________________
ગોપાલે આ પ્રતિમાની સુંદર સ્થાપના કરીને છ માસ સુધી શ્રી ભક્તામર-સ્તોત્રનો ત્રણેય સંધ્યાએ જાપ કર્યો. એના જાપથી પ્રસન્ન થઈને શ્રી ચક્રેશ્વરી દેવીએ ગોપાલને રાજ્યનું વરદાન આપ્યું.. ગોપાલ રાજા પણ બન્યો અને યુધ્ધમાં પણ શ્રી ચક્રેશ્વરી દેવીની સહાયથી અપરાજિત જ રહ્યો.. છ માસ સુધી ત્રિકાળ શ્રી ભક્તામર સ્તોત્રના જાપનો પ્રયોગ આરાધકે અવશ્ય કરવા જેવો છે...
* "મંત્ર આશ્ચાય રહસ્ય" * v પ્રભાવ કથા-૨૦: ગુજરાતના ભીમરાજના સેનાધિપતિ જિણહાકની જૈન વીરતાની આ કથા છે. આ કથા અન્યત્ર પણ પ્રસિધ્ધ છે. મહાન દષ્ઠાધિપતિએ ધવલકપુરા (ધોળકા) ના સમસ્ત ક્ષેત્રને ચોરોથી મુક્ત કર્યું હતું. આ મહાન શ્રાવકની ઉપર નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ કૃપા કરી હતી. મુશ્કેલીથી જીવન નિર્વાહ ચલાવતા આ શ્રાવકને ચક્રેશ્વરી દેવીની પ્રતિમા. શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા તેમજ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા આપી.. શ્રી કલિકંડ પાર્શ્વનાથ ભગવાનના મંત્રનો આમ્નાય આપ્યો.. આ કલિકુંડ મંત્રને જ આ ગાથાનો મંત્ર ગણાવ્યો છે. અને આ મંત્ર સાથે શ્રી ભક્તામર સ્તવ રોજ ગણવાની સલાહ આપી..
જિણહાક રોજ આ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા કરીને ત્રણેય કાળ ભક્તામર ગણતો હતો.. આ આરાધનાથી તુષ્ટ થયેલ શ્રી ચક્રેશ્વરી દેવીએ પોતાની સેવિકા દેવી દ્વારા એક રત્ન જિણહાકને મોકલાવ્યું. આ રત્નને ભુજા પર બાંધી રાખવાનું પણ દેવી દ્વારા સૂચન થયું. આ રત્ન બાંધવા દ્વારા જ જિણહાક મહાન દંડાધિપતિ પદને પામ્યા હતા. ઉપકારની યાદમાં જિણહાકે કસોટીના પાષાણમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બનાવી, મહાન જિનાલયમાં પૂ.આ.દેવ અભયદેવસૂરીશ્વરજી મ.સા. ના હાથે પ્રતિષ્ઠા કરાવી.. આ શ્રાવકની કથા અવશ્ય વાંચવા જેવી પણ છે. ઘણીવાર મુખ્ય આરાધ્યદેવી પોતાની સહાયિકા દેવી દ્વારા પણ કાર્ય કરે છે તે વાત નોંધવા જેવી અને સમજવા જેવી છે.
* "સ્વાનુભવ રહસ્ય” * v પ્રભાવ કથા-૨૧ : પ્રસ્તુત કથામાં શ્રી સોમરાજા રાજવીની વાત છે. આ રાજવીને આચાર્ય વર્ધમાન સૂરિનો ઉપદેશ મળ્યો.. જૈન ધર્મનો સ્વીકાર કર્યો. અને નવકાર મંત્ર તેમજ શ્રી ભક્તામર સ્તોત્રનો રોજ પાઠ કરવાનું ચાલુ રાખ્યું. રાજકન્યા મનોરમા પર આવી પડેલા ઉપસર્ગ વખતે સોમરાજે ૩૪મી ગાથાનું સ્મરણ કર્યું. અને શ્રી ચક્રેશ્વરી દેવીના સાનિધ્યથી હાથીને વશમાં લઈ રાજકુમારીને છોડાવી.. સોમરાજ રાજ્ય તેમ જ રાજકન્યાનો ભોક્તા થયો..
ભય નિવારણના વર્ણનવાળી આ ગાથાના મંત્રો અંગે શ્રી ગુણાકરસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટ જણાવે છે કે“ एषु वृत्तेषु वक्ष्यमाणाः तत् तत् भीहरवृत्तवर्णा एघ मंत्रा पुनः पुनः स्मर्तव्याः अतो नापर मंत्र निवेदनम् ॥"
ઉપરોક્ત ઉલ્લેખનો સ્પષ્ટ અર્થ થાય છે કે ગાથા ૩૪ મી થી ગાથા ૪૨ સુધીની ગાથામાં અનુક્રમે ૧. હાથીનો ભય દૂર કરનાર ૨. સિંહનો ભય દૂર કરનાર ૩. અગ્નિનો ભય દૂર કરનાર ૪. સર્પનો ભય દૂર કરનાર ૫. યુદ્ધનો ભય દૂર કરનાર ૬. યુદ્ધનો ભય દૂર કરનાર ૭. જલનો ભય દૂર કરનાર ૮. વ્યાધિ-રોગનો ભય દૂર કરનાર ૯. બંધનનો ભય દૂર કરનાર શબ્દોનો ઉલ્લેખ છે. આ શબ્દો-આ વર્ગો- અક્ષરો જ મંત્ર છે. માટે બીજા કોઈ મંત્રોની આ ગાથાના આરાધ્ય મંત્ર રૂપે જરૂર નથી, તેમ છતાંય પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પોતાની ટીકામાં અન્ય મંત્રો આ ગાથા માટે સંબંધિત બતાવ્યા છે.
આ અંગે વિદ્વાનોએ ઉહાપોહ કરી સમાધાન કરવા જેવું છે. અમે તો એવું સમાધાન સૂચવી શકીએ છીએ કે જેમ આ ગાથાઓ પોતે મંત્ર છે, તેમ અપર મંત્રો પણ આ ગાથા સંબંધી માનવા અને જેમ પંદરમી ગાથામાં પણ સ્વપ્ન વિદ્યા અને બંધમોક્ષિણી વિદ્યા છે તેમ આ ગાથામાં પણ ગાથા રૂપ મંત્ર છે-તે ભયના નિવારણ માટે છે અને બીજા પણ અપર મંત્રો પણ તેવા ફળ આપવાવાળા છે; તેમ સ્વીકારવું.
શ્રી ભક્તામર સ્તોત્રની ગાથાના અન્ય પ્રભાવો તો વાંચવામાં આવે છે. પણ, આ ગાથાના પ્રભાવનો તો અમને ખુદને જ અનુભવ છે. ઊટીના હાથીના વિકરાળ જંગલમાં મેં આ ગાથાના ચમત્કારનો પણ અનુભવ કરેલો છે. અમારી તથા મુનિરાજ નંદિયશવિજયની પાછળ હાથી દોડીને આવ્યો હતો. હાથીની ભયંકર દોડથી અમને આશ્ચર્ય થયું હતું. આખરે અંતિમ સમય સમજી રસ્તાની એક બાજુમાં ગયા. ત્યાં નવકાર મંત્ર, અમારો ઈષ્ટ મંત્ર અને આ ભક્તામરની ગાથાનો પાઠ કરતાં જ હાથી શાંત થઈ ગયો હતો. તેણે અમારા ચરણનો સુંઢથી બે-ત્રણ વાર સ્પર્શ કર્યો હતો અને ખૂબ જ આનંદપૂર્વકની ગર્જના
(૨૧૮ રહસ્યદર્શન XXXXXXXXXX
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org