________________
આ ફરક બહુ દોઢ ડાહ્યા માણસે કર્યો હોય, તેવું લાગે છે... એ માટે જ કો'ક ઠેકાણે કારણ આપ્યું છે, તે પણ અહીં લખવા યોગ્ય નથી. આમ તો ““આમ્ર” અને ચૂત” બંનેયનો અર્થ આંબાનું વૃક્ષ જ થાય છે... પણ આવો પાઠ-ભેદ કરવો ન જોઈએ. ““ચકાર'' ના પ્રાસને છોડીને “ચામ્ર'' જેવા કિલષ્ટ ઉચ્ચારણમાં જવાનો કોઈ ફાયદો પણ નથી.
દક્ષિણ ભારતમાં પણ હજી “વી નૂત” પાઠ ચાલી રહેલો જણાય છે... આ જ રીતે ગાથા આઠમાં બીજી લાઈનમાંમારતે તથાપિ તવ પ્રમાવતિ” – આને ઠેકાણે ““મારગ તથાપિ તવ પ્રસાવત'' પાઠ પણ વાંચવામાં આવ્યો છે.
ઉપરોક્ત ચારમાંથી કોઈ પણ ટીકાઓમાં આવા પાઠ સ્વીકારવામાં નથી આવ્યો. પણ હીંદી સચિત્ર ભક્તામર-રહસ્યના સંપાદક શ્રી રતનલાલજી, “પ્રસ ” એ પાઠાંતર છે-એમ નોંધ કરે છે... અને મદ્રાસ કોલેજ A.M. Jain College તરફથી પ્રકાશિત તથા પ્રોફેસર એ. રામદાસ તરફથી સંપાદિત પુસ્તિકામાં તો “તવ પ્રસાત'' જ પાઠ મૂળ શ્લોકમાં લીધો છે. છતાં તેના ઇંગ્લીશ ભાષાંતરમાં “પ્રભાવતુ” પાઠ પણ લીધો છે... આમ, તો આ વાત નાની લાગે છે... પણ, જિનેશ્વરનો પ્રભાવ એ જૈન તત્ત્વજ્ઞાન છે... શ્રમણ સંસ્કૃતિ છે અને જિનેશ્વરનો પ્રસાદ માનવો... એ વૈદિક સંસ્કૃતિ છે. ઈશ્વર કતૃત્વ સંસ્કૃતિ છે. માટે “pભાવાતુ” પાઠનો જ આદર કરવો...
આ જ રીતે ગાથા વીસમીની પંક્તિ (૩) ત્રીજી - તેનઃ સ્થન મળવુ યાત યથા મદવં” - પાઠ છે... એ સ્થાને કોઈએ જાણે ““મકાર''નો પ્રાસ બેસાડવા...
“તેનઃ મહષિ યત્તિ યથા મહત્ત્વ''- એવો પાઠ કર્યો છે... આ પાઠ પણ આદરવા જેવો નથી... મહામાંગલિક સ્તોત્રમાં આ “ર” પાઠનો “” ચિંતામણી મંત્રના બીજાક્ષરનો પ્રતિનિધિ છે... માટે મહામણિ જેવો પાઠ સ્વીકારવો નહીં...
અહીં પૂ. ગુણાકરસૂરિજી મ.સા. પોતાની ટીકામાં એક અદ્ભુત વાત નોંધે છે. તેઓ “તૈનઃ રજૂ નy” બે પદોમાં એક વચન-બહુ વચન-વચનોનો દોષ આવે છે, છતાંય તેને દોષ ન માનતાં વચન વ્યભિચાર રૂપ અલંકાર માને છે. કોઈક તો બે પંક્તિઓ જુદી જ હોવાનું પણ નોધે છે. આ પંક્તિઓ છે
“તેનો વઘા ખાચમળો મહત્ત્વ, નવં તુ વિશનેષુ પવિત્તેપુ” આવી બે પંક્તિઓ તેઓ નોંધે છે. વળી પૂ. મેઘવિજયજી ઉપાધ્યાય પણ આ બે પંક્તિના ઠેકાણે નીચે પ્રમાણે બે પંક્તિ આપે છે.
તેનો મો સમુથતિ યથા મહત્ત્વ, નવં તથા વવશષ વીરપુ'' અહીં જોઈ શકાય છે કે જો મૂળ પાઠના ઠેકાણે થોડો પણ ફેરફાર કરવા જઈએ છીએ તો પાર વિનાના ફેરફારો થતાં જ જાય છે. માટે એક જ ધ્યાન રાખવું “સિદ્ધી તિ ર્વિતનીયા''-જે પૂર્વ પરંપરાથી ચાલ્યું આવે છે, તે જ પરંપરાને અનુસરવું.
જે પાઠ સિદ્ધ છે, તેનો જ અર્થ પ્રમાણ અને વ્યાકરણની સિદ્ધિ-સમજુતિથી કરવો. પણ, પાઠ બદલવા ઉતાવળા ન થઈ જવું. ૦૦૦ ગાથા એકવીસમી (૨૧) બાદ મહત્ત્વનો પાઠાંતર ઉપલબ્ધ થાય છે. ગાથા છત્રીસમીમાં પંક્તિ બીજીમાં.
"दावानलं ज्वलित मुज्जवलमुत्स्फुलिंगम्"
અત્યારે ઘણાં પુસ્તકોમાં માત્ર “ફલિંગ' પાઠ છે. આ પાઠ કોઈક પ્રતિઓમાંથી શ્રી સિદ્ધચંદ્ર ઉપાધ્યાયની સમક્ષ પણ આવ્યો હોવો જોઈએ... તેઓ પોતાની ટીકામાં લખે છે કે
"यद्यप्यत्र फुलिंग इति पाठः प्रामादिक एवं प्रतिभाति सकारादित्वेन फुलिंगशब्दस्य नामकौशादो प्रतीतत्वात् । तथापि महाकवि प्रयुक्तप्रयोगत्वात् अस्य स्तोत्रस्य मंत्राक्षरमयत्वाच्च पठ्यमान (फुलिंग) एव पाठः प्रामाणिक इति पश्यामः । क्वचित् तु स्फुलिंगम् इति दंत्यसकार संयुक्तोऽपि पाठो दृश्यते । तदंगीकारे तु न चाशंका नचोत्तरम् इति अवसेयं ॥"
જો કે “ફલિંગ' એ શબ્દ વ્યાકરણ અને કોષથી સિદ્ધ નથી. છતાંય ચિંતામણી મંત્ર જેવા મંત્રમાં આ શબ્દ આવતો હોવાથી કદાચિત સૂત્રકારે સ્ફલિંગ જ શબ્દ વાપર્યો હોય તો તે અંગે શંકા કરવા જેવી નથી. પણ જ્યારે આપણે તેઓની પૂર્વની ત્રણેય ટીકામાં “સ્કુલિંગ' શબ્દ જ જોઈએ છીએ. અને તે પ્રમાણે જ વ્યાખ્યાઓ થયેલી જોઈએ છીએ. ત્યારે મંત્રાક્ષર હોવાથી “કુલિંગ' જ શબ્દ હશે કે પૂ. માનતુંગસૂરિ મહારાજે ““કુલિંગ' શબ્દ જ પ્રયોગ કર્યો હશે તેવી શંકા કરવાની જરૂર નથી. અત્રે ““લિંગ'' શબ્દ જ સ્વીકારી લેવા જેવો છે. અને જેઓ “ફુલિંગ' બોલતા હોય તેમણે પોતાની આ ભૂલ સુધારી લેવા જેવી છે. આમ, પાઠાંતરોની વાત અહીં પૂર્ણ થાય છે.
૧૮૪
રહસ્ય-દર્શન
»
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org