SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે વિદ્યા અને ઉપવિદ્યામાં હોમ કરવો, પરંતુ આહુતિ અને હોમ, મંત્રથી કરવા, દેવતાનું નામ યથાયોગ્ય લેવું... આ રીતે તપ-જપ અને હોમ વડે (સૂરિમંત્રની) પ્રથમ પીઠ આચાર્ય ભગવંત આરાધે છે. (સિધ્ધ કરે છે, ત્યારે સારસ્વત-રોગાપહારિણી-વિષાપહારિણી-બંધમોક્ષિણી-શ્રીસંપાદિનીપરવિદ્યાઉચ્છેદિની-દોષ નિર્નાશિની-અશિવોપશમની આ આઠ મહાવિદ્યાઓ સ્વ અને પાર માટે સાધી શકે છે; શું અર્થ થયો ? ઉત્તર-જ્યારે પોતાને કે પરને માટે સારસ્વત (બુદ્ધિ વર્ધન) કરવાની ઈચ્છા થાય, -પોતાના કે પરના રોગને હરવાની ઈચ્છા થાય... -પોતાના કે પરના લાગેલા ઝેરને દૂર કરવાની ઈચ્છા થાય... -પોતાના કે પરના બંધનને છોડાવવાની ઈચ્છા થાય.. -પોતાના કે પરને સમૃદ્ધ બનાવવાની ઈચ્છા થાય.. -પોતાના કે પરના કાર્મણાદિ દોષને છેદવા માટે ઈચ્છા થાય... જ્યારે મરકી આદિ દોષને ઉપશમન કરવાની ઈચ્છા થાય... ત્યારે પ્રથમ પીઠનું સ્મરણ કરવું... થોડું જ સ્મરણ કરવાથી સિદ્ધ થાય છે. શ્રીમાન્ માનતુંગસૂરીશ્વરજી મ.સા. "વૈઃ શાંતરાગઃ રુચિભિઃ” ઈત્યાદિથી "જલભાર નરૈઃ” અંત સુધીની અગિયારથી ઓગણીસ ગાથા સુધીની આઠ ગાથાઓ આઠ મહાવિદ્યાથી ગર્ભિત કાવ્ય રૂપે રચી છે. આ આઠ ગાથા "જ્ઞાનું યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ" એ નવમા કાવ્ય સહિત જે રોજ પ્રાતઃ વેળામાં ભણશે, સ્મરણ કરશે તે સ્વયં સારસ્વતાદિ પૂર્વોક્ત આઠ સિદ્ધિ પ્રાપ્ત કરશે અને બીજાને પણ આઠ સિદ્ધિઓ પમાડી શકશે. આવો જ ઉલ્લેખ અંચલગચ્છીય મેરૂતુંગાચાર્યએ પણ કરેલ છે. શ્રી ભગવતી પદ્માવતી માતાની કૃપાનું મહાન વરદાન પામેલ ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનપ્રભસૂરિજીએ પણ ભક્તામરની આઠ ગાથાનો આવો જ મહિમા ગાયો છે. “अथवा यैः शांतराग रुचिभिः इत्यादिकं ज्ञानं यथा त्वयि विभाति एतावदन्तः स्तवो नित्यं भणनीयः । सर्वेषाम् (परेषाम्) आत्मनः सदा शान्तिकम् । अयमेव श्री पुण्डरिकादेशो अति स्पष्टः गणधर विद्या गर्भितं वृत्ताष्टकम् इदं प्रातरेव भणनीयम् नान्यवेलायाम्' તેઓ સ્પષ્ટ જણાવે છે કે "આ આઠ ગાથા સ્પષ્ટ રૂપે પુંડરિકાદેશ છે. શ્રી સૂરિમંત્રથી ગર્ભિત છે. આથી આ ગાથાઓ સવારે જ ગણવી. બીજા કોઈ કાળમાં ન ગણવી." આમ સૂરિમંત્રના ચાર-ચાર કલ્પોમાં આ આઠ નવ ગાથાઓનું અનુપમ મહત્ત્વ ગવાયું છે. તેથી ગાથા (૧૨ થી ૨0) બાર થી વીસનું ખૂબ જ મહત્ત્વ છે. તે ધ્યાનમાં રાખવું. શ્રી સોમસુંદર ગણિના શિષ્ય મહોપાધ્યાય હેમહંસગણિએ પણ આ નવ ગાથાનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે. તેઓએ આ નવ શ્લોકના છત્રીસ પાદોની પાદ પૂર્તિ કરીને કુલ આડત્રીસ શ્લોકનું સાધારણ જિન-સ્તવન બનાવ્યું છે. પોતે જણાવે છે. भक्तामर मध्य गतानि यानि, वृत्तानि सन्ति नव सातिशयान्यतीव । एकैक तच्चरणरूप-समस्ययाऽहं, स्वस्वाश्रय-स्थिति-जुषैव नुवामि ॥ (જૈન સ્તોત્ર સંવર તૃતીય વિમા પૃ. ૭રૂ.) આ ગાથાઓ "પુંડરિકાદેશ” વાળી હોવાથી અત્યંત રહસ્યમયી છે... આ ગાથાઓના મંત્રોના રહસ્યો આચાર્ય ભગવંતો પણ સુયોગ્ય શિષ્યને જ આપતાં હોય છે. માટે અહીં એ વિષે આનાથી વધુ કશું જ ન લખી શકાય. યોગ્યતા આવ્યા વિના રહસ્યો જાણવાની ઉત્કંઠા અવળા માર્ગે પણ લઈ જઈ શકે છે... અને શાસ્ત્રોના રહસ્યો ગમે ત્યાં ખોલી દેવાની વૃત્તિથી પણ દોષિત બનવું પડે છે... પરંતુ સંપૂર્ણ ભક્તામરનો પાઠ જેઓ ન કરી શકે તેમ હોય તેઓએ તથા સૂરિમંત્રની આરાધના કરનાર પ્રત્યેક આચાર્ય ભગવંતોએ આ નવ ગાથાનો પાઠ અવશ્ય કરવો. માત્ર આ નવ ગાથાઓનો જ પાઠ કરનારે સવારે બાર વાગ્યા પહેલા જ આ પાઠ કરી લેવો જોઈએ ! બીજા કોઈ સમયમાં ન જ કરવો. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં આ નવ જ ગાથાનું લઘુ-છતાં મહાપ્રભાવિક પૂજનનું સંકલન થયેલું છે... આ પૂજન પણ સવારના બાર વાગ્યા પહેલાં જ પૂર્ણ કરી દેવું પડે છે... સલીમ રજક (૨૬૨ Jain Education errorratzorom (૨૬૨ રહસ્ય-દર્શન XXXXXXX રહસ્ય-દર્શન www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy