________________
પ્રભાવ કથા-રહસ્ય દર્શન
શ્રી ભક્તામર સ્તોત્રની સૌથી પ્રાચીન ટીકા વિ.સ. ૧૪૨૬ માં શ્રી ભક્તામર રહસ્યના મહાન જાણકાર પૂ.આ.દેવ ગુણાકરસૂરીશ્વરજી મ.સા.એ બનાવી છે. તેમાં તેઓએ પોતાની પૂર્વે થઈ ગયેલાં બહુશ્રુતોના મુખથી સાંભળેલી અદ્ભુત અને મહત્ત્વપૂર્ણ પ્રભાવ કથાઓ દર્શાવી છે... શું આ પ્રભાવ કથાઓ પણ આઠ મહાવિદ્યાના રહસ્યની જેમ ભક્તામર સ્તોત્રના અન્ય રહસ્યોને સમજાવી શકે છે?
પ્રસ્તુત શ્રી ભક્તામર-સ્તોત્રના આરાધનથી અનેક આત્માને થયેલાં લાભોનું વર્ણન પૂ. ગુણાકરસૂરીશ્વરજી મહારાજે પોતાની પ્રભાવ કથાઓમાં કર્યું છે. આ કથાઓનું પૃથક્કરણ કરતા સાધના અને આરાધનાના અનેક રહસ્યો આપણને પ્રાપ્ત થઈ શકે. તેથી અહીં અત્યંત સંક્ષેપમાં કથાનો સાર આપી તેના રહસ્યોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
* "જલ-અભિમંત્રણ રહસ્ય" *
– પ્રભાવ કથા-૧ : શ્રી હેમ શ્રેષ્ઠિની આ કથા છે. તેમને માલવાના રાજા ભોજના સમયના માનવામાં આવે છે. તેઓએ ભક્તામરની પહેલી તથા બીજી ગાથાની આરાધના કરી; ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા અને દેવી પાસેથી તેમને વરદાન મેળવ્યું. દેવી વરદાનથી ભક્તામરના બે શ્લોકથી તેમણે પાણી અભિમંત્રિત કરી રાજાને દૈવી પાશથી મુક્ત કર્યો હતો... આ કથામાં બતાવેલ પાણીની અભિમંત્રિત કરવાની વાત એક અપૂર્વ વાત છે. ભક્તામરથી કે અન્ય મંત્રોથી જલ અભિમંત્રિત થઈ શકે છે પણ અભિમંત્રણનો વિધિ ગૂઢ હોય છે. આવી ગૂઢતાની કંઈક સ્પષ્ટતા માટે સૂરિમંત્ર કલ્પ પૃ.૨૨ પર કોઈક સ્થાનેથી માહિતી આપવામાં આવી છે.... જે આચાર્ય ભગવંતે સૂરિમંત્ર સિધ્ધ કર્યો હોય તે કોષ્ણ જલ (થોડું ગરમ) મંગાવી તેમાં પોતાના સહસ્રાર ચક્રની પાસેના ચંદ્રમંડલના અમૃતનો જલ-પાન અમૃત ધ્યાન વડે પ્રક્ષેપ કરે તો તે જલ અમૃતના (દાયાદ) ભાઈ જેવું થઈ જાય છે... પછી તેને સૂરિમંત્રથી અભિમંત્રિત કરે''-આમ જલ અભિમંત્રણમાં શક્તિનું સંચારણ કરવાનું ગૂઢ તત્ત્વ છે. આ તત્ત્વ વિભિન્ન મહાત્માઓ વિભિન્ન રીતે પ્રગટ કરી શકે છે. શ્રી કલ્યાણ મંદિર સ્તોત્રમાં ગવાયેલી પંક્તિ "પાનીયમધ્યમૃત" ઈતિ પંક્તિઓ પણ ધ્યાનમાં રાખવા જેવી છે. પોતે શક્તિશાળી દેવો હોવા છતાં ય ચમત્કારિકતાની અંતિમ ફળદાયકતા માટે જલમંભિયંત્રણ જેવા ઉપાયો બતાવતા હોય છે તે ધ્યાનમાં રાખવું અને આવા ઉપાયો જ મંત્રને તંત્ર રૂપે સહકારી બનતા હોય છે...
"જાપ-સમય રહસ્ય" *
# પ્રભાવ કથા-૨ : સુમતિ નામના શ્રાવકને કોઈક ગુરુ મહારાજ દ્વારા ભક્તામર સ્તોત્રની પ્રાપ્તિ થાય છે... સુમતિ શ્રાવક પ્રતિદિન ત્રિકાળ-નિયમપૂર્વક ભક્તામરનો જાપ કરે છે અને સમુદ્રના તોફાનમાં પણ ભક્તામર સ્તોત્ર ગણતાં ચોથા શ્લોક વખતે શ્રી ચક્રારી દેવી પ્રગટ થઈને તેને પાંચ રત્નો આપે છે... આ કથા દ્વારા આરાધ્ય ભક્તામર સ્તોત્રની ત્રણેય વખતના જાપની વાત સ્પષ્ટ થાય છે. સંધ્યા વખતનું આરાધના માટે ખૂબ જ મહત્ત્વ છે... ચિંતકો જણાવે છે કે સંધ્યા એ ધ્યાન આરાધનાને જપ-જાપ માટે એટલો બધો ઉપયુક્ત સમય છે કે તે વખતે સ્વલ્પ પ્રયત્નથી કરવામાં આવેલી સાધના પત્ર ફળદાયક બને છે... કદાચિત્ મંત્ર જાપનો અને ધ્યાન-સ્મરણ વિગેરેનો એવો પવિત્ર સમય છે કે એ સમયે સ્વાધ્યાય શાસ્ત્રોનો પાઠ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પ્રસન્ન થયેલ દેવ તત્ત્વો પણ એવી જ ચીજો આપી જાય છે કે જેનો સ્વતંત્ર રીતે પણ પ્રભાવ હોય....
"ચમત્કાર રહસ્ય" *
# પ્રભાવ કથા-૩ : પ્રસ્તુત કથામાં પાટલી પુત્રનો સુધન નામનો દૃઢ શ્રાવક ત્યાંના રાજા ભીમને દૃઢ શ્રાવક બનાવે છે અને ધુલિપા નામના એક યોગીએ કરેલ ઉપદ્રવને ભક્તામરની સાતમી ગાથાના જાપથી પ્રગટ થયેલ ચક્રારી દેવી દ્વારા દૂર કરાવે છે. યોગીને શિક્ષા મળે માટે ચક્રેશ્વરી દેવી અન્ય મંદિર ૫૨ ધૂલિ વરસાવે છે અને તેને દૂર કરે છે... આખરે અનેક લોકો ભક્તામર સ્તોત્રના પ્રભાવથી સ્તોત્રનો પાઠ રોજ કરવામાં જોડાય છે,
ચમત્કારને નમસ્કાર વાળી વાત લોકોમાં માન્ય છે... એક વાર ચમત્કાર જોયાં બાદ લોકો ધર્મ માર્ગે વળે છે. પછી તેઓને ચમત્કારના વ્યામોહમાંથી છોડીને આત્મિક સાધનાના માર્ગે લાવી શકાય છે... એટલે જ આવા સ્તોત્રની ચમત્કારિતા પ્રત્યે અનાદર કરવા જેવો નથી...
૪૬૨હસ્ય-દર્શન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
૨૬૩
www.jainelibrary.org