SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ પાપનું શોષણ - પુણ્યનું પોષણ, આશ્રવનું શોષણ – સંવરનું પોષણ, ૦ પરભાવનું શોષણ – સ્વભાવનું પોષણ... આ ચરણ-યુગલથી જ થાય છે... ચરણ-યુગલમાં શોભી રહેલ દશ આંગળીઓ દશવિધ યતિધર્મનું મર્મપૂર્ણ સૂચન છે... આંગળીઓ પર ચમકી રહેલ દશ નખ -દશ દિશામાં સાધકના - ભક્તના અમર યશને પ્રસારવાનું સ્વાભાવિક વરદાન આપે છે... ૦૦૦ ગ્રંથકાર-મહામના પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજે પ્રભુના ચરણ-યુગલને પાપ અને તમો ના વિસ્તારને દળી નાંખનાર કહ્યાં છે... વિદ્વાન્ ત્રણેય ટીકાકારોએ પાપ રૂપ અંધકાર એવો અર્થ કર્યો છે... છતાંય એ પૂજ્યોના ચરણમાં વંદન કરી મારું મન “પાપ અને અંધકાર” – એ બંનેના સમૂહને દૂર કરનાર એવો અર્થ કરવા લલચાઈ રહ્યું છે... પાપ ધણીવાર તો અંધકાર રૂપ હોય છે, પણ કોઈક વાર પ્રકાશ માટે – આત્મશકિતના આવિર્ભાવ માટે એક છીંડુ – એક બાકોરું પણ આપે છે... પુણ્યાનુબંધી પાપનો એક એવો પ્રકાર છે, જે પાપ રૂપ હોવા છતાંય પુણ્ય તરફ જવાનો માર્ગ કરી આપે છે, પણ, અંધકાર તો કદીય માર્ગ સૂઝવા જ ન દે... અધાતી કર્મની પાપ પ્રકૃતિઓ અશુભ નામ – અશાતા વેદનીય અને નીચ ગોત્રની પ્રકૃતિઓ કોઈક વાર દુઃખ આપીને જીવનને પરમાત્માની પાસે પણ લઈ જાય છે... પણ, ધાતી કર્મનો ઉદય અંધકાર છે... આત્મ ગુણોને એવા દબાવી દે છે કે પ્રકાશની એક પાતળી રેખા પણ પ્રકટિત ન થવા દે... પ્રભુના ચરણો, પાપ અને અંધકાર, ધાતી અને અધાતી બંનેય કર્મોનો ચૂરો કરનાર છે... પાપ અને અજ્ઞાનની આ જોડીનો નાશ કરવા પ્રભુના ચરણ-યુગલને જ પકડવા પડશે... * " સમ્યફ પ્રણમ્ય" * -૦૦ મહાન તાર્કિક પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજા ભકતામર સ્તોત્ર કંઈ સૂત્ર રૂપે નથી બનાવતાં, છતાંય જરૂર પડે ત્યારે સૂત્ર શૈલીનો આશ્રય કરતાં દેખાય છે. દરેક પદનું તાર્કિક સમાધાન થાય તેવી રીતનાં જ શબ્દ વાપરે છે... તેઓ નવા કરી શકત પણ... “નિન પર યુ” પાસે નવા નહીં ચાલે... ધરવાળી જ્યારે ગુસ્સે ભરાઈ હશે તો પણ, હે ! સંસારી તું નમીશ તો ખરો જ... નવા કરીશ તો ખરો જ... અને ઈન્કમટેક્ષવાળો આવી ઘબકશે... ત્યાં સર્વેને તું નવા (નમન) તો કરીશ, પણ પ્રભુની પાસે શરણાગતિ સ્વીકારવી છે ને ? પ્રભુના ચરણ-યુગલનો આશ્રય કરવાનો છે ને? હવે ‘નત્વા” માત્ર નમસ્કાર નહીં ચાલે... હવે તારે “પ્રાણ'' જ કરવું પડશે... ‘‘પ્રચંડ પ્રયત્ન'' - એ ““પ્ર”' નો અર્થ છે... નમસ્કાર તો પંદર પ્રકારના હોય છે... પણ, ““પ્રણામ' તો માત્ર એક મુમુક્ષુભાવનો હોવો જોઈએ... અનાદિની અવળી ચાલને સવળી કરવા માટે માત્ર નમસ્કાર નહીં ચાલે... પ્રણામ કરવો પડશે... આંતર શત્રુને ભગાડવાના છે... એને માટે હાલરડાં ગાવાના ન હોય... એના માટે તો હાકોટો કાઢવાનો હોય; પ્રકૃષ્ટ પ્રયત્ન વિના અનાદિની વાસના સાફ થતી નથી. કચરો વાળવા જેવું કામ હોય તો નવાથી ચાલે નમસ્કારથી ચાલે... પણ, ઉકરડો સાફ કરવો હોય તો ‘‘પ્રણામ” જ જોઈએ... આ પ્રણામ કરતાં કરતાં ય વિધિને જાળવવાની છે... અતિ ઉત્સાહમાં આવી જઈને વિધિ રહિત થઈને ધમાલ નથી કરવાની. પ્રણામ પણ સમ્યક રીતે જ કરવાનો છે... દીક્ષા લીધા વિના - મહાવ્રત ગ્રહણ કર્યા વિના મોક્ષ ન જ થાય તે વાત સાચી... પણ, આંતરવૃત્તિ જો દેશવિરતિની ન હોય - શ્રાવકના વ્રતો પાળવાની પણ ભૂમિકા ન આવી હોય તો સાધુનો વેશ પહેરવાનો પ્રચંડ પ્રયત્ન પ્રગતિ ન કરાવે... પછડાટ જ ખવડાવે... “પાપ'' શબ્દથી “સર્વવિખ્યાતળો” યાદ આવે... એ પદ યાદ આવે એટલે “શ્રી નવકાર મહામંત્ર''ની સ્મૃતિ થાય... નવકાર એટલે ચૌદ પૂર્વનો સાર - એની સ્મૃતિ મંગલ નહીં, મહામંગલ છે... પેલો સવિદ શબ્દ શ્રી તત્ત્વાર્થ સૂત્ર''ની યાદી આપે છે... સી ટર્શન-જ્ઞાન-વારિત્રણ મોક્ષમઃ ” એ એક જ સૂત્ર ને દ્વાદશાંગીના ઉપનિષદ્ રૂપ ગણાવાયું છે... સમ્યક્ પ્રણામ પણ પાદયુગને જ છે ને... દર્શન અને જ્ઞાન એક જ છે... એક પાદ (પગ) સમાન છે અને ચારિત્ર બીજા પાદ સમાન છે... જેમ શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહેવાયું છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય ભેગાં મળીને જ એક મોક્ષમાર્ગ છે... તેમ અહીં પણ શ્રત અને ચારિત્ર રૂપ બંનેયના યુગલથી-જોડીથી જ મોક્ષનો માર્ગ થાય છે... માટે જ જરૂર છે... - “સમ્યક પ્રણામ'ની... મહાકવિ શ્રી માનતુંગસૂરિજીની મહા તાર્કિક શૈલી મનને મુગ્ધ કરે તેવી છે... આ “સમ્યકુ'પદ તો બે ઓરડાના ઉંમરા ઉપર મુકેલા દીપક જેવું છે... વચમાં રહીને બંનેય ઓરડાંને પ્રકાશિત કરે છે... (૨૭૨ રચન્દર્શન D Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy