________________
પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને જ્યારે બધા જ સાતમી શતાબ્દિમાં થયેલા માને છે, ત્યારે આપ ત્રીજી શતાબ્દિના માનો છો, તેનું કારણ શું?
જે વિદ્વાનો પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને સાતમી શતાબ્દિના હોવાનું ગણાવે છે, તેઓનો મુખ્ય આધાર બાણ અને મયૂર અને પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની સમકાલીનતા છે. બાણ અને મયૂર સાતમી શતાબ્દિમાં થઈ ગયા છે. એવું પ્રમાણ વિદ્વાનોને મળે છે. માટે પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. પણ સાતમી શતાબ્દિના હોવા જોઈએ તેવું તારવણ કરવામાં આવે છે. પણ "બાણ” અને “મયૂર” સાથે પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની સમકાલીનતા માનવી એ જરૂરી નથી. પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણી જેવા અને તેના આધાર પર ચાલેલ પૂ. ગુણાકર સુ.મ.સા.ની ટીકાના ઉલ્લેખને બીજી રીતે પણ સમજી શકાય છે. આ ત્રણેય મહાકવિઓ ચમત્કારિક સ્તોત્રો સર્જવાની શક્તિ ધરાવતા હતા અને ત્રણેય મહાકવિઓએ મહાન સ્તોત્રો બનાવ્યા છે. એટલી જ વાત આ દ્રષ્ટાંતથી સમજવી જોઈએ. પણ ત્રણેયની સમકાલીનતા માનવી જરૂરી નથી એ પણ શક્યતા છે કે લઘુશાંતિના કર્તા પૂ. માનદેવ સૂ.મ. સાહેબે લઘુશાંતિ નામના પ્રભાવક સ્તોત્રની રચના કરી શાકંભહીમાં શાંતિ કરી તો તેમના જ "માન” એવા આદિ શબ્દથી શરૂ થતાં નામ વાળા શિષ્ય; માનતુંગસૂરિજીએ પણ સંસ્કૃત ભાષામાં ચમત્કારિક એવા ભક્તામર સ્તોત્રની રચના કરી હોય તે એકદમ સંગત લાગે છે.
બીજું વિદેશી વિદ્વાન બ્લેકબોઝ તો પૂ. માનતુંગસૂરિજી મ.સા.ને ત્રીજી શતાબ્દિના જ માને છે. અને હર્મન જેકોબી પણ પૂ. માનતુંગ સૂ.મ.સા.ને ત્રીજી શતાબ્દિના હોવાની શક્યતાને નકારી શકતા નથી. માત્ર એમની માંગ એટલી જ છે કે કોઈ પ્રાચીન ટીકા કે ચૂર્ણિમાં કે નિર્યુક્તિમાં ભક્તામરના શ્લોકનો ઉલ્લેખ મળી જાય તો પૂ. માનતુંગ સૂ.મ.સા.ને ત્રીજી શતાબ્દિના માની શકાય. આમ, તેઓ પણ પૂ. માનતુંગ સૂ.મ.સા.નો સમય ત્રીજી શતાબ્દિ હોય તો નકારી શકતા નથી.
પશ્ચિમાત્ય ઈતિહાસકારો અને એની છાયામાં ઉછરેલા બીજા ભારતીય ઈતિહાસકારોમાં એક ગ્રંથી બંધાઈ ગયેલી લાગે છે કે કોઈપણ ગ્રંથકારને બને એટલા પાછળના કાળના માનવા આવી ગ્રંથીથી ઘણા ગોટાળા સર્જાયા છે... માટે સંપ્રદાયની કે પરંપરાની વાતોને અવગણવી ન જોઈએ...
ઈતિહાસ તરફ દ્રષ્ટિ નાખતા લાગે છે કે પ્રાયઃ જે નામના આચાર્ય મહાન અને પ્રસિદ્ધ થાય છે તે જ સૌથી પ્રાચીન હોય છે, જેમ કે ૧૪૪૪ ગ્રંથોના રચયિતા પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના પહેલાના કોઈ આચાર્યનું નામ હરિભદ્રસૂરિ સાંભળવામાં નથી આવતું. કુમારપાળ પ્રતિબોધક પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજા પહેલાના કોઈ આચાર્ય મહારાજાનું હેમચંદ્ર નામ પ્રસિદ્ધ નથી. આમ, અત્યંત પ્રભાવિક આચાર્યનું નામ જ સૌથી પ્રાચીન હોય છે. આથી પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. જે સૌથી પ્રાચીન છે, તેઓને જ ભક્તામર જેવા પ્રભાવિક સ્તોત્રના કર્તા માનવા જોઈએ.
છતાંય તત્ત્વ તો કેવલિ ગમ્ય હોય છે માટે અમારો કશો જ અસદુ આગ્રહ નથી, પણ જે પુષ્ટ પ્રમાણોના અભાવમાં માત્ર કલ્પનાથી જ દોડવાનું હોય તો પરંપરાગત અને સંપ્રદાયમાં માન્ય સત્યને જ પ્રાથમિકતા આપવી જોઈએ. એવું અમારું મંતવ્ય છે. ઈતિહાસ લેખકોએ પણ આ અભિગમ અપનાવવા જેવો છે. આનાથી ભવિષ્યમાં ફાયદો થાય છે માટે જ્યાં સુધી કાળ નિર્ણય માટે બલિષ્ઠ હેતુ ન મળે ત્યાં સુધી પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને ત્રીજી શતાબ્દિમાં જ થયેલા માનવા, તેવો અમારો અભિગમ છે અને એ રીતે સહુ વિચારે એવો નમ્ર અનુરોધ છે. • પૂ. માનતુંગસૂરીશ્વરજી જેવા બીજા મંત્ર સિદ્ધ આચાર્ય ભગવંતોના તથા સ્તોત્રના નામો લખો.
મંત્ર-સિદ્ધિના અર્થને વ્યાપક માની લઈ અને અનેક ચમત્કારિક શક્તિની પ્રાપ્તિ અને પ્રયોગ સુધીની વાત કરીએ તો ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામી ખુદ જ મંત્ર-શક્તિના પ્રયોક્તા છે. એમના જીવનમાં પંદરસો તાપસને એક જ ખીરના ભાજનમાંથી ખીર ખવડાવવાની તથા સૂર્યના કિરણોનું આલંબન પામીને તેના પર ગતિ કરીને અષ્ટાપદ પર્વત ઉપર પહોંચવાની વાત પ્રસિદ્ધ છે. ગોશાલક ઉપર તેજલેશ્યા આવી પડી ત્યારે ભગવાન મહાવીરે પોતે જ શીતલેશ્યાથી ગોશાલકનો બચાવ કરેલ તે પરમાત્માના શાસનથી શરૂ થયેલ લબ્ધિ અને શક્તિના પ્રયોગોની સફળ સાબિતી છે. શાસનના આઠ પ્રભાવકોની ગણત્રીમાં મંત્રવિદ્યાસિદ્ધ પ્રભાવકોની ગણત્રી જિન શાસનમાં મંત્ર શાસ્ત્રનું અનિવાર્યપણું અવિભાજ્યપણું અને આદરપણું બતાવે છે.
જેઓએ આવા મંત્રો દ્વારા અને મંત્ર-શક્તિના પ્રયોગો દ્વારા અનેક સફળ ચમત્કારિક પ્રયોગો કર્યા છે. તેઓના નામો છે - આચાર્યપાદલિપ્ત આચાર્ય ખપૂટાચાર્ય યશોભદ્રાચાર્ય – આચાર્ય નાગાર્જુનાચાર્ય - આચાર્ય રોહિતાચાર્ય – આચાર્ય ભદ્રબાહુસૂરિજી – આચાર્ય સિદ્ધસેનદિવાકરસૂરિજી – આચાર્ય સ્થલભદ્રસૂરિજી – આચાર્ય વજસ્વામીજી – આચાર્ય માનદેવસૂરિજી આવા અનેક આચાર્ય ભગવંતોએ મંત્ર સિદ્ધ કર્યા છે અને શાસનની પ્રભાવના કરી છે. પણ, ખરી રીતે જોતાં તો પ્રત્યેક જૈનાચાર્ય ભગવંતો મંત્ર-સિદ્ધિ માટે અનુષ્ઠાન કરે છે અને મંત્રના આશ્ચર્યકારક ફળોથી જિન શાસનનો અને અહિંસા-સંયમ અને તપનો મહિમા વધારે છે અને પોતાના ભક્તવર્ગને ભક્તોના ક્રમાનુસાર આધિ-વ્યાધિથી મુક્ત કરી મંગળમય
રહસ્ય-દર્શન
૪૪૪૪૪૪૪૪૪૪૪YYYYYYYYYYYYYYYYYYYYYY)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org