________________
કરી હાથી પસાર થઈ ગયો હતો. ઉપરોક્ત પ્રસંગ આજથી દશ વર્ષ પૂર્વે બન્યો છે. આજે પણ એ પ્રસંગ યાદ આવતાં રોમાંચ ખડાં થઈ જાય છે. ભક્તામર-ભક્તામર જ છે. માત્ર શ્રી ચક્રેશ્વરી માતા જ નહીં, પણ પદ્માવતી માતા પણ આ સ્તોત્રની અધિષ્ઠાયિકા રૂપે કાર્ય કરતી અનુભવાય છે.
+ "નિત્યસ્મરણ રહસ્ય” * પ પ્રભાવ કથા-૨૨: દેવરાજ એક નિર્ધન શ્રાવક છે... છતાંય મનથી સમૃદ્ધ છે... ભકતામરની પરમ આરાધના એના અંતરને અમીર બનાવી રહી છે... ભકતામરનો પાઠ રોજ ચાલુ જ છે... દશા બદલાવાની હોય ત્યારે દિશા પણ સ્વયં બદલાય જતી હોય છે... દેવરાજ વ્યાપાર માટે વિદેશ ઉપડ્યો... સાથે ધણાં વ્યાપારીઓ પણ હતાં... જંગલમાં થઈને રસ્તો પસાર થાય છે... જંગલ ભયાનક હતું અને ત્યાં જ રાત્રિ વીતાવવાની હતી. થોડીવારમાં ગર્જના કરતો એક સિંહ આવ્યો... ગભરાયેલાં સાથીઓ બધાં દેવરાજની નજીક પહોંચ્યા... દેવરાજે અંતરની પરમ શ્રદ્ધાથી પાંત્રીસમાં શ્લોકનું સ્મરણ કર્યું... સિંહ વશમાં આવી ગયો... નમ્ર બની ગયો... હુમલો કરવાનું તો દૂર રહયું, પણ દેવરાજના ચરણમાં વંદન કરતો હોય તેમ બેસી ગયો... પોતાના પંજામાંથી ત્રણ કિંમતી રત્ન દેવરાજની આગળ ધર્યા... વ્યાપારીઓ સમજી ગયા કે કરામત દેવરાજની છે... દેવરાજે પણ વ્યાપારીઓને ધર્મ પમાડ્યો. કિંમતી મોતીના પ્રભાવથી દેવરાજ સુખી બની ગયો.
માત્ર ભય વખતે જ સ્તોત્ર સ્મરણ કરવું, એવો ભાવ ન રાખતાં નિત્ય અનન્ય ભાવે સ્મરણ કરવું. આ વાત પણ ધ્યાનમાં રાખવી. કેટલીક વખતે જે મંત્રનું નિત્ય ઉપયોગીપૂર્વક સ્મરણ થતું નથી, તે ખરી વખતે જ યાદ આવતો નથી. ઉપયોગપૂર્વક નિત્ય-સ્મરણ કરવું એ મંત્ર-સાધનાનો સોનેરી સિદ્ધાંત છે...
"જલ-સિંચન રહસ્ય" * , પ્રભાવ કથા-૨૩: પ્રતિષ્ઠાનપુરના લક્ષ્મીધર શેઠને જૈન ધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. તેઓશ્રી ભકતામર-સ્તોત્રનું રોજ ધ્યાન કરે છે... શેઠ એકવાર સાથીઓ સાથે જંગલમાં ગયા હતા... ત્યાં જ દાવાનલ પ્રગટ્યો... એકાએક આગ લાગી... શેઠ ભકતામરનું ધ્યાન કર્યું... દેવી ચક્રા પ્રગટ થઈ... દેવી ચક્રાએ જ ભકતામરની છત્રીસમી ગાથાથી અભિમંત્રિત જલથી આગને સિંચવાનું જણાવ્યું... થોડું જ પાણી આગ પર છાંટવામાં આવ્યું અને અગ્નિ શાંત થઈ ગયો... લોકો આશ્ચર્ય પામ્યા. અત્રે દેવી પોતાની જ હાજરીમાં આ ગાથાની પ્રભાવકતાને સ્થાપિત કરે છે... જલ અભિમંત્રણ જૈન શાસ્ત્રોનું માન્ય તંત્ર છે... ““શાંતિપનીયં મસ્ત ત ત'' શાંતિથી અભિમંત્રિત જલ મસ્તક પર છાંટવું જોઈએ. આ વાત બહત (મોટી) શાંતિમાં છે... જન-સામાન્યમાં આ રિવાજ પ્રચલિત છે. શ્રદ્ધા અને આસ્થા જરૂર સફળ બનાવે છે....
* "દૈવી-કૃપા રહસ્ય” * - પ્રભાવ કથા-૨૪: મહેભ્ય શ્રેષ્ઠિની દ્રઢત્રતા પુત્રીની આ કથા છે. શ્રી ભકતામર સ્તોત્રના પ્રભાવથી દ્રઢત્રતાએ પોતાના સંકટને દૂર કરી મહાન પ્રભાવ ફેલાવ્યો હતો. શોક પત્નીના ચઢાવવાથી પોતાના પતિ કર્મણે ઘડાની અંદર સાપ રાખી દ્રઢત્રતાને મારવાનું કાવત્રુ કર્યું. પણ સાપ પુષ્પ માળા બની ગઈ. ચક્રેશ્વરીદેવી ભકતામર સ્તોત્રથી પ્રસન્ન થઈ અને ધર્મનો મહિમા ફેલાયો.
* "ગુરુ-સાધના રહસ્ય” * A પ્રભાવ કથા-૨૫ : ગુણવર્માને શ્રી ભકતામરની મહાન સાધનાએ રાજ્ય અપાવ્યું હતું. પોતાના બંધુ રણકેતુ એ ગુફામાં ગુણવર્માને સૈન્યથી ઘેરી લીધો હોવા છતાં રણકેતુ આ ગાથાના પ્રભાવથી જ વિજયી બનેલ છે. ગાથા નં.૩૮ અને ૩૯ બંનેય ગાથા યુદ્ધ ભયના વિજય માટે હોવા છતાંય ભકતામરની ૩૯મી ગાથા વખતે જ ચક્રેશ્વરી દેવી એ પ્રગટ થઈને ગુણવર્માને વરદાન આપ્યું હતું એ નોંધ પાત્ર છે. પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજે કેસરવાડી તીર્થમાં સમૂહમાં ભકતામરનો પ્રારંભ કર્યો હતો તે પહેલાં પણ મદ્રાસના વિવાદમય ચાતુર્માસમાં વિવાદથી વિજય મેળવી સુંદર ધર્મ પ્રભાવના કરવા આ ગાથાનો જાપ વિશેષ કર્યો હતો તેમજ ભકતામરના પાઠ દરમ્યાન પૂ. ગુરુદેવ આ ગાથાનું ઉચ્ચારણ અત્યંત ઉચ્ચ સ્વરથી તેમજ બધી ગાથાઓ કરતા અલગ રીતે જ કરતા હતા. શ્રદ્ધા સદૈવ ફલવતી બનતી જ હોય છે. આ ગાથાની આરાધના અમોઘ ફલ દેનારી છે.
* "વ્રત-પાલન રહસ્ય” * પ્રભાવ કથા-૨૬ઃ તામ્રલિપ્ત નગરના ધનવાહ શેઠ જિનેશ્વરસુરીનો ઉપદેશ પામી જૈન બન્યા . અહિંસાવ્રતને ધારણ કર્યુ. દ્ધયમાં કણા સ્થાપી. ભકતામર સ્તોત્રનો રોજ પાઠ કરવાનું શ્રદ્ધા પૂર્વક ચાલુ કર્યું. સિંહલદ્વીપની દરિયાઈ મુસાફરી
સ્વહસ્યદર્શન
રહસ્ય-દર્શન
૨૬૯)
૨૬૯
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org