________________
જે સાધુઓને દેવોની આરાધનાના મર્મની જાણકારી નથી તેઓ જ્યાં "દેવાય નમઃ” કે “દૈત્રે નમઃ” પદ આવે છે ત્યાં પોતે વંદન કરતા હોય તેવું આચરણ કરે છે, પોતે વંદન કરી રહ્યા હોય તેવો ભાવ ધારણ કરે છે. આવો દેવોનો વિનય અવશ્ય અયોગ્ય છે. શાસનની મર્યાદાથી વિરૂદ્ધ છે. તેથી જ સાધુ ભગવંત જ્યાં "દેવ કે દેવી"ને નમ: પદનો પ્રયોગ આવે ત્યાં ઔચિત્ય પૂર્વકનો ધર્મલાભ તેવો અર્થ કરવો અને શ્રાવકોએ પણ સામયિક અને પોષધમાં ઔચિત્ય પૂર્વકની અનુમોદના એવો અર્થ કરવાનો છે.
પરંતુ દેવોની કે દેવીઓની આશાતના કોઈપણ રીતે થઈ જ ન શકે. આરાધના માટે તો સમ્યગ દ્રષ્ટિ દેવો અથવા શાસનના યોગ્ય સ્થાન પર નિયુક્ત દેવોનો વિષય માન્ય રખાયો છે. પણ આશાતના વર્જન તો મિથ્યાત્વી દેવાનું પણ કરવાનું છે. જેમ જીવ માત્ર પ્રત્યે તિરસ્કાર એ વર્જ્ય છે તેમ દેવો મિથ્યાત્વી હોય અને આપણે તેની આરાધનાની આવશ્યક્તા ન હોય તો પણ તેવા દેવોની આશાતનાનું તો વર્જન અવશ્ય કરવાનું છે.
આમ મંત્રોની સિદ્ધિ સાધુ વર્ગ કરે છે અને શાસન છે ત્યાં સુધી એ આરાધના થતી જ રહેશે.
જેમ અમારી પ્રવર્તન જેવા મહાન કાર્યો માટે કે મહાન જન્મ કલ્યાણક આદિ મહોત્સવ માટે સાધુ ભગવંતો પણ શ્રાવકોને ઔચિત્યપૂર્વક આવર્જિત કરે છે અને શ્રાવકોના શાસનના પ્રભાવક કાર્યોની સાધુ ભગવંતો દ્વારા ઉપબૃહણા થાય છે. તેમ દેવોની પણ ઔચિત્ય પૂર્વક આવર્જના અને ઉપબૃહણા સાધુ ભગવંતો કરે છે. સાધુ ભગવંતોનું આવશ્યક કર્તવ્ય છે. • ભક્તામરના કલ્પ પ્રમાણે લખાયેલા કેટલાક તંત્રો આપણે કદી પ્રયોગમાં મૂકવા યોગ્ય નથી એમ શા માટે જણાવ્યું છે?
તે તે તંત્રો વાંચવાથી ચોક્કસ ખ્યાલ આવી જાય છે કે આ તંત્રો ભલે પૂર્વના આચાર્ય ભગવંતોએ બતાવ્યા હોય તો પણ આચરવા યોગ્ય નથી. કારણ કે મારણ ઉચ્ચાટન આદિ મંત્રનો વિષય છે. પણ મારણ અને ઉચ્ચાટન માટે કોઈ મંત્ર તંત્રનો પ્રયોગ ન કરવો. તેવો પણ મંત્ર શાસ્ત્રમાં ઉલ્લેખ છે. માટે અમે પણ તંત્રોને સત્ય માનવા છતાંય તેનો પ્રયોગ યોગ્ય માનતા નથી, શાસ્ત્રોમાં દેવલોકનું વર્ણન છે તેમ નરકનું પણ વર્ણન છે. પણ શાસ્ત્રમાં વર્ણન હોવા માત્રથી નરકમાં જવા માટે આપણે ક્રિયા કરવાની જરૂર નથી. માટે અત્યંત અનિવાર્ય કારણો સિવાય શાસનના મહાન વિનાશક તત્ત્વોના સામના સિવાય આવા મંત્રોનો ઉપયોગ ન જ કરવો જોઈએ. • આ તમામ ચર્ચાનો આખરી નિષ્કર્ષ શું છે?
અમુક રીતે તો નિષ્કર્ષ આવી જ ગયો છે. છતાં એક વખત પુનઃ વિચારી લઈએ.
મંત્રની આરાધના જૈન શાસનની આરાધનાનું મહાન અંગ છે. જેમ સારા વૈદ્યથી અને યોગ્ય દવાથી રોગ દૂર થાય છે તેમ મંત્રથી પણ અનેક પ્રકારની સિદ્ધિ આપણા કર્મોના ક્ષયોપશમ અને ક્ષય દ્વારા થાય છે.
મંત્રોનું અચિન્યફળ મંત્રોના અધિષ્ઠાયક દેવો પણ આપે છે. માટે આ દેવો પણ આદરણીય અને અનુમોદનીય છે, આરાધ્ય છે. આવા દેવો અને મંત્રની આરાધના મોક્ષાર્થીએ સાપેક્ષ ભાવે કરવી જોઈએ.
જો કે મંત્રોની પરંપરા વિલુપ્ત થઈ ગઈ છે છતાંય મંત્ર પરંપરાને પુનઃ સ્થાપિત કરી શકાય છે.
અત્યારે કાળ, બળ પ્રમાણે મંત્ર સિદ્ધિના ફળો દેખાય છે. છતાંય આમ્નાયને પુષ્ટ કરવામાં આવે તો આનાથી પણ અનેક ઘણી મંત્રફળની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.
મંત્રો માત્ર ભૌતિક જ નહીં આધ્યાત્મિક ફળ પણ આપે છે અને મોક્ષ માર્ગની સાધનામાં સહાયક થાય છે.
પ્રત્યેક સાધના પહેલા નવકારમંત્રની આરાધનાનો ખ્યાલ રાખવો જ જોઈએ. નવકારમંત્ર મહામંત્ર હોવા છતાંય અન્ય મંત્રોનું પોત પોતાના વિષયમાં પ્રાધાન્યપણું છે.
ઈતિહાસકારો ગમે તે કહે છતાં જૈનોને પોતાનું મંત્ર શાસ્ત્ર છે. અને તે જાળવવું અને વૃદ્ધિગત કરવું એ જૈન સાધુ તેમજ જૈન શ્રાવકોની પણ ફરજ છે.
મંત્રોની અને તંત્રોની આરાધનામાં જ્યાં કેટલાંક પ્રયોગો કરવા ઉચિત નથી તે ન જ કરવા. પણ દરેક પ્રયોગોનું પોતાનું મહત્ત્વ છે તે સ્વીકારવું.
આજથી લગભગ ૧૭૦૦ વર્ષ પૂર્વે માનતુંગસૂરીશ્વરજી મ.સા. દ્વારા વિરચિત ભક્તામર મહાસ્તોત્ર મહા પ્રભાવિક છે ! અનેક ગુઢ રહસ્યો તેના પદ પદે અંકિત થયા છે. આ બધાનો પાર પામી ધન્ય બનવું.
આપણો માનવ જન્મ આત્માથી પરમાત્મા બનવા માટે જ છે માટે મંત્ર શાસ્ત્રનો ઉપયોગ સ્વ અને પરમાંથી પરમાત્મા તત્ત્વ પ્રગટે સહુ પરમાત્મ બને "જૈન જયતિ શાસનમૂનો જય જયકાર થાય તે રીતે પ્રવર્તન કરવું.
(૧૮૮
રહસ્યદર્શન
XXXXXXXXXXXXXXX
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org