________________
થાય અને ચંદ્ર જેવો જ પ્રકાશ આપે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ આવા ઉલ્લેખોથી સુંદર માર્ગદર્શન પામી શકે છે. આવા મણિની સહાયથી લક્ષ્મણ શ્રેષ્ઠિએ પોતાના રાજાને રાત્રે પ્રકાશ કરી આપ્યો અને રાજાને જિતાડ્યો. સ્તોત્રને કે મંત્રને આમ્નાય સહિત ગુરુ દ્વારા જ મેળવવું બહુ જ અગત્યનું હોય છે. એ વાત બરાબર ખ્યાલમાં રાખવી. આ ગાથાના એક રૂપાંતરમાં જણાવ્યું છે કે આકાશમાં રાત્રે રહેલા મણિને પાછો ખેંચવા પણ શ્રેષ્ટિએ આ જ ૧૯ મા શ્લોકનું પાછું ધ્યાન કર્યું. આમ, પુનઃ આકર્ષણની શક્તિ પણ આ શ્લોકમાં માનવામાં આવી છે.
આ ગાથાને અશિવોપશમની વિદ્યાથી યુક્ત જણાવી છે. ધ્યાનમાં રાખવા જેવું છે કે આ ગાથાના સાતમા-ચોત્રીશમાછત્રીશમા અને સાડત્રીશમા-આડત્રીસમાં અક્ષરને એક સાથે વાંચવામાં આવે તો "શિવશાલિનિ” એવું વાંચી શકાય છે. જેનો અર્થ અશિવને દૂર કરનાર એવો જ થાય છે.
* "રાત્રિ પાઠ રહસ્ય” * . પ્રભાવ કથા-૧૨ : આ કથા નાગપુર નગરના રાજા મહિપતિની છે. આ રાજાના પ્રશ્નોનો સાચો જવાબ પૂ. વિજયસેનૂરિજી મહારાજે જણાવ્યો હતો. આ. સેનસૂરિજી મહારાજ રોજ રાત્રે શ્રી ભક્તામર સ્તોત્રનો પાઠ કરતા હતા. તેઓને ૨૧ મી ગાથા ગણતી વખતે શ્રી ચક્રેશ્વરી દેવીએ બધાં જ પ્રશ્નો જાણવાની વિદ્યા આપી. દેવી તત્ત્વો પ્રસન્ન થઈને શું શું કરી શકે; શું શું આપી શકે છે; તે નોંધવા જેવું છે.
* "શ્રી ચંદ્રપ્રભસ્વામી આરાધના રહસ્ય” * v પ્રભાવ કથા-૧૩: આ કથા પરકાય પ્રવેશ વિદ્યાના જાણકાર શ્રી જીવદેવસૂરિજી મહારાજની છે. તેઓએ ભક્તામર સ્તોત્રની આ એક જ ગાથાનો આમ્નાય સહિત જાપ કરીને સર્વે દેવોને પ્રગટ કરવાની વિદ્યા મેળવી અને એ વિદ્યાથી શિવબ્રહ્મા-વિષ્ણુ-સૂર્ય-ગણેશ-સ્કન્દ વિગેરેને પ્રગટ કર્યા હતા. આ ગાથામાં પણ શ્રી ચંદ્રપ્રભસ્વામીનો ઉલ્લેખ થયો છે. શ્રી ચંદ્રપ્રભસ્વામીનો પણ અચિંત્ય પ્રભાવ મનાયો છે, તે ધ્યાનમાં રાખવું.
* "સૂરિમંત્ર-સિદ્ધિ રહસ્ય” * પ્રભાવ કથા-૧૪: શ્રી ભક્તામર-સ્તોત્રની મહિમા કથાની આ ચૌદમી કથા મહાન વિદ્યા-સિદ્ધ આર્ય ખપૂટાચાર્યની કથા છે. આ આચાર્ય ભગવંતનું પુણ્યનામ ગ્રહણ પણ મહાન સિદ્ધિને આપનારું મનાયું છે. આ ગાથાઓનો આરાધ્ય મંત્ર સૂરિમંત્ર જ કહેવાયો છે. આર્ય ખપૂટાચાર્યે પણ સૂરિમંત્ર સિદ્ધ કરેલ મહાત્મા છે. એમને પણ ભક્તામરના આ શ્લોકની સાધના કરી તેવો ઉલ્લેખ આપણને ખૂબ જ ભાવના પ્રેરે તેવો છે. આ આચાર્ય ભગવંતે પોતાની આ મહાન સાધનાથી ગુડ શા પત્તન મંદિરના યક્ષની મૂર્તિને અને બે મહાન કુંડીઓને પણ પાછળ ચલાવી હતી. મંત્ર-ચમત્કાર દ્વારા જિન શાસનનો મહાન પ્રભાવ કર્યો હતો.
* "દેવ-દુનિયા રહસ્ય” * પ્રભાવ કથા-૧૫ : આ કથા પણ આર્ય ખપૂટાચાર્યની મહાન મંત્ર સિદ્ધિની જય ગાથા છે. શ્રી ભક્તામર-સ્તોત્રની ત્રેવીસમી ગાથાની સાધના કરી તેમણે શ્રીચક્રેશ્વરી દેવીની પાસેથી દુષ્ટ વ્યંતરને કન્જ કરવાનું વરદાન મેળવ્યું હતું. દુષ્ટ અને હિંસા પ્રિય ચંડિકા દેવીએ આચાર્ય ભગવંતના ગળામાં સાક્ષાત્ નખ માર્યો તો પણ દિવ્ય સાધનાના પ્રભાવે અને ચક્રેશ્વરી દેવીના વરદાનના પ્રભાવે એ નખનો પ્રહાર ચંડિકા દેવીના પોતાનાજ કપાળમાં થયો. આવી મહાન સાધના અને આવો પ્રભાવ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવો છે. આવાં પ્રકારના વર્ણનો દેવી-દુનિયાની વાતો સ્પષ્ટ કરતાં હોય છે. જૈનાચાર્યની મહાનતા હોય છે કે તેઓ દેવોને પણ પોતાની સાધનાના અને ઉપદેશના પ્રભાવથી અહિંસક બનાવે છે. ચંડિકા દેવીને અહિંસક બનાવી આર્ય ખપૂટાચાર્યએ ““જૈન જયતિ શાસનમ્' નો જયનાદ કર્યો છે.
* "ચિંતામણિ મંત્ર રહસ્ય” * v પ્રભાવ કથા-૧૬: શૌર્યપુર નગરના જિતશત્રુ રાજાની આ વાત છે. તેમની તમામ રાણીઓને લાગેલો વળગાડ આચાર્ય શ્રી શાંતિસૂરિના અભિમંત્રિત જળથી દૂર થયો હતો. રાણીઓએ આ જળને આંખે લગાવેલ અને તેનું પાન કરેલ. અભિમંત્રિત જલપાનની વાત તો આપણે કરી છે, પણ અભિમંત્રિત જલને ભગવાનના પ્રક્ષાલની જેમ આંખે લગાડવાનો વિધિ ધ્યાનમાં લેવા જેવો છે. કથામાં એ પણ જણાવાયું છે કે આચાર્ય શાંતિસૂરિ મહારાજે આ કાર્ય કરીને તે દ્વારા મહાન શાસન પ્રભાવના કરવા અવધૂતનો વેશ લીધો હતો. જેમ કેટલાંક આચાર્ય ભગવંતો ગાથા ૨૦ થી ૨૫, છ ગાથાઓનો આરાધ્ય મંત્રસૂરિમંત્ર માને છે. તેમ કેટલાંક આચાર્ય ભગવંતો આ છ ગાથાના આરાધ્ય મંત્રી તરીકે ચિંતામણી મંત્રને માને છે. આચાર્ય
(૨૯૬
રહસ્યગ્દર્શન XXXXXXXXXXXXXXXX
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org