________________
ભગવંત માનતુંગસુરીશ્વરજી મ.સા. ની અન્ય કૃતિ ભયહર સ્તોત્ર-નમિઊણ સ્તોત્રમાં આ જ ચિંતામણી મંત્રનો મહિમા છે. ચિંતામણી મંત્ર જૈન શાસનનો મહાન મંત્ર છે. સ્પષ્ટ રીતે આ મંત્ર શ્રી પાર્શ્વનાથ ભગવાન ને ઉદેશીને રચાયેલો મંત્ર છે. આ ગાથાઓનો પ્રભાવ વિશેષ છે. એમ જરૂર માનવું રહયું. | શ્રી નમિઊણ સ્તોત્રમાં તો ક્રમથી ગોપવેલો આ મંત્ર મળી આવે છે. તેમ આ ચિંતામણી મંત્ર ભક્તામરની ગાથા ૨૧ અને ૨૨ માં સૂચના રૂપ પ્રાપ્ત થતો લાગે છે. ૨૧ મી ગાથાનો ત્રીજો – છવ્વીસમો - સુડતાલીસમો અક્ષર અનુક્રમે “વ-પહ” છે. પ્રાકૃતમાં બધા “સ”” એક જ હોવાથી તેને “વસહ” રૂપે વાંચી શકાય છે. અને આટલાં અક્ષરોથી ચિંતામણી મંત્રનું સૂચન જરૂર સમજી શકાય. આ જ રીતે આ જ ગાથા ૨૧ ના આડત્રીસ-છવ્વીસ–સુડતાલીસ અને અડતાલીસ અક્ષરોમાંથી “વિષહર” પણ વાંચી શકાય છે. તે જ રીતે ગાથા બાવીસમીના તેતાલીસમાં અને આડત્રીસ અક્ષરોને વાંચતાં “પ્રાસ'' એટલે લગભગ “પાસ” શબ્દનું સૂચન માની શકાય છે. હવે થોડી જ અક્ષરોમાં તોડ-મરોડ થાય તો આ જ બાવીસમી ગાથામાંથી “સ્ફલિંગ” શબ્દ પણ બેસાડી શકાય તેમ છે. અને "નમિઊણ” શબ્દ પણ બેસાડી શકાય તેમ છે. આમ, આ ગાથાઓ પરની કથાઓનું અનુપમ મહત્ત્વ છે.. તે ધ્યાન રાખવા જેવું છે.
* "ગુરૂ આદેશ રહસ્ય” * પ્રભાવ કથા-૧૦ : ગુજરાતના રાજા વૃધ્ધ ભીમદેવના વખતની વાત છે. અણહિલપુર પાટણમાં બનેલી ઘટના છે. ચણા વેંચીને જીવન પૂર્ણ કરનાર ચણિક શ્રાવકનું જીવન ૨૬ મી ગાથાની આરાધનાથી સંપત્તિમય બની ગયું.. ત્રણ કોઠી ભરેલાં ચણા સોનાના બની ગયા.. આ માટે ગુરુ મહારાજાએ આપેલાં આદેશો મંત્ર-સાધકો માટે વિશેષ ઉપયોગી છે.. ચણિકની આરાધનામાં ““(૧) તુલ્યું નમો શ્લોક (૨) ૧૦૮ નવકાર મંત્ર (૩) બ્રહ્મચર્યનું દ્રઢ પાલન (૪) પંચાસરા શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિ (૫) શ્રી મહાલક્ષ્મીની પ્રતિમાની આરાધના... આ મહાન સહાયક સાધના હતી..
શ્રી ભક્તામરના કોઈ પણ જાપની આરાધના કરવા વાળાએ રોજ એક માળા તો નવકાર મંત્રની અવશ્ય ગણવી જ જોઈએ.. તથા દારિદ્રયને દૂર કરવા માટે શ્રી મહાલક્ષ્મીની ઉપાસના કરવી- આ બે સૂચનો ખૂબ જ ધ્યાન આપવા જેવાં છે. શ્રી મહાલક્ષ્મી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવીની સખી દેવી છે.. શ્રી ચક્રેશ્વરી માતા ભક્તામરથી પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલી ચક્રેશ્વરી દેવી દારિદ્રય દૂર કરવા માટે મહાલક્ષ્મીને સૂચના કરી શકે છે. ચણિકે પણ આખરે શ્રી ચક્રેશ્વરી દેવી સહિતનું શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર નવું બનાવ્યું તથા શ્રી મહાલક્ષ્મી દેવીના મંદિરનો પણ જિર્ણોધ્ધાર કરાવ્યો હતો..
આ શ્લોકમાં ચાર વાર “તુલ્ય’ શબ્દ આવતાં ચારવાર “પં'' અક્ષર આવ્યો. માત્ર “યકાર' માટે જ કહેવાયું છે કે યકાર (૧) મિત્ર મિલન, (૨) ઈષ્ટ પ્રાપ્તિ (૩) ધ્યાન-સાધના અને સાત્ત્વિકતાની જાગૃતિ માટે ઉપયોગી બીજાક્ષર છે.. અત્રે લક્ષ્મી પ્રાપ્તિનો અર્થ કોઈ પણ જાતની ઈષ્ટ પ્રાપ્તિ એવો કરવો.. આમ કરવાથી આ ગાથા અને ગાથાના પ્રભાવનો મેળ મળી જાય છે.
* " અટ્ટમ આરાધના રહસ્ય” * - પ્રભાવ કથા-૧૮: ગોદાવરી નદીના કિનારે આવેલ પ્રતિષ્ઠાનપુરના રાજા હાલની આ કથા છે. હાલને પુત્ર નથી.. પુત્ર માટે અનેક સાધના કરી.. નિષ્ફળ થયો.. આખરે કોઈ ત્યાગી મુનિવરે કૃપા કરીને તેને શ્રી ભક્તામર સ્તોત્રનો જાપ બતાવ્યો.. આ જાપના પ્રભાવથી ત્રણ દિવસમાં શ્રી ચકેશ્વરી દેવી પ્રસન્ન થઈ. દેવીએ એક અપૂર્વ પુષ્પમાળા શ્રી હાલ નૃપતિને આપી.. અને પુષ્પમાળા રાણીના કંઠમાં પહેરાવવા કહ્યું.. આ માળાના પ્રભાવથી રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. તે પુત્રનું નામ ચક્રાદાસ રાખવામાં આવ્યું. આ કથામાં આરાધનાની વધુ વિગત મળતી નથી.. પણ સમસ્ત શ્રી ભક્તામર સ્તોત્રનો ત્રણ દિવસ અઠ્ઠમ પૂર્વક અખંડ જાપ શ્રી હાલ નૃપતિએ કર્યો હશે. તેવું લાગે છે. ત્રણ દિવસ આમેય મંત્ર સાધના માટે અગત્યનો સમય છે. શ્રી ભક્તામર સ્તોત્રનો ત્રણ દિવસનો અખંડ જાપ અવશ્ય કરવા જેવો છે.
* "ત્રિસંધ્યા જાપ રહસ્ય” * પ્રભાવ કથા-૧૯: શ્લોક ૨૮, ૨૯, ૩૦ માં શ્લોકમાં કોઈ પણ કથા આપવામાં આવી નથી. શ્લોક ૩૧ની ટીકામાં ગોપાલક (રબારી) ની વાત આપવામાં આવી છે. ભદ્ર પ્રકૃતિના ગોપાલને ગુરુ મહારાજે શ્રી ભક્તામર સ્તોત્ર અને શ્રી નવકાર મંત્ર ભણાવ્યો.. ગોપાલે લાંબા સમય સુધી રોજ નવકાર મંત્ર અને શ્રી ભક્તામર સ્તોત્ર નો પાઠ કર્યો. અને જૈનાચારનું પાલન કર્યું. એકવાર પ્રાતિહાર્ય સહિતની મૂર્તિના સ્વપ્નમાં દર્શન થયા. બીજે જ દિવસે ગોચર ભૂમિમાં જિનબિંબ પ્રકટ થયેલું મલ્યું.
CCCCCCCCGરહસ્ય-દર્શન ૨૬૭)
Jain Education international 2010_0
For Private & Personal Use Only
www.jainelibrary.org