SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા રહસ્યાર્થી શ્રી ભકતામર સ્તોત્ર; મંત્ર રહસ્ય-વિદ્યા રહસ્યની સાથે સાહિત્યના પણ અનેક રહસ્યોનો ખજાનો છે. આ ખજાના પ્રત્યે પણ પૂ. મેધવિજયજી ઉપાધ્યાયે સ્થળે સ્થળે ઈશારો કરેલ છે... આ ગ્રંથમાં આવા બધાંય સાહિત્ય રહસ્યો અને ચિંતન રહસ્યોને પ્રગટ કરી શકાય તેમ નથી. છતાંય “નિનઃ યુ” - “સખ્ય પ્ર ” - મવાત'' - “પ્રથમં બિને” - વિત ૩” , “ વિત ત્રપોડ” અને “સ્તોત્ર સ” જેવા ચિંતન પદોનું થોડું રહસ્ય અત્રે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.... * "જિનપાદયુગમ" *) શ્રી ભકતામર સ્તોત્રના આ પ્રથમ શ્લોકમાં મહામના પૂ. માનતુંગસૂરિજી મહારાજ જિનેશ્વર ભગવાનના ચરણ-યુગલને નમસ્કાર કરે છે... ભારતીય સંસ્કૃતિની પાસે અનેરો સંસ્કાર વૈભવ છે... આ સંસ્કૃતિને બ્રાહ્મણોએ તથા શ્રમણોએ વેદની ઋચાઓથી અને આગમના આલાપકોથી સીંચી છે... પુલકિત કરી છે અને ફળદ્રુપ બનાવી છે... આ સંસ્કૃતિમાં પૂજ્ય પુરુષોના ધ્યાન માટે “ચરણયુગલ' જ મહાન શકિત સંસ્થાન-શક્તિ પીઠ મનાયું છે. લક્ષ્મણે કહેલ વાત સ્વાભાવિક યાદ આવી જાય છે... “નૂપુરે તુ મનાનામ-નિત્યં પહળવંનત” હે રામ! હું ન કેયુર જાણું... ન તો કુંડલ જાણું... હું તો માતા સીતાના નૂપુરોને જ ઓળખું છું. કારણ, મારું કાર્ય માતા સીતાના રૂપને નિરખવાનું નથી. મારાં નયનો આભૂષણોથી અંજાતા નથી. મારે તો શકિત સ્વરૂપા જગદંબા સીતાની સેવા જ કરવી છે... એ માટે જોઈએ ચરણ-યુગલની સેવા... એ માટે જ મારે ઓળખાણ થઈ છે આ નૂપુરોની... આ ઝમઝમ થતાં ઝાંઝરોની... આ ભારત ભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ રામ હતા... તો મર્યાદાના મહારથી લક્ષ્મણ જેવા દિયરો પણ હતા... આવી જ કોઈ સંસ્કૃતિ મર્યાદા અહીં શોભી રહી છે... કોઈ મહાન સાધના પથનું રહસ્ય ઉદ્ધાટન અહીં “બિનપતિપુરા'ના નમસ્કારમાં થઈ રહ્યું છે... પ્રભુના મુખડાંનું વર્ણન કવિવર પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ ધરાઈને કર્યું છે... પ્રભુના પ્રાતિહાર્યોની સુષમાને કવિએ ચાર-ચાર શ્લોકથી વર્ણવી છે... પણ, એ બધાં વર્ણનો આગળના શ્લોકોમાં છે... અહીં તો આંતર શકિતઓને ઉજાગર કરતું ધ્યાન છે - “જિનપાદ યુગનું'' પૂછો. આ મર્યાદાના મહારથી ભરતને... એમણે ચૌદ વર્ષ રાજ કર્યું... કેવી રીતે ? રામની પાદુકાઓને સિંહાસન પર સ્થાપીને. આપણે પણ મોક્ષનું મહાસામ્રાજય મેળવવાનું છે, બરાબર આ જ રીતે... ભારતની જ રીતે... દયના સિંહાસન પર શ્રી આદિનાથ દાદાની ચરણપાદુકાઓ બિરાજમાન કરીને જ... ૦૦૦ આજે પણ શ્રી સિદ્ધાચલ પર્વત પર શ્રી આદીશ્વર દાદાની ચરણપાદુકાઓનો અનેરો મહિમા છે. પૂ. આચાર્યદેવ ગુણાકર સૂ.મ.સા. તથા પૂ. મેધવિજયજી ઉપાધ્યાયજી મ.સાહેબે તો પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સાહેબે પણ આ જ ચરણપાદુકાનું ધ્યાન ધર્યું છે... એવી સંભાવના દર્શાવી છે, આજે પ્રાચીન તીર્થ શ્રી સિદ્ધાચલજી અને શિખરજીમાં પણ ભગવાનની ચરણપાદુકાઓની સ્થાપના છે. ચરણપાદુકાઓની પૂજા-અર્ચના અને ધ્યાનનું અનેરું મહત્ત્વ છે... ઉપાધ્યાય શ્રી મેધવિજયજી મ.સા. તો પ્રભુજીના આ ચરણ કમલો પૂજવા માટે જૂના વખતમાં થયેલી પાદપીઠોની પણ યાદી આપે છે... તક્ષશિલામાં પ્રભુના વિરહથી સંતપ્ત સમર્થ રાજવી બાહુબલીએ પણ શ્રી આદિનાથ દાદાની પાદપીઠની રચના કરી છે.. મહાદાનવીર શ્રેયાંસ કુમારે પણ હસ્તિનાપુરમાં પ્રભુની પાદપીઠની રચના કરી છે... ભરત મહારાજાએ જિનબિંબનું નિર્માણ તો બાદમાં કર્યું... પણ, આદિ જિનની પાદપીઠ તો તે પૂર્વે જ પૂજાવી શરૂ થઈ ગઈ... એ જ પાદપીઠનું મહત્ત્વ છે... ચરણ-કમલોનું પણ મહત્ત્વ છે... આ ચરણો જ્યાં પડે તે ભૂમિને પણ હેમચંદ્રાચાર્ય મહારાજે પૂજ્ય માની છે... ૦૦૦ માનવનું શરીર એક છે... પણ પાદ (પગ) બે છે... દૈતમાં અદ્વૈતને સમજવાનું આ કેવું કાવ્યમય સૂચન છે... વળી બંનેય ચરણો સ્વતંત્ર હોવા છતાંય બંનેની વચમાં નિયંત્રણતા છે... સ્વતંત્રતામાંથી જ્યારે પરસ્પરના સહકારની ભાવના ભૂલાઈ જાય છે ત્યારે દુઃખ-દર્દ અને દારિદ્રય જ બાકી રહે છે. માનવે સંસ્કૃત રહેવું હોય અને વિકૃત ન બનવું હોય તો સહકારસહયોગ અને સમસંવેદનની વાતો સ્વીકારવી જ પડશે... ૦૦૦ આમ તો પ્રભુના એક અંગૂઠાનું ધ્યાન પણ જીવનને ધન્ય બનાવી દે છે... છતાંય સમસ્ત ચરણ અને ચરણયુગલનું સાથે જ ધ્યાન ધરવાનું આગવું મહત્ત્વ છે... ધન અને ણ, પોઝેટીવ અને નેગેટીવની જેમ જ જમણાં અને ડાબાનું જોડાણ જરૂરી છે... પ્રભુનું જમણું અંગ જમણો પાદ સાધકની અનાદિની આસકિતને શોષે છે... પ્રભુનો ડાબો ચરણ અનંત કાળ સુધી ટકે તેવી શાશ્વત શકિતના બીજને સીંચે છે... રહસ્ય-દર્શન રહસ્ય-દર્શન ૨૭૧ ૨૭૧) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy