SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ તરફ લઈ જાય છે. પોતાનો ઉપદેશ માન્ય કરનાર જનતાને આત્મિક પરમાનંદની અનુભૂતિ થાય તેવા આયોજન કરે છે અત્રે દરેક આચાર્ય ભગવંતોએ પોતાની આત્મ-શક્તિ, લબ્ધિ-વિદ્યા અને મંત્રના પ્રયોગથી કરેલી ચમત્કારોની નોંધ કરવી શક્ય નથી. છતાં ય કેટલાંક ઉલ્લેખનીય કાર્યોની અને આચાર્ય મહારાજાઓની વિગતો અહીં આપવામાં આવી છે. વરાહ મિહિર નામના મહાન જ્યોતિષી વ્યંતર બનીને જૈન સંઘ પર ઉપદ્રવ કરતા હતા. તેના નિવારણ માટે શ્રી ભદ્રબાહુસૂરિજીએ શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર બનાવી સંઘની રક્ષા કરી. આર્ય વજસ્વામીજીએ શ્રી આચારાંગ સૂત્રમાંથી આકાશગામી વિદ્યા સિદ્ધ કરી હતી અને વિમાન દ્વારા પુષ્પો લાવીને બૌદ્ધ ધર્મના રાજાને પ્રભાવિત કરેલ. પૂ. આચાર્ય ભગવંત માનદેવસૂરિજી મહારાજાએ "લઘુ શાંતિ” જેવા પ્રભાવક સ્તોત્રની રચના કરીને મારી રોગનું નિવારણ કર્યું હતું. પૂ. આચાર્ય રત્નપ્રભસૂરિ મહારાજાએ એક જ મુહૂર્તમાં બે ગામમાં પ્રતિષ્ઠા કરી હતી, પૂ. આચાર્ય ભગવંત પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજા ચમત્કારિક શક્તિથી આકાશમાર્ગે જઈ રોજ પાંચ તીર્થોની યાત્રા કરતા હતા. પૂજ્ય આચાર્ય બપ્પભટ્ટસૂરિજી મહારાજાની મંત્ર શક્તિથી સરસ્વતીને વિવશ બનીને પણ ખેંચાઈ આવવું પડતું હતું. પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.સા.ના સ્તોત્રના પ્રભાવથી શિવલિંગમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઈ હતી. તેઓએ સરસવમાંથી સૈનિકો પેદા કર્યા હતા. પૂ.આ. દેવેન્દ્રસૂરિજી મહારાજ મંત્ર શક્તિ દ્વારા કાંચીવરમમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા શેરિસામાં લાવ્યાનો ઉલ્લેખ છે. • કેટલાંક લોકો એવું કહે છે કે મંત્ર સાધનાની વિધિ મંત્ર-તંત્ર-યંત્ર વિગેરે બુદ્ધ ધર્મમાંથી અને હિન્દુધર્મમાંથી જૈનોમાં આવેલુ છે. તો સત્ય શું છે? ઘણા લોકો ઘણું કહે પણ આપણે તેનો નિર્ણય બુદ્ધિથી કરવો જોઈએ. ઈતિહાસકારો પણ ઈતિહાસમાં કાંઈક અનુમાનો કરે છે અને કંઈક અનુમાન ખોટા ઠરે છે. માટે એ લોકોની ધારણા માત્રથી એમ ન જ માની લેવાય કે બધું બીજા જ ધર્મોમાંથી જૈન ધર્મમાં ઉતરી આવ્યું છે. છે તો શું આ બધા ઈતિહાસકારોના અનુમાનનો કોઈ જ આધાર નથી ? ઈતિહાસકારોની પદ્ધતિ ખૂબજ સાવધાની પૂર્વક સમજમાં લાવવા જેવી છે. અમે આવા કેટલાંય કહેવાતા ઈતિહાસોને અપ્રમાણ સિદ્ધ થતાં જોયા છે. પણ કોઈ એક પરંપરાના જ્ઞાન-ધ્યાન કે ગ્રંથોથી કોઈપણ બીજા ધર્મોની કે ધર્મ ગ્રંથોની પરંપરા પ્રભાવિત થાય જ છે. દેશકાળને લઈને થતા ફેરફારોને કોઈ જ રોકી શકતું નથી. પણ કોઈ એક કાળમાં કોઈ એક પરંપરામાં કોઈ વસ્તુ પ્રચલિત થાય તેની સામે બીજી પરંપરા પોતાની પરંપરા પ્રમાણેનો પ્રચાર અને પ્રસાર કરે જ છે અર્થાત બૌદ્ધ અને હિન્દુઓમાં ચાલતી મંત્ર પરંપરાના પ્રચૂર કાળમાં જૈન ધર્મ તરફથી પણ મંત્રોની સિદ્ધિ પ્રચૂર રીતે રજુ કરવામાં આવેલી હોય તેટલા માત્રથી રીતો, મંત્રો, પદ્ધતિઓ, જૈન પદ્ધતિ નથી તેમ ન કહેવાય. કારણ કે તે વખતના ગીતાર્થ આચાર્ય ભગવંતો જૈન શાસ્ત્રોનું મંથન કરીને જ તેમાં રહેલા સૂચનાબીજોને વિકસ્વર કરતા હોય છે. માટે જૈનોમાં મંત્ર પરંપરા નથી એ કહેવું તે જૈન શાસ્ત્રના અવગાહનનો અભાવ છે. આથી જ સિદ્ધસેનદિવાકર સૂરિજીએ કહેલ છે કે પરતંત્રમાં, પરધર્મમાં પણ જે સૂકિત સંપદા છે, સારી વાતો છે તે જિનેશ્વર ભગવાન રૂપ મહાસમુદ્રમાંથી ઉછળીને ગયેલ જલનબિંદુઓ જેવી છે. આમ જૈન ધર્મની વ્યાપકતાની દ્રષ્ટિ પર સિદ્ધસેનદિવાકર સૂરિજીએ પાથરેલો પ્રકાશ જોઈશું તો આપણને કોઈ પ્રશ્ન નહીં રહે. મંત્રના અધિષ્ઠાયકો-દેવો જ મોટેભાગે પ્રસન્ન થઈને મહાન ચમત્કારો કરતા હોય છે તો સાધુઓએ શા માટે મંત્ર આરાધના કરવી જોઈએ? મંત્ર આરાધના એટલે સમ્યગુ દ્રષ્ટિ દેવોની આરાધના એ વાત તો સિદ્ધ જ છે. આગળ સમજાવ્યું છે તે પ્રમાણે મંત્રના અધિષ્ઠાયકો દ્વારા પણ કાર્યો થાય છે. એ વાત સાચી જ છે. સાધુ ભગવંતો છકે ગુણસ્થાનકે બિરાજમાન હોય છે અને દેવો તો ચોથે ગુણસ્થાનકે બિરાજતા હોય છે. તે વાત પણ સાચી જ છે. છતાંય સુવિહિત સાધુ ભગવંતો મંત્રોની આરાધના કરે છે એ વાત આગળ જણાવવામાં આવી જ છે. દેવોની આરાધના-દેવોનો વિનય અને દેવોની આશાતનાનો ત્યાગ આ ત્રણેય વિષય સમજવા જેવા છે. દેવોના આરાધ્ય એટલે (સમ્યગ દ્રષ્ટિ કે મિથ્યાત્વ દ્રષ્ટિ) કોઈપણ દેવો પરમેષ્ઠિ છે અને પરમેષ્ઠિત્યા ઉપાસ્ય છે. તેવો અર્થ નથી તેવો અર્થ કરવાનો નથી. માત્ર તેઓના મનનું આવર્જન કરવાનું છે. તેઓએ પોતાની સાધના માટે-કર્તવ્ય માટે જાગૃત રાખવાના છે. મંત્ર સિદ્ધિ કરનારને દેવોની પરમેષ્ઠિરૂપે ઉપાસના કરવાની નથી હોતી પણ દેવો મહાન શક્તિવાળા તથા પરમ પુણ્યોદયનો ઉપભોગ કરતાં આત્મા છે. માટે તેમના પ્રત્યે પણ માનસિક અનુમોદન અને આદરભાવ રાખીને તેની આરાધના સાધુથી ખુશીથી કરી શકાય છે. જો આમ ન જ થતું હોય તો દેવલોકને પામેલ સાધુ ભગવંતોને અત્યારે કઈ રીતે માની કે પૂજી શકાય ! જેઓ દેવલોકમાં ગયેલા ગુરૂઓની અષ્ટપ્રકારી પૂજાઓ કરે અને સમ્યગૂ દ્રષ્ટિ દેવોની આરાધના કરવાની ના કહે તેઓએ પુનઃ વિચાર કરવો જરૂરી છે. Cહસ્પન્દર્શન ૨૮૭) Jain Education International 2010_0 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy