________________
( જિજ્ઞાસા અને સમાધાન
માનતુંગસૂરીશ્વરજી ક્યાં સમયમાં થઈ ગયા?
પટ્ટાવલિ સમુચ્ચય આદિ ગ્રંથોમાં શ્રી માનતુંગસૂરીશ્વરજીને વિ.સં.ની ત્રીજી શતાબ્દિમાં થઈ ગયેલાં જણાવ્યા છે. છતાંય તેમના વિષે લખેલી કથાઓ પરથી તેમનો સમય વિ.સં.ની ૭ મી-૮ મી શતાબ્દિનો એટલે આજથી લગભગ ૧૨૦૦ થી ૧૩૦૦ વર્ષ પૂર્વનો ઈતિહાસકારો જણાવે છે. | ડૉ. હર્મન જેકોબી-શ્રી હીરાલાલ રસિકલાલ કાપડીયા, પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી ઈતિહાસવેત્તા પંડિત કલ્યાણવિજયજી મહારાજ બધાં જ તેમનો સમય વિક્રમની સાત શતાબ્દિનો માને છે. તેમ છતાંય જૈનેન્દ્ર સિદ્ધાંત કોષ જેવા દિગંબર પ્રકાશનો શ્રી માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને ૧૧ મી શતાબ્દિના જણાવેલ છે-તે આશ્ચર્ય જ નહીં-પણ ભ્રાંતિ પણ છે. અમારાં પોતાનું પરિશીલન એમ જણાવે છે કે પૂ. આચાર્ય ભગવંત માનતુંગસૂરીશ્વરજી મ.સા.ને વિક્રમની તૃતીય શતાબ્દિના માનવા અને તેઓને ભગવાન મહાવીરની ૧૯ મી પાટે થયેલ શ્રી માનદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય માનવા જોઈએ. • શું શ્રી ભક્તામર સ્તોત્રના કર્યા સિવાય અન્ય માનતુંગસૂરીશ્વરજી મ.સા.ના નામના આચાર્ય થઈ ગયાં છે?
પ્રમુખપણે ભારતીય ઈતિહાસ અને કંઈક અંશે સમસ્ત જગતના ઈતિહાસમાં દેખાય છે કે એકવાર ખૂબ જ પ્રખ્યાત થયેલ નામો તેમના પછીના કાળમાં ખૂબ જ વપરાય છે. આવી રીતે નામ રાખવાથી મહાપુરુષોની યાદ કાયમ રહે છે. તેમના પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન પ્રગટ થાય છે. જીવનમાં આદર્શની સ્થાપના થાય છે, પણ ઈતિહાસમાં ખૂબ જ ગોટાળો સર્જાતો હોય છે.
આચાર્ય ભદ્રબાહુસૂરીશ્વરજી મ.સા. નામના બે પ્રખ્યાત આચાર્ય ભગવંતો થઈ ગયા છે. ભોજ નામના અનેક રાજાઓ થઈ ગયા છે. ચંદ્રગુપ્ત નામના અનેક રાજાઓ ભારતના ઈતિહાસમાં થઈ ગયા છે. પરદેશમાં પણ ચાર્લ્સ; જ્યોર્જ વિ. નામના ઘણાં રાજાઓ થઈ ગયા છે. કોઈવાર એક જ પરંપરામાં એક નામ ઘણીવાર ચાલતું હોવાથી પાછાં તેવા પ્રસિદ્ધ પુરુષોની પાછળ આંકડાં જોડવા પડે છે. "જ્યોર્જ" -નામ ઇંગ્લેન્ડના ઈતિહાસકારોને એવું ગમી ગયું છે કે પાંચ વંશ સુધી એક જ નામ ચાલ્યું અને એક-બે-ત્રણ-ચાર-પાંચ એવા અનુક્રમો અપાયા. આમ, શ્રી માનતુંગસૂરીશ્વરજીના નામના પણ અનેક આચાર્ય ભગવંતો થઈ ગયા છે. પણ, શ્રી ભક્તામર સ્તોત્રના કર્તા પૂર્વે કોઈ માનતુંગસૂરીશ્વરજી મ.સા. થયા હોય તેવું દેખાતું નથી.
૦૦૦ શ્રી ભક્તામર સ્તોત્રના રચયિતા આચાર્ય પ્રવર માનતુંગસૂરીશ્વરજી મહારાજા છે. તેઓ મહાન શાસન પ્રભાવક શ્રી લઘુ-શાંતિ સ્તવનના રચયિતા શ્રી માનદેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મનાય છે. તેઓએ પોતાના નામની સૂચના શ્રી ભક્તામર-સ્તોત્રની અંતિમ ગાથામાં કરી છે-"તે માનતુંગ મવશા સમુપૈતિ લક્ષ્મીઃ” – • આવી રીતે પોતાની કૃતિમાં પોતાના નામની સૂચના કરવી એ શું નામની કામના નથી?
નામની કામના અને ઈતિહાસનું આલેખન બંન્નેની દ્રષ્ટિ જુદી છે. ઈતિહાસના આલેખનની દ્રષ્ટિએ ગ્રંથકારે પોતાના નામનો ઉલ્લેખ પોતાની ગુરુ-પરંપરાના ખ્યાલ સાથે અને સંવત વિ.ની સાથે રાખવો જોઈએ. પોતે ગ્રંથની રચના કરી છે તેમાં પણ કેટલાં શ્લોક છે–તેનું નિદર્શન કરવું જોઈએ. પોતે ગ્રંથની રચના કરી છે તેમાં પણ કેટલીક પરંપરાને આપણે ઉચિત ગૌરવથી નિહાળવી જોઈએ ! • શું પોતાની કૃતિમાં આવી નામોલ્લેખની પરંપરા ચાલી આવે છે?
હા, આવી નામોલ્લેખની રચના "શ્રી તત્ત્વાર્થ સૂત્રની કારિકાઓ"માં છે.–જેમાં પૂ. ઉમાસ્વાતિ મ.સા. પોતાના નામ વિ. નો ઉલ્લેખ કર્યો છે. શ્રી ઉપદેશમાળા નામના ગ્રંથમાં શ્રી ધર્મદાસગણિએ
धंतमणिदामससिगयणिहिपयपढमक्खराभिहाणेणं । उवएसमालपगरणमिणमो रइअं हिअट्ठाए ॥ गाथा नं. ५३७
ગાથામાં પોતાના નામને અક્ષરના આદિ વર્ણથી જણાવ્યું છે. કેટલાંય ગ્રંથકારો જુદી "પ્રશસ્તિ” રૂપે ગ્રંથનો અને પોતાના ઈતિહાસનો ઉલ્લેખ આપતાં હોય છે, તો કોઈક ગ્રંથકાર પ્રત્યેક ગ્રંથના અંતે પોતાનું નામ સૂચિત કરે છે. આ પરંપરા છેક અત્યારના કાળ સુધી ચાલી આવી છે. તમે સહુ પણ "ભવિ ભાવે દેરાસર આવો” –"જનારું જાય છે જીવન” –જેવા સ્તવનોમાં આખરે આ પંકિતઓ વાંચો છો-તેનાં અંતે સ્તવનકાર અમારાં પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના નામની અને તેમના ગુરુ પૂ. કમલસૂરીશ્વરજી મ.સા. અને તેમના પૂ. ગુરુ મ.સા. આત્મારામજી મ.સા.ના નામની સૂચના છે.
(RTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTYરહસ્ય-દર્શન
૨૮૫)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org