હકીકત પણ સંશોધન માંગે છે
શ્રી ભક્તામર સ્તોત્રને લગતા વૃદ્ધ પરંપરાના યંત્રો-મંત્રો અને તંત્રો પૂજ્ય હરીભદ્રસૂરીશ્વરજી મ.સા.એ આપેલા યંત્રો-મંત્રો અને તંત્રોનો અભ્યાસ થવો જરૂરી છે. આ તંત્રો-મંત્રો અને યંત્રોનું સાહિત્યિક દૃષ્ટિથી પૃથક્કરણ તો જરૂરી જ છે પણ સાધના અને અનુભૂતિ દ્વારા ચકાસણી થઈ મૂલ્યાંકન ન થવું જરૂરી છે. સાહિત્યની દૃષ્ટિથી સમગ્ર કાવ્ય અને તેમાં વર્ણિત, પદાર્થોનો થોડો અભ્યાસ હર્મન જેકોબીએ અને રૂદ્રદેવ ત્રિપાઠી વિગેરેએ કરેલ છે. છતાંય પ્રત્યેક વિગતોનું તલસ્પર્શી અધ્યયન થવું જરૂરી છે
શ્રી ભક્તામર સ્તોત્રની મહિમા કથાઓ જેનું સૌ પ્રથમ આલેખન પૂ.આ. ગુણાકરસૂરીશ્વરજી મ.સા.ની વૃતિમાં છે. દિગમ્બર પરંપરામાં બ્રહ્મચારી રાયમલ્લજીએ કથાઓનું આલેખન કર્યુ છે. આ બંને સંસ્કૃત લખાણો પરથી સારાભાઈ નવાબે નવસ્મરણના પુસ્તકમાં તથા પંડિત ઘીરજલાલ શાહે પોતાના "ભક્તમાર રહસ્ય"માં આ કથાઓનું આલેખન કર્યું છે અને તે પછી પણ અનેક વિદ્વાનો અને પંડિતોએ આ કથામાં કરેલા સંસ્કારો; સુધારાઓ અને વધારાઓ કર્યા છે, આનો તુલનાત્મક અભ્યાસ કથાઓના વિકાસના અધ્યયનમાં રૂચિ રાખનાર માટે ખૂબજ સુંદર વિષય બની રહે છે.
આ બધો અને આવો બધો એટલો વિશાળ વિષય છે કે હજી પણ ભક્તામર અંગે ઘણું ઘણું કરી શકાય છે. કોઈપણ વિદ્યાર્થીએ શીવ્રતાથી ભક્તામર પર ડૉકટરેઈટ કરવાની જરૂર છે.
ભક્તામર મંદિરની સ્થાપના સહુ પ્રથમ શ્રી ભરૂચ તીર્થમાં થઈ. ત્યાર બાદ શિખરજી, મધ્યપ્રદેશમાં ઘાર, પુના અને શંખેશ્વરમાં પણ ભક્તામર મંદિરના નિર્માણની વાત જાણી છે. ભક્તામર પરની અને જનજીવનની પ્રચંડ શ્રદ્ધા અને અગાધ આસ્થા પ્રેરાઈને હવે વિધિવત્ની "ભકતામર-પીઠ"ના આયોજનની આવશ્યકતા છે. ભાવિને સંમત હશે તો એ કાર્ય પણ જરૂર થશે. જ્યાં પણ આ પીઠનું નિર્માણ થશે ત્યાં ભક્તિવાદ, જ્ઞાનવાદ અને મંત્રવાદના અનુપમ રહસ્યો ઝળહળી ઉઠશે. આ માટે મારી માનસિક આ યોજના તો તૈયાર જ છે. કોઈ પણ સંનિષ્ઠ સાધુ ભગવંતો કે શ્રાવક આ કાર્ય કરશે તો મને ખૂબ ખૂબ ખુશી થશે.
આ ગ્રંથના સંશોધનાત્મક આલંબન અને સંપાદનના કાર્યમાં ઘણા ઘણા ચિત્ર-વિચિત્ર અનુભવો થયા છે. (કહેવાતા નામધારીઓ અને કાર્યકરો વિશ્વાસનો ભંગ કરે તેવા આચરણો પણ કરતા હોય છે) કોઈકે આ ગ્રંથોના કેટલાક ફોટાઓ જોવા માટે મેળવી પોતાની રીતે પ્રસિદ્ધ કરી દીધા. કોઈકે માત્ર જોવા માટેની રજા મેળવી પોતાની રીતે કેસેટોમાં આ ફોટાઓના ઉપયોગ કરી દીધો. કોઈકે આ પ્રકાશનની વાત જાણી સમાંતર આવા ગ્રંથો પ્રકાશિત કરવાના મનોરથો કર્યા. કોઈકે આ યોજના જાણી લઈ પોતાના પ્રકાશનોને નવો વળાંક આપી દીધો. છતાંય જગતમાં સજ્જનોનો તોટો નથી જ હોતો. અનેક વ્યક્તિઓએ આ ગ્રંથના નિર્માણમાં પોતાનો પરિશ્રમ વિવિધ રીતે સીંચ્યો છે. આ બધાના
GE
Jin Education International_201004
2012)
GSSS
For Private & Personal Use Only
Gee
www.jainelibrary.org